ચીનમાં શા માટે પુરુષો કરી રહ્યા છે મહિલાઓના અંડરગાર્મેન્ટ્સની જાહેરાત?

PC: thequint.com

ચીનમાં પુરુષ મોડલ્સ મહિલાઓના અંડરગાર્મેન્ટ્સની જાહેરાત કરી રહ્યા છે. તેની પાછળનું કારણ ચોંકાવનારું છે. ચીને મહિલાઓના અંડરગાર્મેન્ટ્સ વેચવા માટે મહિલા મોડલ્સને ઓનલાઇન બતાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેના કારણે ચીનની અંડરગાર્મેન્ટ્સ બનાવનારી કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેને માટે તેમણે એક અનોખી રીત શોધી કાઢી છે. પોતાના અંડરગાર્મેન્ટ્સના પ્રચાર માટે કંપનીઓએ પુરુષ મોડલોના ઉપયોગની નવી રીત અપનાવી છે.

ન્યૂયોર્ક પોસ્ટમાં જણાવ્યા અનુસાર, ચીનમાં ઓનલાઇન અશ્લીલતા ફેલાવવા વિરુદ્ધ દેશના કાયદાના કારણે અંડરગાર્મેન્ટ્સનું મોડલિંગ કરનારી મહિલાઓને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. પ્રતિબંધ અંતર્ગત, કેટલીક કંપનીઓએ મહિલાઓના અંડરગાર્મેન્ટ્સને પ્રદર્શિત કરવા માટે પુરુષ મોડલોને લેવાનું શરૂ કરી દીધુ છે.

TikTok ના ચીનના સંસ્કરણ ડૉયિન પર વાયરલ થયેલા વીડિયોમાં પુરુષ મોડલોને વિવિધ પ્રકારના અંડરગાર્મેન્ટ્સ સ્ટાઇલ પહેરેલા દર્શાવવામાં આવ્યા છે. આ ક્લિપને હજારો લાઇક્સ અને કમેન્ટ્સ પણ મળી ચુક્યા છે અને લોકો આ અનોખા બિઝનેસ આઇડિયા પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, જો આ એક મહિલા મોડલ છે તો લાઇવ સ્ટ્રીમને દર મિનિટમાં પ્રતિબંધિત કરી દેવામાં આવશે. એવુ નથી કે આવુ પહેલા નથી થયુ, આ હજુ પણ મહિલાઓના એક સમૂહને નોકરીના અવસરોથી વંચિત કરી રહ્યું છે. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું, છોકરાએ તેને છોકરી કરતા વધુ સારી રીતે પહેર્યું છે.

ચીનમાં થયેલા કોર સાઇટ રિસર્ચ સર્વે અનુસાર, આશરે 75 ટકા લોકોએ ઓનલાઇન જાહેરાત જોઈને સામાન ખરીદ્યો છે. એક ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર, ચીનના લોકો ઘણી વાર લાઇવ સ્ટ્રીમ શોપિંગ કરે છે. તેના દ્વારા તેમને ભારે ડિસ્કાઉન્ટ મળે છે. તેના કારણે તેમને એવુ નથી લાગતું કે તેઓ ઓફ ફેશન વસ્તુઓ ખરીદી રહ્યા છે.

નવા પ્રતિબંધ બાદ ફીમેલ અંડરગાર્મેન્ટ્સની જાહેરાતમાં મહિલાઓના સ્થાને પુરુષોને દર્શાવાયા બાદ આ નિયમ મહિલાઓની નોકરી છીનવી રહ્યો છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તે અંગે અંડરગાર્મેન્ટ્સ વેચતા એક ઉદ્યોગપતિએ કહ્યું કે, તેમને આ હંગામા પાછળનું કારણ સમજાઈ નથી રહ્યું.

અંડર ગાર્મેન્ટ્સ માટે પુરુષોની પસંદગી પર મહિલાઓની નોકરી છીનવાઈ જવાની વાત પર તેમણે કહ્યું કે, પર્સનલી મારી પાસે કોઈ બીજો ઉપાય નથી. અમારી ફીમલ કલીગ્સ જ્યારે અંડર ગાર્મેન્ટ્સ માટે મોડલિંગ નથી કરી શકતી તો અમે તેના માટે પોતાના મેલ કલીગ્સની પસંદગી કરી. અમારા લાઇવ સ્ટ્રીમને ડાયરેક્ટ કરવામાં ઘણી મહિલાઓ પણ સામેલ છે, તો શું તેઓ પણ પુરુષોની નોકરી છીનવી રહી છે? આ પ્રતિબંધને જોતા ઘણી અન્ય કંપનીઓએ પણ પુરુષ મોડલ્સને હાયર કરવાનું શરૂ કરી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp