અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતી દંપતીની હત્યા

PC: gujarati.news18.com

અમેરિકામાં ભારતીય લોકો પર હુમલા કરવાની ઘટના રોજબરોજ વધતી જઇ રહી છે. અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાકાંડ 6 ફેબ્રુઆરીનો રોજ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં દંપતી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. વેપારીની હત્યા થતા અરવલ્લીમાં રહેતા તેમના સગાસંબંધી અને પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અંગત અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. અરવલ્લીના મેઘરજના મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલી દંપતી રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેન શેઠની હત્યા કરી દેવામાં આવી છે. ઘટના બાબતે માહિતી મળતા તેમના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થઇ ગયા છે. મેઘરજમાં તેમના સગાને ઘટના બાબતે જાણીને ભારે આઘાત લાગ્યો છે. ઘટના બાબતે જે જાણકારી મળી રહી છે તે મુજબ, મોટેલ ચલાવતી દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રજનીકાંત શેઠ ગયા મહિને જ તેઓ ભારત આવીને અમેરિકા પાછા ગયા હતા. તેમની સાથે અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ બાબતે ઘર્ષણ થયું હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. આવામાં જૂની અદાવતમાં જ દંપતીની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દંપતીની અમેરિકામાં તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવાની ફરજ પડી હતી, પરંતુ એ છતા તેમના પર અદાવત રાખીને રજનીકાંત શેઠ અને તેમના પત્ની નીરિક્ષાબેનની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે તેમના વતન મેઘરજમાં શોકની લાગણી છે.

છેલ્લા બે મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ભારતીય લોકો સાથે આ પ્રકારની ઘટના થઈ છે. ગયા મહિને જ 3 નકાબધારી લોકોએ એક 52 વર્ષીય ભારતીય અમેરિકન વ્યક્તિની તેના ઘર બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે તેની દીકરી અને પત્ની ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટના 10 જાન્યુઆરીના રોજ જોર્જિયાના હાર્ટલે બ્રિજ રોડ પ થોરબ્રેડ લેન પર થઈ હતી.

બિબ કાઉન્ટી શેરિફ કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પિનાલ પટેલ અને તેનો પરિવાર કામ પરથી ઘરે પહોંચ્યા, જ્યારે નકાબધારી લોકોએ તેમના પર બંદૂક તાણી દીધી. પટેલે ત્રણેયનો વિરોધ કર્યો અને આ દરમિયાન બદમાશોએ તેમના પરિવાર પર ગોળીઓ ચલાવી. પોલીસ પહોંચવા પર પિનાલે તેની પત્ની રૂપલાબેન પટેલ અને તેની દીકરી ભક્તિ પટેલને પોતાના ઘર નજીક ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp