માતા-પુત્ર ઘરમાં ચલાવી રહ્યા હતા વૈશ્યાલય, બોલાવવામાં આવતી સગીર છોકરીઓ

PC: nypost.com

પોલીસે વૈશ્યાલય ચલાવવાના આરોપમાં એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે. તેમણે પોતાના ઘરને જ વૈશ્યાલય બનાવી દીધું હતું. ઘટનાનો ખુલાસો એ અન્ય મહિલાએ કર્યો છે, જે વૈશ્યા તરીકે ત્યાં કામ કરી રહી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તેને માત્ર દિવસમાં ઉપયોગ કરેલ કોન્ડમના પૈસા આપવામાં આવી રહ્યા છે. આ ઘટના અમેરિકન ફ્લોરિડાની છે. જ્યારે તપાસકર્તાઓએ એક ફરિયાદ બાદ ઘટનાની શરૂઆત કરી તો માતા અને પુત્રની ધરપકડ થઇ.

તેમણે જણાવ્યું કે, 15 વર્ષની છોકરીઓનો પણ ઉપયોગ થઇ રહ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે, જાસૂસોને ખબર પડી કે 28 વર્ષીય ગ્લિન યાન જુનિગા લાટિન પોતાની 52 વર્ષીય માતા અમપારો લાટિન બારિલાસ સાથે કથિત રીતે વૈશ્યાલય ચલાવી રહ્યો છે. અમપારો દરવાજા પર બેસીને કેશ પેમેન્ટ લેતી હતી. અહીં આવનારા લોકોને 50 ડોલરના બદલે કાર્ડ આપવામાં આવતા હતા. ત્યારબાદ કોમર્શિયલ વૈશ્યાઓની પસંદગી બાદ રૂમમાં લઇ જતાં હતા.

તપાસકર્તાઓને એક વૈશ્યા મળી, તેણે જણાવ્યું કે તેને કહેવામાં આવ્યું હતું કે તેણે અઠવાડિયામાં 3 દિવસ કામ કરવું પડશે અને દરેક કસ્ટમરના બદલે 25 ડૉલર મળશે, પરંતુ કશું મળ્યું નહીં, તેને માત્ર કોન્ડમના પૈસા આપવામાં આવતા હતા. આ મહિલાએ જ જાસૂસોને જણાવ્યું કે, માતા અને પુત્ર વધુ એક વૈશ્યાલય પણ ચલાવી રહ્યા છે. પોલીસે જ્યારે બેંક ડિટેલ્સ તપાસી તો જાણકારી મળી કે તેમની પાસે કમાણીનું કોઇ બીજું મધ્યમ નથી. તેમની કમાણી વૈશ્યાલયથી થઇ રહી છે. બેંક અકાઉન્ટમાં રોજ પૈસા જમા કરાવવામાં આવી રહ્યા હતા. હવે આ માતા-પુત્રઅને વૈશ્યાવૃત્તિથી પૈસા કમાવા અને ઘરઅને વૈશ્યલય બનાવવાના આરોપનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં થોડા વર્ષો અગાઉ પૈસાની લાલચમાં સગા માતા-પિતા તેની દીકરીને બળજબરીથી દેહ વ્યાપારના ધંધામાં ધકેલતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોતાની જ સગીર વયની દીકરી ગર્ભવતી બનતા માતા-પિતાની આવી કરતૂકનો ભાંડો ફૂટ્યો હતો. અમરેલીના ચલાલા નજીક આવેલા એક ગામમાં 17 વર્ષની સગીરાએ તેના માતા-પિતા સામે જ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સગીરાએ તેના જ માતા-પિતા તેને અન્ય વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મોકલતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp