વ્યક્તિએ ખરીદ્યો સેકન્ડ હેન્ડ સામાન, અંદરથી નીકળી કરોડોની રોકડ!

PC: aajtak.in

જરા વિચારો તમે કોઈ સામાન ખરીદીને પોતાના ઘરે લાવો છો અને તેમાંથી તમને એવી વસ્તુ મળી જાય જેની તમે કલ્પના પણ કરી ન હોય, તો તમારું શું રીએક્શન હશે? જાહેર વાત છે કે તમે આ વાતથી ચોંકી જશો. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિએ લગભગ 40 હજાર રૂપિયામાં સ્ટોરેજ માટે એક સામાન ખરીદ્યો હતો, જેની અંદર તેને લગભગ 60 કરોડ રૂપિયાની રોકડ મળી. જોકે તેની જાણકારી પૈસાઓના અસલી મલિકને પણ મળી ગઈ, ત્યારબાદ એ વ્યક્તિએ તેને અસલી મલિકને પાછા આપવા પડ્યા.

ટી.વી. શૉ સ્ટોરેજ વાર્સમાં હૉસ્ટ ડેન ડોટસને સોશિયલ મીડિયા પર 4 વર્ષ અગાઉ બનેલી ઘટનાનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે એક ક્લાઇન્ટે હરાજી દરમિયાન કેટલોક સામાન ખરીદ્યો હતો. તેમાંથી ચોંકાવનારી વસ્તુ મળી. સોશિયલ મીડિયા પર એક ક્લિપ પોસ્ટ કરતા ડેને જણાવ્યું કે કઈ રીતે એક વ્યક્તિએ સમજી લીધું હતું કે તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. જે વ્યક્તિએ સ્ટોરેજ કન્ટેનર ખરીદ્યું હતું, તેને કન્ટેનરમાં એક બેગ દેખાઈ.

બેગ ખોલવા માટે તેણે અન્ય કોઈ વ્યક્તિને બોલાવી. જ્યારે તેણે બેગ ખોલી તો તેમાં લગભગ 60 કરોડ રૂપિયા હતા. જોકે બોક્સના મલિકને થોડા દિવસ બાદ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એ વ્યક્તિ પાસે વકીલોને મોકલી દીધા. ધ બ્લાસ્ટ મેગેઝીન સાથે વાત કરતા ડેને કહ્યું કે શરૂઆતમાં વકીલોએ એ વ્યક્તિને લગભગ 4 કરોડ રૂપિયાના ઇનામની ઓફર કરી જેને વ્યક્તિએ નકારી દીધી હતી. બીજી વખત એ વ્યક્તિને 9 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી, જેના પર તે રાજી થઈ ગયો.

ડેને કહ્યું કે મને નથી લાગતું કે તમે એક બેગની અંદર 60 કરોડ રૂપિયાની રોકડ રાખીને ભૂલી શકો છો. લાગે છે કે આ રોકડ કોઈએ રાખવા આપી હશે. જોકે પોતાના પૈસા માટે કોઈને 9 કરોડ રૂપિયાનું ઈનામ આપવી ખૂબ મોટી વાત છે જે સામાન્ય રીતે કોઈ કરી શકતું નથી. આવી જ અન્ય એક ઘટના હાલમાં પણ સામે આવી હતી. આ ઘટના જર્મનીના રહેવાસી એક વ્યક્તિ સાથે થઈ, જ્યારે તે એક સેકન્ડ હેન્ડ કબાટ ખરીદીને પોતાના ઘરે લાવ્યો. કબાટના એક ખૂણામાં એક એવી વસ્તુ નજરે પડી જેને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

કબાટના એક ખૂણામાં 1 કરોડ 19 લાખ રૂપિયા મળ્યા. એ વ્યક્તિનું નામ થૉમસ હેલર છે. તેણે કબાટ ઓનલાઇન eBay પરથી ખરીદ્યો હતો. થૉમસે જણાવ્યું કે કિચનમાં સામાન રાખવા માટે એક સેકન્ડ હેન્ડ કબાટ ખરીદ્યો હતો. આ કબાટની કિંમત 19 હજાર રૂપિયા હતી. જ્યારે તે કબાટ ઘરે લઈને આવ્યો અને તેને ખોલ્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. કેબિનની અંદર થૉમસને બે બોક્સ મળ્યા જેને ખોલ્યા બાદ તેમાંથી 1 કરોડ 19 લાખ મળ્યા હતા, પરંતુ થૉમસે ઈમાનદારી દેખાડતા એ પૈસા પોલીસને સોંપી દીધા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp