26th January selfie contest

‘પ્લેબોય’ મેગેઝીનના કવર પેજ પર ફ્રાંસના મંત્રીએ આપ્યો પોઝ, મચ્યો હોબાળો તો...

PC: twitter.com/MarleneSchiappa

ફ્રાન્સના મંત્રી માર્લિન શિયાપ્પાએ પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર એક પોઝ આપ્યો છે. આ તસવીરથી આખી દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ તસવીર પર હોબાળો મચ્યો તો ફ્રાન્સના વડાપ્રધાને આગળ આવીને માર્લિનની નિંદા કરવું પડ્યું છે. ફ્રાંસ કેબિનેટમાં સોશિયલ ઈકોનોમિક એન્ડ ફ્રેંચ એસોસિએશન બાબતોના મંત્રી માર્લિન શિયાપ્પાએ મેગેઝિનને 12 પેજનું ઇન્ટરવ્યૂ પણ આપ્યું, જેમાં તેમણે અબોર્શન, મહિલા અધિકાર અને LGBT અધિકારો જેવા વિષયો પર નીડર વિચાર રાખ્યા છે.

માર્લિન શિયાપ્પા એવા પહેલા મહિલા નેતા છે જે પ્લેબોયના કવર પેજ પર નજરે પડ્યા છે. માર્લિનની આ તસવીર પ્લેબોય મેગેઝીનના ફ્રાંસ એડિશનમાં પ્રકાશિત થશે. પોતાની બોલ્ડ તસવીરો માટે આખી દુનિયામાં જાણીતી ‘પ્લેબોય’ મેગેઝીનના ફ્રન્ટ પેજ પર પોતાની તસવીરો છાપવાના નિર્ણયનો માર્લીને બચાવ કર્યો છે. તેણે ટ્વીટર પર કહ્યું કે, મહિલાઓ પોતાના શરીર સાથે જે કરવા માગે છે, કરી શકે છે અને આપણે દરેક જગ્યાએ, દરેક સમયે તેમના અધિકારીઓની રક્ષા કરવાની છે.

માર્લીને કહ્યું કે, ફ્રાન્સમાં મહિલાઓ પૂરી રીતે આઝાદ છે. તેનાથી વામપંથી અને પાખંડી લોકો ભલે નારાજ હોય. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સિસી રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોને વર્ષ 2017માં માર્લિનને ચાંસ આપ્યો હતો. જો કે, પોતાના અજીબ નિર્ણયોના કારણે તેમણે દક્ષિણપંથીઓનો વારંવાર નારાજ કર્યા છે. અહી સુધી કે ફ્રાન્સના વડપ્રધાન અને વાંમપંથી ટીકાકારોનું માનવું છે કે કેન્દ્ર સરકારના આ મંત્રીએ પોતાના નવા સ્ટંટથી મોટી ભૂલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકારના એક સહયોગીએ શનિવારે જણાવ્યું કે, ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન, જે આ પદ પર પહોંચનારા બીજા મહિલા છે. તેમણે માર્લિનને એ સ્પષ્ટ કરવા બોલાવ્યા કે તેમનું એમ કરવાનું જરાય ઉચિત નહોતું. તે પણ આ સમયે.

ગત દિવસોમાં ફ્રાંસ સરકારે રિટાયરમેન્ટની ઉંમર વધારવાનો નિર્ણય લીધો છે. આ બાબતને લઈને સરકાર વિરુદ્ધ ફ્રાન્સમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે. વડાપ્રધાન એલિઝાબેથનું માનવું છે કે, આ ફોટોશૂટથી જનતા સામે તેમની સરકાર વિરુદ્ધ નેગેટિવ મેસેજ જશે. વડાપ્રધાન એલિઝાબેથે કહ્યું કે, આ સમયે સરકાર વિરુદ્ધ જનતા આક્રમક મોડમાં છે. એવા સમયમાં પ્લેબોય મેગેઝીન માટે માર્લિનનો ફોટોશૂટ જયારે ઉચિત નથી. તો ફ્રાંસ પ્લેબોયના એડિટર Jean-Christophe Florentinએ મંત્રીનો પક્ષ લેતા કહ્યું કે, મહિલાઓના અધિકાર માટે લડવા અને માર્લિનના આ અભિયાનને જનતા સુધી પહોંચાડવા માટે પ્લેબોય એક શાનદાર માધ્યમ સાબિત થઈ શકે છે. એવામાં તે પ્લેબોય કવર માટે સૌથી ઉપયુક્ત મહિલા નેતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp