પાકિસ્તાન કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા 14 વાંદરા, એક ફરાર બચ્ચાને...

PC: india.com

પાકિસ્તાનના કરાચીમાં ગત ગુરુવારે વાંદરાઓની તસ્કરી કરતા 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કોર્ટમાં પુરાવા તરીકે 14 વાંદરાના બચ્ચા રજૂ કર્યા હતા, તેમાંથી એક ફરાર થઈ ગયું, ત્યારબાદ કોર્ટમાં અફરાતફરીનો માહોલ બની ગયો. કર્મચારીઓએ તેને ઝાડથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો. કરાચીમાં ગત ગુરુવારે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે કેરીને એક્સપોર્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવતા બોક્સમાં 14 વાંદરાના બચ્ચાઓની તસ્કરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જ્યારે વાંદરાઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તો તેમાંથી એક વાંદરાનું બચ્ચું ફરાર થઈ ગયું, ત્યારબાદ આખો દિવસ તેને પકડવાનો પ્રયાસ થતો રહ્યો. સિંધ વન્યજીવ વિભાગના ચીફ જાવેદ મહારે કહ્યું કે, વાંદરાઓને ગંભીર હાલતમાં બોક્સમાં રાખવામાં આવ્યા હતા, તેઓ મુશ્કેલીથી શ્વાસ લઈ શકતા હતા. પાકિસ્તાનમાં જંગલી પ્રાણીઓનો વેપાર કે તેમને રાખવા ગેરકાયદેસર છે, પરંતુ કાયદાની નિયમિત રૂપે નજરઅંદાજ કરી દેવામાં આવે છે અને વિદેશી પાળતું પ્રાણીઓનો એક ઉભરતો બજાર છે.

પાકિસ્તાનમાં વિદેશી પાળતું પ્રાણીઓનો એક ખૂબ મોટો બજાર છે. અહીં કસ્ટમરોને આકર્ષિત કરવા માટે મોટા ભાગે રોડ પર મનોરંજન કરનારા વાંદરાઓને પોતાની પાસે રાખે છે, જેને મદારીનો ખેલ કહેવામાં આવે છે. એ સિવાય વાંદરાઓને ચોરી કરવા માટે પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. કોર્ટે દરેક તસ્કર પર 1-1 લાખ રૂપિયા દંડ ફટકાર્યો અને વાંદરાઓને કરાંચી પ્રાણીસંગ્રહાલયને સોંપવાનો આદેશ આપ્યો. અધિકારીએ કહ્યું કે, વાંદરાઓને તેમના પ્રાકૃતિક આવાસમાં પરત મોકલવા જોઈતા હતા, જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા.

પાકિસ્તાની અખબાર ડૉનના રિપોર્ટ મુજબ, લગભગ 20 કલાકની મહેનત બાદ આખરે એ વાંદરાના બચ્ચાંને પકડવામાં આવ્યું. પાકિસ્તાનના પ્રાણીસંગ્રહાલે પોતાની ખરાબ સુવિધાઓ માટે કુખ્યાત છે અને કાર્યકર્તા તેના પર પશુ કલ્યાણની અપેક્ષા કરવાનો આરોપ લગાવે છે. વર્ષ 2020માં એક કોર્ટે દેશની રાજધાની ઇસ્લામબાદના એકમાત્ર પ્રાણીસંગ્રહાલેને તેની ખરાબ સ્થિતિના કારણે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp