- World
- પશુપતિનાથ મંદિરથી ગાયબ થયું 10 કિલો સોનું, ઇનવેસ્ટિગેશન અધિકારીઓએ કર્યું જલહરી..
પશુપતિનાથ મંદિરથી ગાયબ થયું 10 કિલો સોનું, ઇનવેસ્ટિગેશન અધિકારીઓએ કર્યું જલહરી..
નવ સ્થાપિત આભૂષણના નિર્માણમાં અનિયમિતતાઓના વધતા દાવાઓ વચ્ચે નેપાળના ઉચ્ચ ભ્રષ્ટાચાર નિરોધક એજન્સીએ પશુપતિનાથ મંદિરની અંદર ‘જલહરી’માં ગાયબ સોનાની તપાસ શરૂ કરી દીધી છે. મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ્સમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. ‘જલહરી’ એ પાયો છે, જેના પર શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. કાઠમાંડુના સૌથી જૂના હિન્દુ મંદિર પશુપતિનાથ મંદિરના આંતરિક ગર્ભગૃહમાં તે છે.
જલહરીથી 10 કિલોગ્રામ સોનું ગાયબ થવાના રિપોર્ટની તપાસ કરવા માટે સરકાર દ્વારા અધિકારનો દુરુપયોની તપાસ કરનારા આયોગ (CIAA)ને નિર્દેશ અપાયા બાદ રવિવારે મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. CIAAની એક વિશેષ ટીમે સફળતાપૂર્વક સોનાનું વજન કર્યું. વજન કરવાની પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યે શરૂ થઈ અને સોમવારે સવારે 2:00 વાગ્યે સમાપ્ત થઈ હતી.

‘માય રિપબ્લિક’ વેબસાઇટ મુજબ એક સત્તાવાર અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, જલહરીને તોળવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અને જલહરીની ખંડિત સંરચનને ધ્યાનમાં રાખતા અમે વર્તમાનમાં તેનું કુલ વજન નિર્ધારિત કરવા માટે અંતિમ મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અધિકારીએ સંકેત આપ્યા કે, પ્રાથમિક માપ મુજબ જલહરીના વજન ઓછું હોવાની જાણકારી મળી છે, પરંતુ વજનમાં કમીની સ્પષ્ટ સીમાની પુષ્ટિ કરવામાં આવી નથી.
રિપોર્ટ્સમાં અધિકારીના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે, અંતિમ મૂલ્યાંકન પૂરું થયા બાદ જ અમે આગળની જાણકારી આપી શકીએ છીએ. સમારકામ બાદ જલહરીને પશુપતિનાથ મંદિરમાં ફરી સ્થાપિત કરવામાં આવશે. CIAAની તપાસ જલહરીની આસપાસ અનિયમિતતાઓને લઈને કરવાંઆ આવેલી એક ફરિયાદ બાદ થઈ. પશુપતિ ક્ષેત્ર વિકાસ ઓથોરિટીએ દાવો કર્યો કે, તેણે જલહરી બનાવવા માટે 103 કિલોગ્રામ સોનું ખરીદ્યું હતું, પરંતુ આભૂષણથી 10 કિલોગ્રામ સોનું ગાયબ હતું. તપાસ પ્રક્રિયા માટે પશુપતિ મંદિર પરિસરમાં નેપાળ સેનાના જવાનો સહિત ઘાણ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

પશુપતિ ક્ષેત્ર વિકાસ ટ્રસ્ટના કાર્યકારી ડિરેક્ટર ઘનશ્યામ ખાતીવાડા મુજબ, ગાયબ થયેલા સોના પર ઉઠેલા સવાલો બાદ પશુપતિનાથની સોનથી બનેલી જલહરીને ભ્રષ્ટાચાર નિરોધક ઓથોરિટી તેની ગુણવત્તા અને વજન નક્કી કરવા માટે લઈ લીધા હતા. પશુપતિનાથ મંદિર કાઠમાંડુનું સૌથી જૂનું હિન્દુ મંદિર છે. જલહરી એક સોનાનું આભૂષણ છે જે ગયા વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન મંદિર અંદર શિવલિંગની ચારેય તરફ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ શિવલિંગના આભૂષણમાંથી 10 કિલોગ્રામ સોનું ગાયબ થવાના રિપોર્ટ બાદ સંસદમાં સવાલ ઉઠાવ્યા બાદ સરકારે ઓથોરિટીના દુરુપયોગની CIAAને તપાસ શરૂ કરવાના નિર્દેશ આપ્યા હતા.

