એવો શું ગુનો કર્યો કે, મોતના 128 વર્ષ બાદ થઈ રહ્યા છે આ વ્યક્તિના અંતિમ સંસ્કાર

PC: abcnews.go.com

દુનિયામાં એવી ઘણી ઘટના સામે આવી છે, જ્યારે લોકોને મોત બાદ પણ કોઈ અંતિમ સંસ્કાર કરનારું મળતું નથી. એવું જ એક વ્યક્તિ સાથે થયું છે. 128 વર્ષ બાદ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. તેને આ અઠવાડિયાના અંતમાં દફન કરી દેવામાં આવશે. સાથે જ તેની અસલ ઓળખ પણ બતાવવામાં આવશે. તેને 19મી સદીમાં અજાણતામાં મમીક્રૃત કરવામાં આવ્યો હતો. મમીક્રૃત શબને સંરક્ષિત કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે. આ મૃત વ્યક્તિને ‘Stoneman Willies’ નામ આપવામાં આવ્યું હતું.

તેની અસલી ઓળખ અત્યાર સુધી કોઈને બતાવવામાં આવી નથી. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, તેની બાબતે માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે આ દારૂડિયો હતો. તેનું મોત 19 નવેમ્બર 1895માં કિડની ફેલ થવાના કારણે થયું હતું. મોતના સમયે સ્ટોનમેન વિલી ચોરીના આરોપમાં બર્ક્સ કાઉન્ટી જેલમાં બંધ હતો. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી તો તેનું નામ જેમ્સ પેન રાખવામાં આવ્યું. આ જાણકારી બર્ક્સ નૉસ્ટેલજિયા નામની વેબસાઇટ પર આપવામાં આવી છે. મોતને નજીક આવતું જોઈને સ્ટોનમેને જેલના ડૉક્ટરને જણાવ્યું હતું કે, તેનું અસલી નામ જેમ્સ પેન નથી.

તેને પોતાની બહેન અને ભાઈની બદનામી થતા બચાવવા માટે એક નકલી નામ આપવામાં આવ્યું. મોતના ઘણા અઠવાડિયા બાદ પણ તેની અસલી ઓળખણના પુરાવા મળી શક્યા નહોતા. જો કે એ સમયે અધિકારીઓને તેના અસલી નામની જાણકારી નહોતી, આ જ કારણે તેના પરિવારને પણ તેનું શબ સોંપી શકાયું નહીં. રોયટર્સના રિપોર્ટ મુજબ, તેનું શબ રીડિંગ માટે પેન્સિલ્વેનિયામાં Auman’s Funeral Homeમાં ડિસ્પ્લે માટે રાખવામાં આવ્યું હતું. તેના દાંત અને વાળ અત્યારે પણ છે, પરંતુ ત્વચા સખત ચામડા જેવી દેખાય છે.

Auman’s Funeral Homeના ડિરેક્ટર કાઈલ બ્લેન્કેબિલરે કહ્યું કે, ‘અમે મમી કહેતા નથી. અમે તેને પોતાનો મિત્ર વિલી કહીએ છીએ. તે ન માત્ર રીડિંગ, પરંતુ નિશ્ચિત રૂપે વર્તમાનનો એક એવું પ્રતિક છે, જે ભૂતકાળના ઐતિહાસિક હિસ્સો બની ગયો છે. આ અગાઉ વર્ષ 2023માં Auman’s Funeral Homeએ જાહેરાત કરી હતી કે સ્ટોનમેન વિલીને દફનાવવામાં આવશે અને તેનું અસલી નામ ઐતિહાસિક દસ્તાવેજોની તપાસના માધ્યમથી શોધી લેવામાં આવ્યું છે. તેને છેલ્લી વખત 2-6 ઓક્ટોબર વચ્ચે લોકોને દેખાડવામાં આવશે. પછી 7 ઓક્ટોબરના રોજ શબ દફનાવવામાં આવશે. તેને સન્માન આપવા માટે 19મી સદીવાળા કપડાં પહેરાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp