26th January selfie contest

PM નેતન્યાહૂ વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર, ઇઝરાયલના ઇતિહાસનું સૌથી મોટું પ્રદર્શન

PC: bbc.com

ઇઝરાયલમાં શનિવારે રાત્રે એક લાખથી વધારે લોકો તેલ અવીવમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇઝરાયલના ઇતિહાસમાં આ સૌથી મોટું પ્રદર્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેલ અવીવ ઉપરાંત યરુશલમ, બેર્શેબા, હર્જલિયા સહિત દેશભરના અનેક શહેરોમાં હજોરો લોકોએ રસ્તા પર ઉતરીને રેલી કાઢી હતી.

ઈઝરાયેલમાં એક લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેનું કારણ એવું છે કે આ લોકો નેતન્યાહુની સરકારની ન્યાયિક પ્રણાલી બદલવાની યોજના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે ન્યાયતંત્રમાં ફેરફાર કરવાની યોજનાથી દેશના મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો જોખમમાં મુકાયા છે. આરોપ છે કે સરકારના આ નિર્ણયથી કોર્ટની સત્તામાં ઘટાડો થશે.

ગયા અઠવાડિયે પણ તેલ અવીવમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા. ઇઝરાયલ મીડિયાના અહેવાલ મુજબ, એ પ્રદર્શનમાં 80 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનોને કારણે પ્રદર્શનકારીઓએ મધ્ય તેલ અવીવમાં ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા હતા તેમને હટાવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રદર્શન કરનારા લોકોનું કહેવું છે કે કાયદામંત્રી યારિવ લેવિન દ્રારા લાવવામાં આવેલી દરખાસ્તને કારણે હાઇકોર્ટની ન્યાયિક સમીક્ષા શક્તિઓ પર અસર પડશે અને ન્યાયાધીશની નિમણુંક પર રાજકીય નિયંત્રણ રહેશે, જેને કારણે વ્યાય પાલિકાને કમજોર બનાવી શકાય છે.

ઇઝરાયેલના લેખક ડેવિડ ગ્રોસમેને ભીડને સંબોધતા કહ્યું કે,ઇઝરાયલની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે વિશ્વમાં એક એવી જગ્યા હોય જ્યાં યહૂદી લોકો ઘર જેવી અનુભૂતિ કરી શકે. પરંતુ જો આટલા બધા ઇઝરાયલીઓ પોતાની ભૂમિમાં અજાણ્યા જેવો અનુભવે કરે છે, તો તે સ્પષ્ટ છે કે કંઈક ખોટું થઇ રહ્યું છે. તેમણે કહ્યુ કે હવે અંધકારનો સમય છે. હવે ઉભા થઇને ચિલ્લાવાનો સમય છે કે આ જમીન પર અમારી આત્મા વસે છે.લેખકે કહ્યુ કે આજે જે કઇ પણ થાય છે, એ નિર્ધારિત કરશે કે આપણે કોણ છીએ અને આપણા બાળકો શું બનશે. કારણકે જો ઇઝરાયલ હવે બદલાશે તો જે આશાથી તેને બનાવવામાં આવ્યું, ભગવાન ન કરે પછી ઇઝરાયલ ચોક્કસ રીતે ખતમ થઇ જશે.

અહેવાલમાં જણાવ્યું મુજબ પૂર્વ રક્ષા મંત્રી વિરોધ કરી રહેલા પ્રમુખ નેતામોશેએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂની સરકારને ગુનેગારોની તાનાશાહી તરીકે લેખાવી હતી. તેમણે કહ્યુ કે, એક રાજ્ય જેમાં પ્રધાનમંત્રી બધા ન્યાયાધીશોની નિમણુંક કરશે, જેના માટે એક નામ છે, તાનાશાહ. જે રીતે અમે સીરિયા અને ઇજિપ્તને નષ્ટ થતા રોક્યા તે જ રીતે અમે નેતન્યાહુને ઇઝરાયલનો નાશ કરતા રોકીશું. આપણે આ કરવાનું છે કારણ કે આપણે રાજ્ય અને તેના ભવિષ્યની ચિંતા કરીએ છીએ. લોકશાહી હંમેશા તાનાશાહને હરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp