કોરોનામાં મળેલી મદદથી મહિલાએ કરી લીધા જલ્સા, હવે જેલ જવાનો વારો
અમેરિકાના મિયામીમાં એક રિયલ એસ્ટેટ બ્રૉકરને કોર્ટે સાડા ત્રણ વર્ષ (3 વર્ષ અને 6 મહિના)ની જેલની સજા સંભળાવી છે. કોરોના ફંડ માટે મળેલી રકમનો ઉપયોગ બ્રોકરે પોતાના માટે લક્ઝરી અપાર્ટમેન્ટ રેન્ટ પર ખરીદવા, મોંઘા શોખ પૂરા કર્યા. જો કે, કોર્ટમાં પોતાનું માફીનામું લખતા આ મહિલાએ એમ પણ કહ્યું કે, તે આ પ્રકારનું ફ્રોડ કર્યા બાદ માનસિક તણાવમાં છે અને તેની અંદર ઊંડો અપરાધ ભાવ છે. જજે પણ સજા સંભળાવવા અગાઉ પોતાના નિર્ણયમાં કહ્યું કે, ગુના માટે આરોપીની અંદર શરમ છે અને એ પ્રશંસાની વાત છે.
કોલંબિયા મૂળની ડેનિયલ રેન્ડલ 31 વર્ષની છે અને 3 બાળકોની માતા છે. કોરોના મહામારી દરમિયાન અમેરિકામાં સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓ તરફથી રાહત કાર્યક્રમ ચલાવવામાં આવ્યા હતા. તેમાં લોકોને સસ્તા દરો પર લોન આપવાની સુવિધા પણ સામેલ હતી. રેન્ડલે એ જ લોન કાર્યક્રમોમાંથી ગોબાચારી કરીને એક મોંઘો અપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો. એ સિવાય તેણે મોંઘા બૂટ ખરીદ્યા અને કોસ્મેટિક સર્જરી પણ કરાવી. એટલું જ નહીં પોતાની લક્ઝરી લાઈફસ્ટાઇલનો શોટ ઓફ પણ ઇન્સ્ટાગ્રામ પણ ખૂબ કર્યો.
જો કે, 30 પાનાંના પોતાની ગુના સ્વીકૃતિ નોટમાં તેને માન્યું કે, તેની અંદર લાલચ આવી ગઈ હતી અને તેને એમ લાગ્યું કે આસપાસના બધા લોકો એમ કરી રહ્યા છે અને તેમાં કોઈને નુકસાન પણ નથી પહોંચી રહ્યું. કોર્ટે સજામાં નરમી દેખાડી છે અને જેલની સજાને 6 મહિના ઓછી કરી દીધી. એ સિવાય છેતરપિંડીના 6 વધુ કેસ છે. મની લોન્ડ્રિંગના 2 અને ગંભીર ઓળખની ચોરીનો એક કેસ હટાવી દેવામાં આવ્યો છે. રેન્ડલે એમ પણ માન્યું કે, તેને અનુભવ થયો કે તેણે કોઈ ગુમનામ અમેરિકન સંસ્થાઓ સાથે છેતરપિંડી નથી કરી, પરંતુ પોતાના મિત્રો, પાડોશીઓ સાથે અન્યાય કર્યો છે જે આ કાર્યક્રમોમાં બીજાઓની મદદ કરવા માટે સહયોગ કરે છે.
મહિલા માટે 20 વર્ષની સજાની માગ કરવામાં આવી હતી. અમેરિકામાં ફેડરલ ફંડના દુરુપયોગને લઈને નિયમ ખૂબ સખત છે, પરંતુ કોર્ટે બચાવ પક્ષની દલીલોને સ્વીકાર કરતા વાયર ફ્રોડ અને મની લોન્ડ્રિંગ જેવા આરોપ હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં મોટા પ્રમાણ પર આર્થિક અને સામાજિક જીવનને પ્રભાવિત કર્યું હતું. આ મહામારીનો સામનો કરવામાં અમેરિકાની સ્વાસ્થ્ય વ્યવસ્થા પૂરી રીતે નિષ્ફળ નજરે પડી અને એ દરમિયાન સરકારો અને દેશના મોટા ઉદ્યોગપતિઓ તરફથી ઘણા રાહત પેકેજ ચલાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp