વ્યક્તિએ 12 કરતા વધુ વખત કૂતરાને બચકાં ભર્યા, ડોગીને હૉસ્પિટલ લઈ જવો પડ્યો

PC: nypost.com

જો કૂતરું માણસને બચકાં ભારે તો તે સામાન્ય ઘટના છે, પરંતુ માણસ કૂતરાને બચકાં ભરી લે તો? તમે પણ કદાચ એવા સમાચાર પહેલી વખત જ સાંભળ્યા હશે. કેટલી અજીબ વાત છે ને? કદાચ તમને હેરાની પણ થઈ રહી હશે, પરંતુ આ સમાચાર સાચા છે. જી હા, નશામાં છાકટા બનેલા એક વ્યક્તિએ કૂતરાને બચકાં ભાવના શરૂ કરી દીધા. આ ઘટના અમેરિકાની છે. આ ઘટના પોલીસની આંખો સામે થઈ છે. જ્યારે વ્યક્તિ કૂતરાને બચકાં બાહરી રહ્યો હતો, તો પોલીસવાળા પણ હેરાન રહી ગયા હતા.

તેણે પોલીસવાળા સામે કૂતરા પર હુમલો કર્યો અને પોતાના દાંતોથી તેને બચકાં ભરવા લાગ્યો. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, આ ઘટના અમેરિકન ડેલાવેર રાજ્યની છે. ત્યાં એક વ્યક્તિ ટ્રાફિક નિયમો તોડ્યા બાદ ભાગી રહ્યો હતો. પોલીસ તેનો પીછો કરી રહી હતી. તે નશામાં છાકટો થયો હતો. ત્યારબાદ તેણે જે કર્યું તેને જોઈને પોતે પોલીસવાળા પણ હેરાન રહી ગયા. હકીકતમાં વ્યક્તિએ પોલીસના સ્નિફર ડોંગને જ બચકાં ભરવાના શરૂ કરી દીધા. તે કૂતરાને પોતાના દાંતોથી બચકાં ભરતો રહ્યો.

પોલીસવાળા એ કૂતરાને છોડાવે ત્યાં સુધી તેણે 12 કરતા વધુ વખત કૂતરાને બચકાં ભરી લીધા હતા. આરોપીની ઓળખ 47 વર્ષીય જમાલ વિંગના રૂપમાં થઈ છે. ઘટના 8 જુલાઈની છે. ટ્રાફિકના નિયમો તોડ્યા બાદ વ્યક્તિ ભાગી રહ્યો હતો. પોલીસે તેને પકડી લીધો અને ગાડીમાં બેસવા કહ્યું, પરંતુ તે ન માન્યો. ત્યારબાદ પોલીસે ટ્રેઇન્ડ કુતરા (K9)ને આગળ કર્યો, પરંતુ નશામાં છાકટા થયેલા વ્યક્તિએ કૂતરા પર જ હુમલો કરી દીધો. આરોપીએ કૂતરાને દાંતોથી બચકાં ભર્યા, જેથી તે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો.

પોલીસે કૂતરાને આરોપી પાસેથી છોડાવ્યો અને તેને ગાડીમાં બેસાડ્યો. ત્યારબાદ સારવાર માટે આરોપી અને કૂતરાને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, પોલીસ સાથે ઘર્ષણ બાદ આરોપીને ખૂબ ઇજા થઈ. તો કૂતરાને સારવારે માટે પશુ દવાખાને લઈ જવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી ધરપકડથી બચવા માગતો નથી. તે નશામાં હતો. આ દરમિયાન તેણે ઘણી વખત કૂતરાને બચકાં ભર્યા. હાલમાં આરોપી પર ડ્યુટી પોલીસ અધિકારીઓ અને તેમના ડોગ પર હુમલો કરવા અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp