26th January selfie contest

મહિલાઓને સેક્સ મશીન સમજે છે ખાડી દેશના પુરુષો, જાણો અરબી સાહિત્ય શું કહે છે

PC: independent.co.uk

આજે દુનિયાના મોટા ભાગના હિસ્સામાં મહિલાઓ અને પુરુષો સમાજમાં બરાબરીની સાથે ઊભેલા જોવા મળે છે. પરંતુ વિકસિત પશ્ચિમ દેશો અને વિકાસશીલ પૂર્વી એશિયાની વચ્ચે એક મોટા ભાગમાં મહિલાઓની હાલત કંઈ ખાસ સારી નથી. આ વિસ્તાર ખાડી દેશોનો ગઢ છે. ભલે સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબ જેવા સંપન્ન દેશો વિદેશી પર્યટકો અને રોકાણકારોને લોભાવવા માટે મહિલાઓ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કરી રહ્યા છે.

પરંતુ મોટી સંખ્યામાં અરબ દેશ આજે પણ મહિલાઓ સાથે ન્યાય નથી કરી રહ્યું. અરબ ન્યુઝ વેબસાઈટ રસીફ22ના કો-એડિટર ઈન ચીફ અને પોલિટીકલ એડિટર હસન અબ્બાસે 2016માં વેબસાઈટ માટે એક આર્ટિકલ લખ્યો હતો. પોતાના આર્ટિકલમાં તેમણે કહ્યું હતું કે અરબ દેશોમાં અને તેના ઈતિહાસમાં મહિલાઓની શું સ્થિતિ છે. હસન અબ્બાસ લખે છે-મહિલાઓની આત્મા તેમની યોનિમાં છે. એક અરબી ધર્મગુરુએ આ વાક્ય તે વ્યક્તિને કહ્યું જે પોતાની પત્નીની ફરિયાદ લઈને તેમની પાસે આવ્યો હતો કારણ કે તેની પત્નીએ તેના પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો હતો.

આ વાક્ય ઘણી હદ સુધી દેખાડે છે કે અરબ પુરુષ મહિલાઓને કંઈ રીતે જુએ છે. જૂના પુસ્તકોમાં એવા ઘણા વાક્યો અને ઉદાહરણ છે, જે દેખાડે છે કે પુરુષોએ મહિલાઓને સેક્સ મશીનથી ક્યારેય વધારે સમજી નથી. અરબ સાહિત્યમાં મહિલાઓ અંગે શું લખવામાં આવ્યું છે તે અંગે વાત કરતા તેમણે લખ્યું છે- સેક્સ અને યૌન સંબંધ જેવા મુદ્દાઓ સાથે જોડાયેલા જૂના અરબ પુસ્તકો વાંચવાથી ખબર પડે છે કે અરબ પુરુષો મહિલાઓથી કેટલા ડરે છે. ડરની આ ભાવના પિતૃસત્તાત્મક મૂલ્યોથી આવી છે, જે પુરુષના પ્રભુત્વનું આહ્વાન કરે છે અને તેને ખતરામાં નાખનારી કોઈ પણ વસ્તુથી ડરે છે. જૂના અરબી સાહિત્યમાં ઘણી વખત મહિલાઓને નિમ્ફોમેનિક, સેક્સ માટેના બેતાબ રૂપમાં દેખાડવામાં આવી છે.

ગયા વર્ષે સાઉદી અરબથી એક વીડિયો સામે આવ્યો હતો, જે ઘણો પરેશાન કરી દે તેવો હતો. તેમાં પુરુષોનું એક સમૂહ કેટલીક છોકરીઓ અને મહિલાઓને  તેમના વાળથી ખેંચીને મારી રહ્યા છે. વીડિયો આસિર પ્રાંતમાં સ્થિત ખામિસ મુશૈતના એક અનાથાશ્રમનો છે. કેટલીક ખબરોમાં કહેવામાં આવ્યું છે કે આ રીતની જગ્યાઓ મહિલાઓ સાથેનું આવું વર્તન ઘણું સામાન્ય માનવામાં આવે છે. આ વીડિયોને સાઉદી ક્રાઉન પ્રિન્સના મહિલાઓની સ્થિતિમાં સુધારના દાવાઓની પોલ ખોલી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp