યુવકે લોટરીમાં કરોડોની લમ્બર્ગીની જીતી, પછી જે થયું તે જાણી થશે અફસોસ

PC: funtasticko.net

લક્ઝરી સ્પોર્ટ્સ કારનું સપનું લગભગ દરેક વ્યક્તિ જુએ છે અને જો આ સપનું માત્ર લોટરી લાગવાને કારણે પૂરું થાય તો શું કહેવું. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સ્કોટલેન્ડના ફાલ્કિર્કના 24 વર્ષના એક યુવક સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. ગ્રાન્ટ બર્નેટ નામની આ વ્યક્તિએ તાજેતરમાં એક ક્લિક સ્પર્ધા દરમિયાન લોટરીમાં કરોડોની કિંમતની લક્ઝરી Lamborghini Huracan સ્પોર્ટ્સ કાર જીતી હતી. પરંતુ આ કાર જીત્યાના થોડા જ અઠવાડિયા પછી જે થયું તે કોઈપણ કાર પ્રેમીનું દિલ તોડી નાખશે.

સ્કોટલેન્ડના રહેવાસી ગ્રાન્ટ બર્નેટે લોટરીની ટિકિટ ખરીદવા માટે માત્ર 99P (પેન્સ) ખર્ચ્યા હતા, પરંતુ બર્નેટ આ કાર ચલાવવાનો સંપૂર્ણ આનંદ પણ લઈ શક્યો ન હતો, તાજેતરમાં તેની કારનો અકસ્માત થયો હતો અને તેની કાર ખરાબ રીતે ક્રેશ થઇ ગઇ હતી કંપનીની પ્રથમ સુપરકાર રેફલ હતી, અને તેણે દેશમાં કાર ઉત્સાહીઓમાં ઘણું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ગ્લોબલ મીડિયાના એક રિપોર્ટ મુજબ, બર્નેટને લોટરી જીત્યા પછી બે વિકલ્પ મળ્યા હતા. એક તો તે Huracan LP ર્સ્પોટ કાર લઇ શકે અથવા જો કાર ન જોઇતી હોય તો તેને 1 લાખ પાઉન્ડ ( અંદાજે 9,995, 371 રૂપિયા) મળી શકે. આ બેમાંથી એકની પસંદગી કરવાની બર્નેટ પાસે તક હતી. તેણે પહેલો વિકલ્પ પસંદ કર્યો અને ઘરે Lamborghini Huracan લઇને આવી ગયો.

લોટરી જીત્યાના થોડા દિવસો પછી સોશિયલ મીડિયા પર સમાચાર સામે આવ્યા હતા કે, બર્નેટની કાર અકસ્માતમાં ક્રેશ થઇ ગઇ છે, કારણકે  તે 150 કિ.મીની સ્પીડ પર કાર ચલાવતો હતો. જો કે એ પછી બર્નેટે સોશિયલ મીડિયા પર પોષ્ટ મુકીને લખ્યું કે, એવું કશું નહોતું થયું, તેની કારને અકસ્માત નડ્યો હતો ખરો, પરંતુ એક ગાયે ટકકર મારવાને કારણે અકસ્માત થયો હતો. બર્નેટે લખ્યું કે તેની કારને એક ગાયએ ટક્કર મારી અને કાર આખી ફંગોળાઇ ગઇ હતી અને  અન્ય કારો સાથે ભટકાઇ ગઇ હતી.

ગ્રાન્ટ બર્નેટના કહેવા મુજબ આ ઘટનામાં પોતે સુરક્ષિત રહી શક્યો હતો, કારને જબરદસ્ત નુકશાન થયું , પરંતુ પોતાને કશું થયું નહોતું. જો કે કરોડો રૂપિયાની આવી લકઝરી કાર સાથે આવું થાય તો કોઇનું પણ દીલ તુટી જાય એ સ્વાભાવિક વાત છે.

Lamborghini Huracan કારની વાત કરીએ તો,કંપનીએ આ કારમાં 5 લીટરની ક્ષમતા સાથે 10-સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 602 Bhpનો મજબૂત પાવર અને 560 Nmનો ટોર્ક જનરેટ કરે છે. 7 ગિયરવાળી આ સ્પોર્ટ્સ કાર 325 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. જો કે, આ કાર હવે બંધ કરી દેવામાં આવી છે, પરંતુ છેલ્લી રેકોર્ડ કિંમત લગભગ 3.63 કરોડ રૂપિયા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp