દુનિયામાં ન્યૂ યોર્ક સૌથી અમીર શહેર, ચીનના પણ બે શહેરો, જુઓ ટોપ-10 લિસ્ટ

PC: twitter.com

હેનલે એન્ડ પાર્ટનર્સે દુનિયાના સૌથી અમીર શહેરોનું લિસ્ટ જારી કર્યું છે. અહીં સૌથી વધારે રઇસોનાં ઘર છે, જેમાં કરોડપતિ, સેન્ટી કરોડપતિ અને અબજોપતિ શામેલ છે. અમીર શહેરોની ટોપ 10ના લિસ્ટમાં કોઇ ભારતીય શહેરને સ્થાન નથી આપવામાં આવ્યું. તેમાં પહેલા સ્થાન પર અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર છે. ખાસ વાત એ છે કે, 2023ના આ લિસ્ટમાં એક માત્ર યુરોપિયન સિટી લંડન શામેલ છે.

ન્યૂ યોર્ક

અમેરિકાનું ન્યૂ યોર્ક સિટીમાં 340000 કરોડપતિ, 724 સેંટી કરોડપતિ અને 58 અબજોપતિ રહે છે. આ વિશ્વનું સૌથી ધની અને સૌથી વધારે અમીરો વાળું શહેર છે. ત્યાં વિશ્વના બે સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ આવેલા છે. શહેરમાં બ્રોંક્સ, બ્રુકલિન, મેનહેટન, ક્વીન્સ અને સ્ટેટન આઇલેન્ડ નામના પાંચ નગર શામેલ છે.

ટોક્યો

ટોક્યોમાં 290300 રહેવાસી કરોડપતિ, 250 સેંટી કરોડપતિ અને 14 અબજોપતિ રહે છે. આ અમીરોની સંખ્યાના બાબતે લિસ્ટમાં બીજા સ્થાન પર આવે છે. ટોક્યોમાં દુનિયાની કેટલીક મોટી કંપનીઓ આવેલી છે અને તેમાં પ્રમુખ રૂપે હિતાચી, હોન્ડા, મિત્સુબિશી, સોફ્ટબેન્ક અને સોની શામેલ છે.

ધ બે એરિયા

આ સાન ફ્રાન્સિસ્કો અને સિલિકોન વેલીના એક શહેરનું નામ છે, અહીં 285000 કરોડપતિઓનું ઘર છે. તેની સાથે જ આ શહેરમાં 629 સેંટી કરોડપતિ રહે છે. ખાસ વાત એ છે કે, અહીં અબજોપતિઓની સંખ્યા બાબતે આ શહેર ન્યૂ યોર્કને પણ પાછળ છોડી દે છે. અહીં અબજોપતિઓની સંખ્યા 63 છે. દુનિયાની અધિકાંશ શીર્ષ ટેક કંપનીઓ આ વિસ્તારમાં જ સ્થિત છે. તેમાં એડોબ, એપલ, સિસ્કો, ફેસબુક, ગુગલ, HP, ઇન્ટેલ, લિન્કડઇન, લિફ્ટ, નેટફ્લિક્સ, ઓપનAI, પેપલ, ટ્વીટર, ઉબર, યાહૂ અને ઝૂમ સહિત અન્ય કંપનીઓ શામેલ છે.

લંડન

વર્ષ 2000માં લંડન કરોડપતિઓની સંખ્યા બાબતે વિશ્વનું ટોપનું શહેર હતું, પણ ગયા 20 વર્ષમાં આ શહેર લિસ્ટમાં નીચે આવી ગયું છે. જોકે, તેમ છતાં તેમાં હજુ પણ વિશ્વના કેટલાક વિશિષ્ટ આવાસીય ઉપનગર શામેલ છે, જેમાં બેલગ્રેવિયા, ચેલ્સી, હેમ્પસ્ટેડ, નાઇટ્સબ્રિજ, મેફેયર, રીજન્ટ પાર્ક અને સેન્ટ જોન્સ વુડ શામેલ છે. લંડનમાં 258000 રહેવાસી કરોડપતિ, 384 સેંટી કરોડપતિ અને 36 અબજોપતિ રહે છે.

સિંગાપોર

સિંગાપોરને વ્યાપક રૂપે વિશ્વનું સૌથી વધારે વ્યવસાય અનુકુળ શહેર માનવામાં આવે છે અને કરોડપતિઓના પ્રવાસ માટે શીર્ષ શહેરોમાંથી એક છે. હેનલે વેલ્થ માઇગ્રેશનના હાલના ડેશબોર્ડ અનુસાર, 2022માં લગભગ 2800 ઉચ્ચ નેટ વર્થ વાળા વ્યક્તિઓ અહીં આવીને વસ્યા છે. ત્યાર પછી સિંગાપોરમાં વર્તમાનમાં 240100 કરોડપતિ, 329 સેંટી કરોડપતિ અને 27 અબજોપતિ રહે છે.

લોસ એન્જેલસ

લોસ એન્જેલસમાં 205400 કરોપતિઓની સાથે સાથે 480 સેંટી કરોડપતિ અને 42 અબજોપતિ રહે છે. લોસ એન્જેલસ શહેરની સાથે સાથે તેની પાસે આવેલા બેવર્લી હિલ્સ અને માલિબૂમાં રહેતા અમીરોના પણ આંકડા શામેલ કરવામાં આવ્યા છે. આ શહેર પ્રમુખ ઉદ્યોગોની સાથે સાથે મનોરંજન, મીડિયા, રિયલ એસ્ટેટ, રિટેલ, ટેક અને પરિવહન સુવિધાઓ બાબતે પણ આગળ છે.

હોંગ કોંગ

હોંગ કોંગ 129500 કરોડપતિ, 2090 સેંટી કરોડપતિ અને 32 અબજોપતિઓનું ઘર છે. પાછલા એક દાયકામાં ખરાબ વિકાસ છતાં, આ શહેર વિશ્વના શિર્ષમાં ફાઇનાન્શિયલ સેન્ટર્સમાનું એક બન્યું છે, એશિયાના ઘણા સૌથી અમીર કારોબારીઓ હજુ પણ આ શહેરને સારી જગ્યા માને છે. હોંગ કોંગ માર્કેટ વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ સ્ટોક માર્કેટ છે.

બીજિંગ

બીજિંગમાં 128200 કરોડપતિ, 354 સેંટી કરોડપતિ અને 43 અબજોપતિ છે. ચીનની ઓફિશિયલ રાજધાની, બીજિંગ વિશ્વની કેટલીક મોટી કંપનીઓનું બેસ પણ છે. તેની અબજોપતિ આબાદી વિશેષ રૂપે વધારે છે. અબજોપતિઓની સંખ્યા બાબતે તેની ઉપર ફક્ત ન્યૂ યોર્ક સિટી અને ધ બે એરિયા જ આવે છે.

શાંઘાઇ

વ્યાપક રૂપે ચીનની નાણાંકીય રાજધાની ગણાતા શાંઘાઇ શહેરમાં 127200 કરોડપતિ, 332 સેંટી કરોડપતિ અને 40 અબજોપતિ રહે છે. શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ માર્કેટ કેપ અનુસાર, વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે.

સિડની

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં 126900 રહેવાસી કરોડપતિ છે, જ્યારે અહીં, 184 સેંટી કરોડપતિ અને 15 અબજોપતિઓ રહે છે. આ શહેરે પાછલા 20 વર્ષમાં વિશેષ રૂપે મજબૂત ધન વૃદ્ધિનો અનુભવ કર્યો છે અને ઝડપથી એશિયા પ્રશાંત ક્ષેત્રના સૌથી ધની શહેરોમાંથી એક બનીને આવ્યું છે. એવી આશા વ્યક્ત કરાઇ રહી છે કે, આ તેજી સતત રહેશે અને સિડનીનું નામ 2040 સુધીમાં શીર્ષ 5 સૌથી અમીર શહેરોમાં આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp