
જાપાનમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં પહેલીવાર એ વાતની શોધ કરવામાં આવી છે કે, કઈ રીતે સેક્સમાં રસ એ નિર્ધારિત કરે છે કે એક પુરુષ કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, સેક્સમાં રુચિ ન ધરાવતા આધેડ ઉંમર અને ઉંમરલાયક પુરુષ યૌન સંબંધ બનાવનારા પુરુષોની સરખામણીમાં જલ્દી મૃત્યુ પામે છે. નિષ્કર્ષ યામાગાટા યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા નવ વર્ષના અધ્યયનનું પરિણામ છે. શોધકર્તાઓ દ્વારા આશરે 21000 પ્રતિભાગિઓ, બંને પુરુષો અને મહિલાઓના ચિકિત્સા ઇતિહાસ અને તણાવના સ્તરનું અધ્યયન કરવામાં આવ્યું. અધ્યયનમાં સામેલ તમામ લોકો 40 વર્ષ અથવા તેના કરતા વધુ ઉંમરના હતા.
ડૉ. કાઓરી સકુરાડાએ અધ્યયનનું નેતૃત્વ કર્યું હતું, જે આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સેક્સમાં રસ ધરાવતા પુરુષોની સામાન્ય પુરુષોની સરખામણીમાં ઉંમર વધુ લાંબી હોય છે અને તેઓ વધુ સમય સુધી જીવિત રહે છે. અધ્યયનમાં 8500 કરતા વધુ પુરુષોએ ભાગ લીધો હતો, જેમાંથી 8.3 ટકાનો વિપરીત લિંગમાં કોઈ રસ નહોતો. ભાગ લેનારી આશરે 12400 મહિલાઓમાંથી 16.1 ટકાએ કહ્યું કે, તેમને વિપરિત લિંગમાં કોઈ રસ નથી. વિશેષ રૂપથી, અનુસંધાન દરમિયાન કુલ 356 પુરુષો અને 147 મહિલાઓનું મૃત્યુ થયું.
અધ્યયનમાં એ વાત પણ જાણવા મળી છે કે, 9.6 ટકા પુરુષો, જેમણે વિપરિત લિંગમાં કોઈ રસ નહોતો દાખવ્યો, તેમનું નવ વર્ષોમાં મોત થઈ ગયુ. જ્યારે, 5.6 ટકા લોકો, જેમણે કહ્યું હતું કે, તેઓ હજુ પણ મહિલાઓમાં રસ ધરાવે છે, તેમનું એ જ અવધિ દરમિયાન મોત થઈ ગયુ.
યુએસ ઓનલાઇન દ્વારા પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, યૌન રુચિ ધરાવતા પ્રતિભાગિઓની સરખામણીમાં, જે લોકો યૌન રુચિ ધરાવતા ન હતા તેઓ સ્મોકિંગ કરતા હતા, ભૂતકાળમાં દારૂ પીતા હતા, મનોવૈજ્ઞાનિક રૂપથી વ્યથિત હતા, અપેક્ષાકૃત ઓછાં હસતા હતા અને ઓછાં શૈક્ષિક યોગ્યતા ધરાવતા હતા. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું છે કે, ઉંમર, સ્વાસ્થ્ય, વૈવાહિક સ્થિતિ, હસવાની આદત, તણાવના સ્તર જેવા કારકોની સાથે જ એ પુરુષોમાં મૃત્યુ દર ઘણો વધુ હતો, જે યૌનમાં ઓછો રસ ધરાવતા હતા અથવા રુચિ ધરાવતા જ ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp