41 વર્ષીય બેરોજગાર દીકરાએ માતા-પિતા પર ઠોક્યો કેસ, કહ્યું-મને આજીવન આપે વળતર

On

તમે બેરોજગાર હો અને તમને કોઈ કામ ન મળતું હોય તો તમે શું કરશો? તમે રોજગાર મેળવવા માટે વધુ મહેનત કરશો અથવા તો કોઈક નવો રસ્તો શોધીને પોતાની આવક મેળવવા પ્રયત્ન કરશો, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બેરોજગારે માતા-પિતા સામે જ કેસ કર્યો હોય અને વળતર માંગ્યું હોય? એવી જ કંઈક એક ઘટના સામે આવી છે, જ્યાં એક શખ્સે પોતાના માતા-પિતા પર કેસ કરીને આજીવન મેન્ટેનેન્સ ખર્ચ આપવાની અજીબોગરીબ માંગણી કરી નાખી.

આ 41 વર્ષીય એક શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી બેરોજગાર છે અને હવે તેણે પોતાના માતા-પિતા પર જ કેસ ઠોકી દીધો છે. ઓક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કાયદાકીય અભ્યાસ કર્યા છતાં આ વ્યક્તિ છેલ્લા એક દશકથી બેરોજગાર છે, ફૈઝ સીદ્દિકી નામના આ શખ્સનું કહેવું છે કે તે પોતાના માતા-પિતા પર નિર્ભર છે. ફૈઝ સીદ્દિકી ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ડિગ્રી મેળવી ચૂક્યો છે અને વકીલની તાલીમ પણ લઇ ચૂક્યો છે. એ છતાં તેણે પોતાના પરિવાર પર કેસ ઠોક્યો છે અને માંગણી કરી છે કે તેના માતા-પિતા તેને આજીવન આર્થિક રૂપે મદદ કરતાં રહે.

તમને જણાવી દઈએ કે માતા-પિતા દુબઈમાં રહે છે. તેમનો લંડનમાં એક ફ્લેટ પણ છે. આ ફ્લેટમાં છેલ્લા 20 વર્ષથી ફૈઝ સીદ્દિકી ભાડું આપ્યા વિના રહેતો હતો. લંડનના હાયડી પાર્કમાં સ્થિત આ ફ્લેટની કિંમત 1 મિલિયન પાઉન્ડથી પણ વધારે છે. ફૈઝની માતા રક્ષંદા 69 વર્ષીય છે. તે હાલમાં આ શખ્સને દર અઠવાડિયે 400 પાઉન્ડ એટલે કે 40 હજાર રૂપિયા પહોંચાડે છે. એક મહિનામાં લગભગ એક લાખ રૂપિયાની રકમ ફૈઝને આપે છે. એ સિવાય તેઓ ફૈઝના બિલો પણ ચૂકવે છે. જોકે ફૈઝ અને તેના માતા-પિતા વચ્ચેના ઝઘડા બાદ તેઓ હવે ફૈઝને સપોર્ટ કરવા માંગતા નથી.

ફૈઝનું કહેવું છે કે તે આર્થિક સપોર્ટનો હકદાર છે કેમ કે બાળપણથી ખરાબ સ્વાસ્થયના કારણે તેના કરિયર અને લાઈફને ખૂબ નુકસાન પહોંચ્યું છે અને જો તેમના માતા-પિતા તેને સપોર્ટ નહીં કરે તો તેના માનવાધિકારોનું ઉલ્લંઘન થશે. રક્ષંદા અને જાવેદના વકીલ જસ્ટિન વારશૉએ કહ્યું હતું કે ફૈઝના માતા-પિતા છેલ્લાં ઘણા વર્ષોથી પોતાના પુત્રની ડિમાન્ડ ઝેલી રહ્યા છે, પરંતુ હવે તેઓ એમ કરવા માંગતા નથી. આ પહેલા વર્ષ 2018મા ફૈઝે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પર પણ કેસ કર્યો હતો અને 1 મિલિયન પાઉન્ડની માંગણી કરી હતી. તેનો દાવો હતો કે ઓક્સફોર્ડમાં અભ્યાસનું સ્તર સારું નહોતું, જેના કારણે તે એક ટોપ અમેરિકી લૉ કૉલેજમાં એડમિશન લેતા ચૂકી ગયો હતો. જોકે ફૈઝના આ કેસને કોર્ટે રિજેક્ટ કરી દીધો હતો.

Related Posts

Top News

આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

ગુજરાતના લોકોના મોંમા પાણી આવી જાય તેવા એક સમાચાર સામે આવ્યા છે. દેશના એક રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ...
National 
આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

#gujarat #surat #Police #gujaratpolice #gujaratinews #livenews Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram...
Gujarat 
સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

લાર્સન અને ટુબ્રોના ચેરમેને કંપનીની મહિલા કર્મચારીઓ માટે કરી જાહેરાત, મળશે આ ખાસ રજા

L&Tના ચેરમેન SN સુબ્રમણ્યમે જાહેરાત કરી છે કે, L&T ગ્રુપની મહિલા કર્મચારીઓને હવે પીરિયડ્સ દરમિયાન એક દિવસની રજા...
Business 
લાર્સન અને ટુબ્રોના ચેરમેને કંપનીની મહિલા કર્મચારીઓ માટે કરી જાહેરાત, મળશે આ ખાસ રજા

આજે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ...
National 
આજે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.