26th January selfie contest

પિતાની કેવી મજબૂરી, નોકરીની શોધમાં 2 દીકરીઓ સાથે 1000 કિમી પગપાળા કર્યો પ્રવાસ

PC: thethaiger.com

47 વર્ષનો એક વ્યક્તિ નોકરીની શોધમાં આશરે 1000 કિલોમીટર પગપાળા ચાલ્યો. 11 દિવસના આ પ્રવાસમાં તેની સાથે તેની બે દીકરીઓ પણ હતી. આ દરમિયાન તેમણે મંદિરો અને પેટ્રોલ પંપોમાં રાત વીતાવી. જોકે, જ્યારે રસ્તામાં તેમને એક અજાણ્યો યુવક મળ્યો તો વ્યક્તિની શોધ પૂરી થઈ. મામલો થાઈલેન્ડનો છે. The Thaigerના રિપોર્ટ અનુસાર, પોતાની બંને દીકરીઓના પાલન-પોષણ માટે 47 વર્ષના નોરાફાટ કામની શોધ કરી રહ્યા હતા. પરંતુ, જે જગ્યાએ નોરાફાટ રહી રહ્યો હતો ત્યાં તેને કામ નહોતું મળી રહ્યું. એવામાં 11 ડિસેમ્બરે તે નોકરીની શોધમાં બે દીકરીઓ સાથે Satun શહેરથી Rayong સિટી માટે નીકળી પડ્યો.

નોરાફાટ પાસે ના તો પૈસા હતા અને ના કોઈ વાહન. તે પગપાળા જ એક શહેરથી બીજા શહેર જઈ રહ્યો હતો. 11 દિવસોમાં તેમણે આશરે 1000 કિલોમીટરનું અંતર કાપ્યું. 22 ડિસેમ્બરે તે Rayong સિટી પહોંચી ગયો. રસ્તામાં નોરાફાટ અને તેની 10 અને 12 વર્ષની બે દીકરીઓએ મંદિરો, પેટ્રોલ પંપો અને શેલ્ટર હોમ્સમાં શરણ લીધું. આ દરમિયાન તેમની મુલાકાત Pluak Rescue Team ના સરાવુત પૂમમારિન નામના વ્યક્તિ સાથે થઈ. સરાવુત, નિઃસહાય લોકોની મદદ કરનારી સંસ્થા સાથે જોડાયેલો છે. સુરાવતે મીડિયાને જણાવ્યું કે, તેમને એક બાઈક સવારે આ પરિવાર અંગે સૂચના આપી હતી. તેણે પરિવારને રસ્તા પર ચાલતો જોયો હતો ત્યારબાદ બાઈક સવારે પરિવારની મદદ કરવા માટે તેમને આગ્રહ કર્યો.

સરાવુતે પ્લુઆક ડેંગ જિલ્લામાં એક શોપિંગ મોલની સામે નોરાફાટની ફેમિલીને બેસાડી. તેમની સાથે મુલાકાત બાદ તેણે નોરાફાટને એક કંસ્ટ્રક્શન સાઈટ પર નોકરી અપાવી દીધી. આ ઉપરાંત, ફેમિલીને રહેવા માટે એક રૂમ અને બે દીકરીઓને ભણાવવા માટે સ્કૂલની પણ વ્યવસ્થા કરાવી દીધી. રવિવાર, 25 ડિસેમ્બરે જ્યારે નોરાફાટે થાઈ મીડિયા સાથે વાત કરી તો તેઓ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. નોરાફાટ, લોકોના સહયોગથી ખૂબ જ ખુશ હતા. તેમણે એક નવુ જીવન શરૂ કરવામાં મદદ કરવા માટે લોકોનો આભાર વ્યક્ત કર્યો.

નોરાફાટે જણાવ્યું કે, Satun શહેરમાં તે રેસ્ટોરાં અને બારમાં કામ કરતો હતો. પરંતુ, થોડાં સમય પહેલા તેમની જોબ ચાલી ગઈ અને પત્નીથી પણ અલગ થઈ ગયો. નોરાફાટ બહેનના ઘરે આવીને રહેવા માંડ્યો પરંતુ, નોકરી વિના જીવવું મુશ્કેલ હતું. ખાવાના ફાંફા પડી ગયા હતા આથી, શહેરમાંથી બહાર નીકળીને નોકરીની શોધ શરૂ કરી, જેમાં હવે જઈને સફળતા મળી. તેમજ, Rayong શેલ્ટર હોમના પ્રમુખ, નોફાના ચારોએંથમે કહ્યું છે કે, સંસ્થા પરિવારની સંભાળ રાખશે. તેમના માટે નવા ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ આર્થિક મદદ પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp