આવી ગયા નવા Airless ટાયર, ન હવા ભરવાની ઝંઝટ અને પંચરનો ડર!

PC: cloudfront.net

અમેરિકાની ઓહિયો બેઝ્ડ એક કંપનીએ SMART(શેપ મેમોરી અલોય રેડિયલ ટેક્નોલોજી)એ નાસાની રોવર ટાયર ટેક્નિકથી પ્રેરિત થઇને એક ખાસ એરલેસ ટાયર ડેવલપ કર્યું છે. એવું નથી કે આ દુનિયાની પહેલી કંપની છે જેણે એરલેસ ટાયર કોન્સેપ્ટ દેખાડ્યો હોય. આ પહેલા પણ બ્રિજસ્ટોન, મિશિલિન વગેરે જેવી કંપનીઓ આ પ્રકારના કોન્સેપ્ટ દુનિયા સામે લાવી ચૂકી છે. પણ SMART કંપનીએ આ એરલેસ ટાયર વેચાણ માટે ઉપલબ્ધ કર્યા છે.

અવકાશમાં વપરાતી ટેક્નિકથી પ્રેરિત થઇને આ કંપનીએ એરલેસ ટાયરને તૈયાર કર્યા છે. કંપનીનું કહેવું છે કે, જે ટેક્નિકનો ઉપયોગ નાસા ચંદ્ર પર મોકલવામાં આવેલા મૂન-રોવર અને માર્સ પર મોકલેલા રોવર્સમાં કરે છે, એવી જ ટેક્નોલોજીથી પ્રેરિત થઇને આ ટાયર ડેવલપ કરવામાં આવ્યા છે. હાલમાં માત્ર સાઇકલો માટે આ ટાયર તૈયાર કરવામાં આવ્યા છે. નજીકના ભવિષ્યમાં કાર અને બાઈક્સ માટે પણ આ રીતના ટાયરો તૈયાર કરવામાં આવશે.

અમુક વર્ષો પહેલા નાસા સાથે મળીને વિકસિત કરવામાં આવેલા આ ટાયર પોતાની કોઈલ-સ્પ્રિંગની આંતરિક સંરચનાને કારણે ક્યારેય ખરાબ થશે નહીં. અપોલો અવકાશ યાત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા લૂનર ટેરેન વાહનોના કોન્સેપ્ટની જેમ જ મેટલથી બનેલ આ ટાયર આરામદાયક મુસાફરી આપે છે. આ ઉપરાંત આ ટાયરમાં ન હવા ભરવાની જરૂર છે અને નહીં કે પંચર થવાનો કોઇ ડર રહે છે.

કામ કઇ રીતે કરે છે

 આ ટાયર રબરથી નહીં બલ્કે મેટલથી બનવાયા છે. જેમાં એક સ્લિંકી જેવી સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ટાયરોની ચારેય બાજુ લગાવવામાં આવી છે. આ સ્પ્રિંગ નિકલ-ટાઇટેનિયમ ધાતુથી બનાવાઈ છે. જેને નીટિનોલ પણ કહેવામાં આવે છે. જે ટાઇટેનિયમની જેમ મજબૂત અને રબર જેવું લચીલુ છે. અગત્યની વાત એ છે કે જ્યારે નીટિનોલ પર દબાણ વધારવામાં આવે છે તો શરૂઆતમાં તેનો આકાર બદલાઇ છે પણ ત્યાર બાદ તે એના જુના શેપમાં આવી જાય છે. આ વિશેષતા મેટલ ટાયરને ધીમે ધીમે કંપ્રેસ થવા અને રિબાઉન્ડ થવાની સુવિધા આપે છે. આ એવી રીતે કામ કરે છે જેમ સામાન્ય રબર ટાયર કરે છે.

ક્યાં મળી રહ્યું છે આ ટાયર

SMART કંપની પોતાના આ ક્રાંતિકારી મેટલ ટાયરને એક કેમ્પેઇન હેઠળ ક્રાઉન્ડફન્ડિંગ સાઇટ પર વેચી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ તેનું ફાઇનેંશ્યિલ ટાર્ગેટ પણ પૂરો કરી લીધો છે. ટૂંક સમયમાં તે બજારમાં વેચાતા સામાન્ય ટાયરોની જેમ વેચાણ માટે ઉપલબ્ધ થઇ જશે. આ એરલેસ ટાયર ઓટો સેક્ટરને સંપૂર્ણ રીતે બદલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp