12 બાળકોની માતા ત્રીજી વાર લગ્ન કરવા 10 બાળકોના પિતાની શોધમાં, આ આપ્યું કારણ

વધતી જતી વસ્તીને રોકવા માટે સમગ્ર વિશ્વમાં 'નાનો પરિવાર- સુખી પરિવાર' જેવા સૂત્રો આપવામાં આવી રહ્યા છે. વળી, મોંઘવારીને કારણે ઘણા લોકો પોતે પણ બેથી વધુ બાળકો ઈચ્છતા નથી. પરંતુ ન્યૂયોર્કની એક મહિલા ઘરમાં બાળકોની સંખ્યાથી સંતુષ્ટ ન હોવાનું જણાય છે. 12 બાળકોની સિંગલ માતા માટે એક ડઝન બાળકો પણ ઓછા જ લાગે છે.

વેરોનિકાએ સ્વીકાર્યું કે, તે 22 બાળકોની માતા સુ રેડફોર્ડ જેવી બનવા માંગે છે. વેરોનિકા મેરિટને 14 વર્ષની ઉંમરે તેનું પહેલું બાળક થયું અને તેણે સ્વીકાર્યું કે, તે તેની પ્રથમ ગર્ભાવસ્થા પછી વારંવાર માતા બની હતી. 37 વર્ષની વેરોનિકા 2021માં તેના બીજા પતિથી અલગ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે હવે તે એવા પુરુષ સાથે લગ્ન કરવા માંગે છે, જેને પહેલાથી જ ઓછામાં ઓછા 10 બાળકો હોય, જેથી તેના બાળકોની સંખ્યા 22 થઈ જાય.

મીડિયા સૂત્રો સાથે ખાસ વાત કરતાં, 12 બાળકોની માતા વેરોનિકા કહે છે, 'મને હજુ વધુ બાળકો જોઈએ છે, તેથી હું ફરીથી પતિની શોધ કરીશ, પણ મને એવો પતિ જોઈએ છે જેમને પહેલાથી બાળકો હોય', 'જો મને કોઈ એવો માણસ મળી જાય કે જેના પોતાના દસ બાળકો હોય અને અમે અમારું પોતાનું મોટું કુટુંબ બનાવી શકીએ તો તે એકદમ પરફેક્ટ હશે. પ્રામાણિકપણે કહું તો, હું એકદમ રોમાંચિત થઇ જઈશ.'

હકીકતમાં, વેરોનિકાને આશા છે કે, તે બ્રિટનનો સૌથી મોટો પરિવાર બનાવી શકશે. વેરોનિકા કહે છે, 'મને મારા કુટુંબમાં વધારો કરવો ગમે છે, તેથી મારે ગમે તેટલી સંખ્યામાં બાળકો પેદા હોય તો મને કોઈ વાંધો નથી.' 'હું હકીકતમાં 22 બાળકોવાળા સૂ રૈડફોર્ડને જેવો પરિવાર છે તેનાથી મને ઈર્ષ્યા થાય છે.'

તે કહે છે, 'હું ચોક્કસપણે હજુ પણ ઓછામાં ઓછા છ બાળકો પેદા કરવા મંગુ છું.' તે કહે છે, 'પરંતુ જો તેનાથી પણ હજુ વધારે મળી જાય તો વધુ સારું.' જો હું એક વખતમાં 11 બાળકોની સાથે ગર્ભવતી થઈ શકું છું અને જાણું કે તેઓ બધા સારી રીતે જીવશે, તો મારા શરીરનું શું થશે તેની મને પરવા નથી. એક ડૉક્ટરે મને મજાકમાં કહ્યું કે, 'હું બાળકો પેદા કરવા માટે જ બની છું અને મને લાગે છે કે મેં તેને ગંભીરતાથી લઇ લીધું છે.' વેરોનિકા ભલે તેના નવા પતિની શોધમાં હોય, પરંતુ તે કહે છે કે તે કોઈની સાથે સમાધાન કરશે નહીં.

વેરોનિકા કહે છે, 'હું એવા કેટલાક એવા લોકો સાથે હતી જે મને ખુશ ન રાખી શક્યા અને અમારું લગ્નજીવન ઘણું દુઃખથી ભરેલું હતું. તેથી હવે હું સમજી વિચારીને મારા જીવનસાથીને પસંદ કરીશ.' તે કહે છે, 'જ્યારે મારું 7મું બાળક હતું ત્યારે હું મારી નળીઓ બંધાવવા જઈ રહી હતી, પરંતુ જ્યારે સર્જને મને આ વિશે વાત કરી ત્યારે મને લાગ્યું કે, 'શું દસમાં નંબર પર પહોંચવું સારું નહીં લાગે?'

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.