મહિલાએ સાવકા પિતા સાથે કર્યા લગ્ન, પહેલી કિસનો વીડિયો નાખતા લોકો ભરાયા ગુસ્સે

PC: instagram.com/christywho_

સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બંને વીડિયોમાં કિસ કરતા અને પછી મહિલા પોતાના સંબંધ બાબતે મોટો ખુલાસો કરે છે. ઘટના અમેરિકાની છે. કપલના હાલમાં જ લગ્ન થયા છે. ક્રિસ્ટી નામની મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાના પતિ સાથે પહેલી કિસનો વીડિયો પણ શેર કર્યો છે. તેણે ખુલાસો કરતા કહ્યું કે, તેનો પતિ કથિત રીતે તેનો સાવકો પિતા પણ છે. ક્રિસ્ટી 2 બાળકોની માતા છે અને ફ્લોરિડામાં રહે છે.

તેણે પોતાના વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘પોતાના સાવકા પિતા સાથે લગ્ન કરવાનો મારો અત્યાર સુધી સૌથી સારો નિર્ણય છે.’ આ વીડિયોને ટિકટોક પર શેર કરવામાં આવ્યો છે. જેને 18.8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ક્રિસ્ટીએ કેપ્શનમાં #MarryYourMomsEx હેઝટેગ લગાવ્યું છે. એ જોઇને સોશિયલ મીડિયા પર લોકો હેરાન રહી ગયા. એક યુઝરે કહ્યું કે, મને નથી લાગતું કે હું ક્યારેય એવી સ્થિતિમાં હોઇશ, જ્યાં એવું હોય અને તે ખરાબ છે.’

 
 
 
View this post on Instagram

A post shared by Christy (@christywho_)

અન્ય એક યુઝરે કહ્યું કે, ‘દુનિયામાં 7 અબજ લોકો છે, પછી કેમ? વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે. લોકોએ ક્રિસ્ટી અને તેની માતા વચ્ચેના સંબંધને જાણવાનો પ્રયાસ પણ કર્યો છે. એક યુઝરે લખ્યું કે, તે હકીકતમાં ડેડમાંથી ડેડી બની ગયો. બીજા એક યુઝરે લખ્યું કે, મારે બસ એ જાણવું છે કે તારી માતા કેવી છે. જો કે, ક્રિસ્ટીનું કહેવું છે કે, તેની માતાને આ બધાને આપત્તિ નથી. તે લગ્નના સેલિબ્રેશનમાં પણ સામેલ થઇ હતી. ક્રિસ્ટીએ લોકોને જવાબ આપતા કહ્યું કે, ‘શું હું વર છું? નહીં. શું મારા સાવકા પિતાએ મને પાળી છે? નહીં.

તેણે કહ્યું કે, જ્યારે હું તેને મળી તો શું હું સગીર હતી? નહીં. શું હું અને મારી માતા અત્યારે પણ વાતચીત કરીએ છીએ? હા. ક્રિસ્ટીએ એમ પણ કહ્યું કે, તેનો સાવકો પિતા અને માતા વચ્ચે લગ્ન દરમિયાન બાળકો ન થયા. લોકોને હેરાની એ વાતની હતી કે માતા પૂર્વ પતિ સાથે કે પોતાના સાવકા પિતા સાથે લગ્ન કરીને તેને માતા સાથે ન માત્ર છળ કર્યું છે, પરતું પોતાના આ આજીબ સંબંધને ખુલ્લેઆમ સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ક્રિસ્ટી દ્વારા શેર કરવામાં આવેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે, જેમાં તે પોતાના સાવકા પિતા કે વર્તમાન પતિ સાથે કિસ કરતી નજરે પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp