ભારતની તાકાત દુનિયામાં વધી રહી છે, UNGAના પ્રમુખે આપ્યું મોટું નિવેદન

PC: newsonair.com

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી યૂએસ જવા માટે રવાના થઈ ચુક્યા છે. અમેરિકાની રાજકીય યાત્રા પર ભારતીય વડાપ્રધાનને આમંત્રિત કરીને તેમણે ભારતના મહત્ત્વને દર્શાવ્યુ છે. તેમજ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત જેવા દેશની જરૂરિયાતને રેખાંકિત કરતા UNGA એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે એક મોટું નિવેદન આપ્યું છે.

UNGAના અધ્યક્ષ સાબા કોરોસીએ કહ્યું કે, સુરક્ષા પરિષદના સભ્ય દેશોની વચ્ચે એક ધારણા છે કે, તેમા સારા પ્રતિનિધિઓની આવશ્યકતા છે જેમની પાસે લોકોની ભલાઈ અને શાંતિની મોટી જવાબદારી છે. એવામાં ભારત નિશ્ચિતરૂપે જ એ દેશોમાંથી છે જે દુનિયાની ભલાઈમાં યોગદાન કરી શકે છે.

UNSC માટે ભારતની ઉમેદવારી પર સાબા કોરોસીએ કહ્યું કે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) બનાવવામાં આવ્યું હતું તે સમયે ભારત સૌથી મોટા દેશોમાંથી નહોતો. તેમણે આગળ કહ્યું કે, UNSCમાં સુધાર થશે. તેમજ, સુધારના મામલે 13 વર્ષોથી વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. સુરક્ષા પરિષદમાં સુધારની સંભવિત આવશ્યકતા પર પહેલી ચર્ચા 40 વર્ષ પહેલા શરૂ થઈ હતી પરંતુ, કોઈ પણ બદલાવ સભ્ય રાજ્યોના હાથોમાં છે.

UNGAના અધ્યક્ષે કહ્યું હતું કે, સભ્ય દેશ એ વાત પર સહમતિ આપે કે સુરક્ષા પરિષદમાં સુધાર કેવી રીતે થાય. સ્થાયી સભ્યોના મામલામાં, વીટોના અધિકારના મામલામાં, સુરક્ષા પરિષદ અને કદાચ સંયુક્ત રાષ્ટ્રની વચ્ચે સારા સંબંધો કેવા હોવા જોઈએ, આ તમામ કામ આ બધા સભ્ય દેશોના હાથોમાં છે. તેમણે કહ્યું કે, ભારત સુરક્ષા પરિષદના શરૂઆતી સુધારાઓ માટે કદાચ સૌથી સક્રિય અધિવક્તાઓમાંથી એક છે. ભારતને સંભવિત મહાશક્તિ દેશ ગણાવતા UNGA પ્રમુખે કહ્યું કે જનસંખ્યા, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના મામલામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની બેઠકને પણ યાદ કરી.

સોબો કોરોસીએ PM નરેન્દ્ર મોદી વિશે પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, તેઓ એક દૂર દ્રષ્ટિવાળા વ્યક્તિ, રણનીતિક વિચાર અને ગાઢ પરંપરાવાળા વ્યક્તિ છે. જે પોતાના રાષ્ટ્રને એક ખૂબ જ ગાઢ પરંપરા અને એક સ્પષ્ટ દ્રષ્ટિથી જુએ છે. મને તેમનું અભિવાદન કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp