17 બાળકોની માને નથી બર્થ કંટ્રોલ પર વિશ્વાસ, આ જ રીતે આપતી રહેશે બાળકોને જન્મ

PC: theepochtimes.com

આ મહિલાનું કહેવુ છે કે, તેને બર્થ કંટ્રોલ પર જરા પણ વિશ્વાસ નથી કરતી અને તે અત્યારસુધીમાં 17 બાળકોની માતા બની ચુકી છે. 40 વર્ષીય પૈટી હર્નાંદેજ બિઝનેસ વુમન છે. તે અમેરિકાના ઉત્તરી કેરોલીનામાં રહે છે. તેનો 39 વર્ષીય પતિ કાર્લોસ તેનો બિઝનેસ પાર્ટનર પણ છે. પૈટીએ જણાવ્યું કે, તે બર્થ કંટ્રોલમાં વિશ્વાસ શા માટે નથી કરતી અને આગળ પણ હજુ વધુ બાળકોને શા માટે જન્મ આપવા માંગે છે. ધ સનના રિપોર્ટ અનુસાર, પૈટીનું કહેવુ છે કે તેની છેલ્લી પ્રેગ્નેન્સી વખતે લોકોએ તેને ઘણી વાતો સંભળાવી હતી. કારણ કે, આ તેનું બીજું નહીં પરંતુ 17મું બાળક હતું, તેણે જણાવ્યું કે, પોતાના બે ભાઈ બહેનો સાથે બાળપણ વિતાવવા દરમિયાન તેની હંમેશાંથી મા બનવાની ઈચ્છા હતી.

2006માં તે અને કાર્લોસ એક ચર્ચમાં પહેલીવાર મળ્યા. પહેલીવાર પ્રેગ્નેન્ટ થવામાં બે વર્ષનો સમય લાગી ગયો. હવે પહેલો દીકરો 14 વર્ષનો થઈ ગયો છે. 2010 સુધી કપલ માત્ર એક દીકરાથી ખુશ હતું. પરંતુ, ત્યારબાદથી સતત બાળકો પેદા કરવામાં આવી રહ્યા છે. પૈટીનું કહેવુ છે કે, તે બર્થ કંટ્રોલમાં વિશ્વાસ નથી કરતી કારણ કે તે પ્રકૃતિને પોતાનું કામ કરવા દેવા માંગે છે.  શરૂઆતમાં પ્રેગ્નેન્સી અને બાળકોને જન્મ આપવો સરળ હતો. પરંતુ, હવે ઉંમર વધવાની સાથે બંને જ મુશ્કેલ થઈ ગયા છે. છેલ્લી પ્રેગ્નેન્સી ખૂબ જ મુશ્કેલ રહી. આ દરમિયાન ખૂબ જ થાક લાગ્યો અને દરેક દિવસ એક પડકાર જેવો લાગી રહ્યો હતો. આ વર્ષે 26 ફેબ્રુઆરીએ પૈટીએ પોતાના 17માં બાળકને જન્મ આપ્યો છે. તેને 16 કલાક સુધી લેબર પેન થતો રહ્યો. પતિ કાર્લોસ સાથે રહ્યો. ત્યારે તેણે એક દીકરાને જન્મ આપ્યો.

પૈટીનું કહેવુ છે કે, તેના મોટા બાળકો પણ તેમની ખૂબ જ મદદ કરે છે. જોકે, ઘરમાં 19 લોકો છે આથી કામ ખૂબ જ વધુ રહે છે. ગત 10 અઠવાડિયાઓમાં કામ ખૂબ જ વધી ગયુ છે. સૈંકડોની સંખ્યામાં કપડાં ધોવાના હોય છે. તેમજ, જ્યારે લોકો પૂછે છે કે, આટલા બાળકો શા માટે પેદા કર્યા તો પૈટી કહે છે કે, આ તેના માટે આશીર્વાદ છે. જોકે, લોકો સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ જ ટ્રોલ કરે છે. પૈટીનું કહેવુ છે કે, તેના ડૉક્ટર કહી ચુક્યા છે કે તેના શરીર પર કોઈ ખોટો પ્રભાવ નથી પડી રહ્યો. તો આગળ પણ આ જ રીતે ત્યાં સુધી બાળકો પેદા કરવાનું ચાલુ રાખશે, જ્યાં સુધી મેનોપોઝને કારણે આ બધુ જાતે જ બંધ ના થઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp