યુવતીએ હનીટ્રેપમાં એવો ફસાવ્યો 28 કરોડનું કોકેઇન લઈને આવવું પડ્યું, પણ...
સોશિયલ મીડિયામાં આજકાલ લોકો અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા હોય છે. અને આવી જ રીતે એનલાઈન થતા ફ્રોડનો પણ શિકાર બને છે. આવો જ કિસ્સો મુંબઈના એક વ્યક્તિ સાથે થયો છે. મુંબઈનો આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર મિત્રતા કરતી છોકરીને કારણે એટલો પાગલ થઈ ગયો કે તે કોકેઇન લઈને મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો અને તેની ધરપકડ થઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 28 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર ઘણી વખત એવું થાય છે કે એવા લોકો મિત્રો બની જાય છે જે તમને તેમના ખૂબ જ નજીકના કહેવા લાગે છે. એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મુંબઈના એક વ્યક્તિએ એક છોકરી સાથે મિત્રતા કરી અને યુવતીએ તેને ઈથોપિયા બોલાવી લીધો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો યુવતીએ કહ્યું કે હું મુંબઈમાં જ છું, પાછા આવતા રહો. તે પછી જે થયું તે તેના માટે એક ખરાબ સ્વપ્ન હતું.
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિ માત્ર મુંબઈનો રહેવાસી છે. સોશિયલ મીડિયા પર તેના મિત્ર બનેલીએ જણાવ્યું કે તે ઈથોપિયામાં છે. તેણે જૂઠું બોલીને આ 49 વર્ષના વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી દીધો. તે પોતાની નોકરી છોડીને ઈથોપિયા પહોંચી ગયો. પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે મહિલાએ કહ્યું કે તે મુંબઈમાં જ છે. તે ચોંકી ગયો અને તે પછી મહિલાએ તેને ત્યાંથી બેગ લાવવા કહ્યું.
આ પછી તે ઈથોપિયાથી મુંબઈ બેગ સાથે પહોંચ્યો. પરંતુ તેને કદાચ ખબર ન હતી કે તેને કોકેઇનના કન્સાઈનમેન્ટ સાથે મુંબઈ પરત મોકલવામાં આવ્યો હતો. આ બેગને મુંબઈ એરપોર્ટ પર જ કસ્ટમ અધિકારીઓએ બાતમીના આધારે પકડી પાડી હતી. તપાસ દરમિયાન તે ભાંગી પડ્યો અને અધિકારીઓને કહ્યું કે એક મહિલા તેને આ બધું કરવા મજબૂર કરી રહી છે.
તેણે અધિકારીઓને આખી વાત જણાવી અને કહ્યું કે તેને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે મુંબઈનો આ 49 વર્ષીય વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ટૂંક સમયમાં તેઓ મિત્રો બન્યા અને મહિલાએ તેને ઇથોપિયા બોલાવ્યો અને તે ચાલ્યો ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp