3 વર્ષના દીકરાને મારવા માટે માતાએ આપી સોપારી, કેસ જાણી ચોંકી જશો

અમેરિકામાં એક માતાએ પોતાના જ દીકરાને મારવા માટે હિટમેનને સોપારી આપી દીધી. કિસ્સો ફ્લોરિડાના માયામી શહેરનો છે. જ્યાં માતાએ પોતાના ત્રણ વર્ષના દીકરાને મારવાની કોશિશ કરી. તેના પોતાના બાળકથી પીછો છોડાવવા માગતી હતી. મહિલા હિટ-ફોર-હાયર વેબસાઈટ પર ગઈ અને એક હિટમેન સાથે ડીલ કરવાની કોશિશ કરી. ત્યાર પછી મહિલાની મોબાઈલ ફોનનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી.
મહિલાએ પહેલા જાતે જ તેના દીકરાને મારવાની કોશિશ કરી. જ્યારે એવું બની શક્યું નહીં તો તેણે સોપારી કિલરને હાયર કરવાનો ઓપ્શન સિલેક્ટ કર્યો. 18 વર્ષીય મહિલાની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી, જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, તે ઈચ્છતી હતી કે તેના દીકરાને ખૂબ જ દૂર લઈ જવામાં આવે અને જલદીમાં જલદી તેને ખતમ કરી દેવામાં આવે. માયામી પોલીસે જણાવ્યું કે મહિલા આના માટે 3 હજાર ડૉલર ચૂકવવા માટે પણ તૈયાર હતી.
વેબસાઈટ પર પોસ્ટ કર્યું કે સોપારી કિલર જોઇએ છે
મહિલાએ એક હિટ ફોર હાયર નામની વેબસાઈટ પર પોસ્ટ કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું, તે એક સોપારી કિલરની શોધમાં છે. તેણે પોતાના દીકરાની તસવીર પણ પોસ્ટ કરી. પ્લાન પણ જણાવ્યો. તેનો દીકરો દાદી સાથે રહે છે. મહિલાએ દીકરાની તસવીર, સરનામુ અને દાદીનો ફોન નંબર આપ્યો. વેબસાઈટ ચલાવનારા એક વ્યક્તિએ ત્યાર પછી પોલીસને આ વિશે જાણ કરી અને મહિલાના આઈપી એડ્રેસને ટ્રેક કર્યો.
આપી આ સજા
મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસે બાળકની દાદી સાથે વાત કરી તો જાણ થઇ કે, મહિલા બે મહિના પહેલા ઘર છોડીને જતી રહી હતી. તે બાળકને નફરત કરે છે. આ મહિલાની ધરપકડ મંગળવારે બાળકના પિતાના ઘરેથી કરી લેવામાં આવી. તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો છે. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે તેને કોઈપણ રીતની માનસિક બીમારી નથી. મહિલા પર કોર્ટે 15000 ડૉલરનો દંડ ફટકાર્યો અને ગુરુવારે તેને છોડી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp