જાકો રાખે સાંઇયા...,વિમાન ક્રેશ થયેલું, 40 દિવસ પછી 4 બાળકો જીવતા મળ્યા

PC: news18.com

આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે, ‘જાકો રાખે સાઇયાં માર સકે ન કોઇ’, એવી જ ગુજરાતમાં પણ કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ વાતને ચરિતાર્થ કરતી એક ઘટના સામે આવી છે. એક વિમાન દુર્ઘટનામાં 40 દિવસ પછી 4 બાળકો હેમખેમ પાછા મળી આવ્યા છે, આને લોકો કુદરતી ચમત્કાર માની રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ કોલંબિયામાં 40 દિવસ પહેલા એક વિમાન દુર્ઘટનામાં ગુમ થયેલા 4 બાળકો અમેઝોનના જંગલોમાં સુરક્ષિત અને જીવતા મળી આવ્યા છે.કોલંબિયાના રાષ્ટ્રપતિ ગસ્તાવો પેટ્રોએ શનિવારે આ માહિતી આપી છે.

ક્યૂબાથી બગોટા પાછા ફર્યા પછી કોલંબિયાના રાષ્ટ્રપતિ ગસ્તાવો પેટ્રોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, વિમાન દુર્ઘટનામાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે મોટા પાયે જંગલોમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 40 દિવસની મહેનત પછી 4 બાળકો મળી આવ્યા છે અને ખુશીની વાત એ છે કે આ ચારેય બાળકો સહીસલામત છે. અત્યારે આ બાળકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કોઇ ચમત્કારથી ઓછી ઘટના નથી.

વિદ્રાહી જૂથ નેશનલ લિબરેશન આર્મીના પ્રતિનિધિઓ સાથે સંઘર્ષ વિરામ કરાર પર હસ્તાક્ષર કરવા માટે કોલંબિયાના રાષ્ટ્રપતિ ક્યૂબા ગયા હતા.રાષ્ટ્રપતિએ કહ્યું કે, જંગલમાં આટલી વિષમ પરિસ્થિત વચ્ચે 40 દિવસો સુધી બાળકો જીવતા રહ્યા એ કોઇ ચમત્કારથી કમ નથી અને તેમની આ વાત ઇતિહાસના પાનાઓ પર અંક્તિ થશે.

આ  ચારેય બાળકો સેસનાના એ સિંગલ એન્જિનવાળા વિમાનમાં સામેલ હતા,જે 1મેના દિવસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 6 લોકો સવાર હતા. એન્જિનમાં ખામી ઉભી થવાને કારણે વિમાન ક્રેશ થઇ ગયું હતું અને 2 લોકોના મોત થયા હતા, પરંતુ 4 બાળકોનો કોઇ પત્તો લાગ્યો નહોતો. આ ઘટના પથી વિમાનનો રડાર સાથે સંપર્ક તુટી ગયો હતો. સરકારે આ 4 બાળકોને શોધવા માટે મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સેનાના જવાનો જંગલો ખુંદી વળ્યા હતા, ત્યારે 4 બાળકો 40 દિવસ પછી મળી આવતા જવાનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

તમે વિચારો કે જંગલમાં 40  દિવસો આ માસૂમ બાળકોએ કેવી રીતે વિતાવ્યા હશે? ન પાણી મળે કે ન ઘરનું ખાવાનું, પરંતુ ખરેખર આ ચમત્કારની વાત છે કે બાળકો જીવતા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp