બજારથી લાવી હતી પાલકની ભાજી, પેકેટ ખોલતા જ નીકળી ચીસ, બોલી- જો તે રંધાઈ જાત તો..

PC: youtube.com

લોકો સમય બચાવવા માટે અત્યારે ઘણી બધી વસ્તુઓ ઓનલાઇન ખરીદી કરે છે, કેટલીક વખત એવી ઘટનાઓ પણ બની જાય છે કે, જે વસ્તુ મંગાવી હોય છે તેનાથી વિરુદ્ધ નીકળતી હોય છે, અથવા તો ઓનલાઇન ખરીદીના ચક્કરમાં ફ્રોડ પણ થઈ જાય છે અને મંગાવેલી વસ્તુની જગ્યાએ અન્ય વસ્તુ પહોંચી જાય છે. તો કેટલીક વખત બજારમાંથી લાવવામાં આવેલા પેક્ડ ફૂડ અને કોઈ સામાન ખરીદવા પર ન ઈચ્છેલી વસ્તુ નીકળી જાય છે. જેમ કે દાળમાં કાંકરા, સડેલા ફળ, ગરોડી કે અન્ય જીવ વગેરે, પરંતુ હાલમાં જ એક મહિલાએ દુકાનથી સીલ પેક્ડ પાલકની ભાજી ખરીદી હતી.

તેની અંદરથી એક એવી વસ્તુ મળી જેને જોઈને તેના હોશ ઊડી ગયા. આ ઘટના મિશિગનની છે. અહીની એમ્બર વોરિકે બજારથી ઓર્ગેનિક પાલક ખરીદી અને ઘર લઈ આવી. અહી કહ્યું કે, જ્યારે મારી દીકરીએ ઘરમાં રાખેલી પાલકની ભાજી જોઈ તો પાલકના સીલ પેકની અંદર પાલક સાથે એક જીવતો દેડકો નીકળ્યો. વોરિકે કહ્યું કે, સારું છે કે આ દેડકો ભોજન બનાવ્યા અગાઉ અમે જોઈ લીધો. હું દેડકો ખાવા માગતી નહોતી. વોરિક પેકેટને લઈને ગુસ્સામાં સ્ટોર પહોંચી અને સ્ટોર માફી માગીને પૈસા પાછા આપી દીધા.

સ્ટોરે કહ્યું કે, અમે દેડકો બહાર છોડી દીધો છે. આ પ્રોડક્ટ ખેતરોમાંથી અમારા સ્ટોર્મ મોકલે છે અને આ પ્રકારની ભૂલ ત્યાંથી જ થઈ છે. તો અર્થબાઉન્ડ ફાર્મની મૂળ કંપની ટેલર ફાર્મ્સે કહ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે અમે ખેદ વ્યક્ત કરવા માટે પોતાના ગ્રાહક સાથે સીધા સંપર્કમાં છે. ખાદ્ય સુરક્ષા અને ઉપભોક્તા અનુભવ અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતાઓ છે અને અમે જોઈ રહ્યા છીએ કે આ કેવી રીતે થયું અને ભવિષ્યમાં તેને કેવી રીતે રોકી શકાય છે.

મેમાં એવી જ એક ઘટના સામે આવી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર એક જાપાની વ્યક્તિએ પોતાની સાથે થયેલી ખરાબ હરકત શેર કરી હતી. આ વ્યક્તિના સૂપમાંથી તેને એક જીવતો દેડકો મળ્યો હતો. વ્યક્તિને આ દેડકો સૂપમાં તરતો મળ્યો હતો. જ્યાં સુધી તેનું ધ્યાન દેડકા પર જાય ત્યાં સુધી તેણે અડધું સૂપ સમાપ્ત કરી લીધું હતું. તેણે રેસ્ટોરાંથી પોતાના માટે ઉદો (UDON) ઓર્ડર કર્યો હતો. પછી તેની સામે જે આવ્યું તેનાથી તેની આંખો પહોળી થઈ થઈ ગઈ. આ એક ખાસ પ્રકારની જાપાની ડીશ છે. તેમાં ઘઉંના લોટથી નૂડલ્સ બનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp