ઓફિસ ટાઇમમાં 6 કલાક ટોયલેટમાં ભરાઇ રહેતો હતો કર્મી, કંપનીએ એવો નિર્ણય કર્યો કે

PC: scmp.com

ઓફિસમાં કામ કરવા દરમિયાન બ્રેક લેવો સામાન્ય વાત છે. લંચ, નાસ્તા માટે બ્રેક પણ મળે છે. આ ઉપરાંત, શરીરને આરામ આપવા માટે પણ સામાન્યરીતે કર્મચારી થોડાં સમયનો બ્રેક લઇ લેતા હોય છે. પરંતુ, જો કોઈ કર્મચારી પોતાની ડ્યૂટી દરમિયાન 6 કલાક ટોયલેટમાં જ વિતાવે છે તો પછી બોસનો ગુસ્સો સાતમા આસમાન પર ચડવો સામાન્ય છે. કંઇક આવો જ મામલો ચીનમાં સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ ઓફિસમાં કામ કરવા દરમિયાન ટોયલેટમાં 6 કલાક વીતાવી રહ્યો હતો. એવામાં આ વ્યક્તિએ નોકરીમાંથી હાથ ધોવો પડ્યો છે. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આ વ્યક્તિએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પરંતુ, અહીં પણ તેને ફટકાર મળી. ચીનની કોર્ટે કંપનીનો જ પક્ષ લીધો.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં છપાયેલા સમાચાર અનુસાર, વ્યક્તિની ઓળખ વાંગ તરીકે થઈ છે. વાંગે એપ્રિલ 2006માં કંપનીમાં કર્મચારી તરીકે જોઇન કર્યું. 2013 સુધી તે કોન્ટ્રાક્ટ પર કામ કરતો રહ્યો. ડિસેબર 2014માં તેને પાચનતંત્રમાં થોડી સમસ્યા થઈ. જેને માટે સારવારની જરૂર હતી. તેણે સારવાર કરાવી. તેને કારણે તે સાજો થઈ ગયો. પરંતુ, વાંગ એવુ કહી રહ્યો હતો કે તેને પ્રોબ્લેમ થઈ રહી છે. એવામાં તે જુલાઈ 2015થી દિવસમાં 3થી 6 કલાક ટોયલેટ બ્રેક પર રહેતો હતો. કંપનીના રેકોર્ડ અનુસાર, 2015માં 7થી 17 સપ્ટેમ્બરની વચ્ચે વાંગે એક શિફ્ટમાં બેથી ત્રણવાર ઓફિસ ટોયલેટનો ઉપયોગ કર્યો. આ દરમિયાન વાંગ કુલ 22વાર ટોયલેટ ગયો. કંપનીએ ટોયલેટમાં બેસવાનો સમય પણ જણાવ્યો છે. કંપનીનું કહેવુ છે કે, વાંગ ટોયલેટમાં દરરોજ 47 મિનિટથી લઇને 196 મિનિટ સુધી રહેતો હતો.

ત્યારબાદ કંપનીએ 23 સપ્ટેમ્બર, 2015ના રોજ તેનો કોન્ટ્રાક્ટ પૂરો કરી દીધો. ત્યારબાદ વાંગે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેણે અપીલ કરી કે, તેને નોકરી પર પાછો રાખી લેવામાં આવે. પરંતુ, એક લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ પણ વાંગને નોકરી ના મળી શકી. ત્યાં પણ જજે કંપનીના નિર્ણયને યોગ્ય ગણાવતા વાંગને ફટકાર લગાવી દીધી. જજે કહ્યું કે, 4 કલાક ટોયલેટમાં બેસવું કોઈપણ રીતે યોગ્ય ના ગણાવી શકાય. જજે એવુ પણ કહ્યું કે, તેનું ટર્મિનેશન યોગ્ય અને કાયદાકીય પ્રમાણે સાચુ છે.

હવે આ મામલો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. તેના પર યુઝર્સ વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરનું કહેવુ છે કે, બીમાર હોવુ સહાનુભૂતિને પાત્ર છે પરંતુ, તેનું બહાનુ ના બનાવવુ જોઈએ. તેમજ, બીજાએ આશ્ચર્ય અનુભવતા લખ્યું છે, કર્મચારીએ આઠ કલાકની શિફ્ટમાં ચાર કલાક ટોયલેટમાં જ વીતાવ્યા. આવુ કઇ કંપની ચલાવી લે. એક યુઝરે લખ્યું છે કે, એવુ લાગે છે કે તેને ટોયલેટમાં જવાના જ પૈસા મળતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp