‘પૈસા જ બધું નથી હોતું’, ખરા માતા પિતા પાસે જવા માટે અમીર માતા પિતા છોડ્યા

PC: aajtak.in

બાળપણમાં કિડનેપ થયેલો એક વ્યક્તિ 27 વર્ષની ઉંમરમાં પોતાના જૈવિક માતા પાસે આવી ગયો છે. એક અબજોપતિ માતા પિતાએ તેનું એડોપ્શન કર્યું હતું. પણ યુવકનું કહેવું છે કે, પૈસા જ દરેક વસ્તું નથી હોતી. જોકે, વ્યક્તિના જૈવિક માતા પિતા પણ અમીર જ છે. યુવક 25 વર્ષ પહેલા લગભગ બે વર્ષની ઉંમરમાં કિડનેપ થઇ ગયો હતો. વ્યક્તિની ઓળખ મેઇ ઝિકિયાંગ તરીકે થઇ છે. તે ચીનનો રહેવાસી છે. ખરા પરિવાર પાસે ફર્યા બાદ મેઇએ આ વિશે પહેલી વખત ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે પૈસાથી ખુશીઓ નથી ખરીદી શકાતી.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, વર્ષ 1997માં મેઇ ત્યારે 28 મહિનાનો હતો, જ્યારે તેને ચીનના યુન્નાન પ્રાંતમાંથી કિડનેપ કરવામાં આવ્યો હતો. તે પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. જ્યારે, તેના માતા પિતાને ખબર પડી કે, તે ખોવાઇ ગયો છે ત્યારે તેના માતા પિતાએ તેની શોધ શરૂ કરી. જે બે દાયકા સુધી ચાલુ જ રહી. તેના પિતાએ કહ્યું કે, બે ગાંડા વ્યક્તિ પોતાના બાળકને શોધી રહ્યા છે. તેની તલાશ ગયા જૂન મહિનામાં પુરી થઇ, જ્યારે તેના એક મિત્રએ DNA ટેસ્ટ કરવા માટે કહ્યું. તે મિત્રનો છોકરો પણ 12 વર્ષ પહેલા ખોવાઇ ગયો હતો. મેઇ તેને એડોપ્ટ કરેલા પરિવાર સાથે રહેતો હતો.

મેઇએ કહ્યું કે, માનવ તસ્કરોએ તેને અક પરિવારને વેચી દીધો હતો. તે નાનો હતો એટલે એ પરિવારે તેને એક એક અન્ય અમીર પરિવારને વેચી સોંપી દીધો હતો. તેમણે તેની સંભાળ રાખી. મેઇનું કહેવું છે કે, તેને એડોપ્ટ કરનારા માતા પિતાના પહેલા ત્રણ બાળકો હતો. બે બાળકીઓ ઉંમરમાં નાની હતી અને એક છોકરો તેનાથી નાનો હતો. તેને હંમેશા એવું લાગતું કે, તે તેમનો સગો દિકરો નથી. મેઇનું કહેવું છે કે, સ્કૂલ પછી તેને યુનિવર્સિટિમાં ભણવા ન મોકલ્યો. તે પરિવારની જ હોસ્પિટલમાં કામ કરવા જતો હતો.

હવે જ્યારે મેઇ પોતાના ખરા પરિવાર પાસે ગયો, તો તેને ખબર પડી કે તેની એક મોટી બહેન અને બે નાના ભાઇ છે. તેઓ તેના ખોવાયા પછી પણ તેનો જન્મદિવસ ઉજવતા હતા. કેક કાપતા હતા, પણ દુખી હોવાથી ખાતા નહોતા. તેમને લાગતું હતું કે, એક દિવસ જરૂર આવશે તેથી તેના માટે એક ઘર પણ ખરીદવામાં આવ્યું. પરિવારે ક્યારેય પણ કોઇ તહેવાર ખુશીથી નથી ઉજવ્યો. હવે મેઇ પોતાના સગા પરિવારના બિઝનેસમાં તેની સાથે કામ કરે છે. તેની હોટલ સપ્લાઇ કંપની છે. તેમણે કહ્યું કે, તે બાળપણમાં ખુશ નથી રહ્યો. પોતાના ખરા માતા પિતા પાસે આવ્યા બાદ તેને પારકા જેવું નથી લાગી રહ્યું કારણ કે, તે પોતાના પ્રતિ તેના પ્રેમને જોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp