26th January selfie contest

ન્યૂઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપ, રેક્ટર સ્કેલ પર તીવ્રતા 7.1, ત્સુનામીની ચેતવણી

PC: twitter.com

ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે સવારે ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1ની રહી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સરવે મુજબ, ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેપ દ્વીપ ગ્રુપમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં આવ્યો હતો. ભૂકંપથી થયેલા નુકસાનનું અત્યારે આંકલન કરવામાં આવી રહ્યું છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) મુજબ, ચીનના સમયાનુસાર ન્યૂઝીલેન્ડમાં 8:56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જો કે, દેશની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે, દેશ પર હાલમાં સુનામીનું કોઈ જોખમ નહીં. કેરમાડેક દ્વીપ ગ્રુપ ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનના ઉત્તર-પૂર્વમાં છે અને આ દ્વીપ ગ્રુપ 13 માઈલ એટલે કે લગભગ 20 કિલોમીટરના દાયરામાં ફેલાયો છે. એક રિપોર્ટ મુજબ, અહીં કેટલાક જ્વાળામુખી પણ છે અને મોટાભાગે અહીં ભૂકંપના ઝટકાથી આ કારણે જોખમ ઉત્પન્ન થઈ જાય છે. ન્યૂઝીલેન્ડ મીડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાના બધા ઉપાય અપનાવવામાં આવી રહ્યા છે અને ઓથોરિટીઝ પૂરી રીતે અલર્ટ છે જેથી કોઈ પણ નુકસાનને બચાવી શકાય.

ભૂકંપ એટલો તેજ હતો કે તેના ઝટકા ઓસ્ટ્રેલિયામાં પણ અનુભવાયા હતા. ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે ફિઝી, ન્યૂઝીલેન્ડ અને ટોંગામાં 0.3 મીટર ઊંચી સમુદ્રી લહેરો જોવા મળી છે, પરંતુ ઓથોરિટીઝે કહ્યું કે, ન તો ઓસ્ટ્રેલિયા અને ન તો ન્યૂઝીલેન્ડ પર સુનામીનું કોઈ જોખમ છે. ન્યૂઝીલેન્ડની સિવિલ ડિફેન્સ એજન્સીએ કહ્યું કે, એક જોરદાર ભૂકંપ હવે પસાર થઈ ચૂક્યો છે.

ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 રહી હતી. ભૂકંપથી બંને દેશોમાં 50 હજાર કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. તો લાખો ઘર અને ઇમારતો ધ્વસ્ત થઈ ગયા હતા. ભારતે પણ બંને દેશોની મદદ માટે NDRF અને સેનાની મેડિકલ ટીમ મોકલી હતી. તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ મદદ માટે ઘણા દેશ સામે આવ્યા હતા. આ ભૂકંપથી 11 સોથી વધુ પ્રાંતોમાં ઓછામાં ઓછા 9.1 મિલિયન લોકો પ્રભાવિત થવાની આશંકા છે.

લાખો લોકો બેઘર થવાથી ઘણી પરેશાનીઓ સામે આવી રહી છે. લોકોને અત્યારે પણ શેલ્ટર હોમની મદદ લેવી પડી રહી છે અને હૉસ્પિટલોમાં લોકોએ શરણ લીધું છે. ધાર્મિક સ્થળોમાં પણ લોકોને રહેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. તો હવામાનના કારણે લોકોને સૌથી વધુ પરેશાની થઈ રહી છે. ઠંડીથી લોકોની હાલત ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp