જો ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા થતી હોત તો તેમની આબાદી આટલી વધતે?

PC: businesstoday.in

અમેરિકામાં નાણા મંત્રી નિર્મલા સીતારમને સોમવારે ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસાના મુદ્દા પર નિવેદન આપ્યું. નાણા મંત્રીએ કહ્યું કે, આ મંતવ્ય એવા લોકોએ બનાવ્યું છે, જે ભારત આવ્યા જ નથી. જો ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા થતી હોત તો તેમની આબાદી આટલી વધતે? ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી મુસ્લિમ આબાદી રહે છે. નિર્મલા સીતારમન વોશિંગ્ટનમાં પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ (PIIE)માં ભારતમાં ઇકોનોમિક ગ્રોથના મુદ્દા પર બોલી રહ્યા હતા.

PIIEના અધ્યક્ષ એડમ એસ પોસેને સવાલ પૂછ્યો હતો કે, ભારતને લઇને બનેલા કેટલાક અભિપ્રાય નિવેશને પ્રભાવિત કરી રહ્યા છે. તેના પર સીતારમને કહ્યું, તેનો જવાબ એ નિવેશકો પાસેથી મળી શકે છે, જે ભારત આવી રહ્યા છે. જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતું હોય તો હું એટલું જ કહીશ કે આવો અને જુઓ કે ભારતમાં શું થઈ રહ્યું છે. એવા લોકોના અભિપ્રાય ના સાંભળો જે ક્યારેય ભારતની ધરતી પર આવ્યા જ નથી અને આવા રિપોર્ટ બનાવવા માંડ્યા.

પોસેને નિર્મલા સીતારમનને પૂછ્યું કે, પશ્ચિમી મીડિયામાં એવા સમાચાર ઝડપથી આવી રહ્યા છે કે, વિપક્ષી સાંસદ પોતાનું સભ્યપદ ગુમાવી રહ્યા છે અને ભારતમાં મુસ્લિમ અલ્પસંખ્યક હિંસાનો શિકાર બની રહ્યા છે. તેના પર સીતારમને કહ્યું, દુનિયામાં મુસ્લિમોની બીજી સૌથી મોટી આબાદી ભારતમાં રહે છે. મોટાભાગના રિપોર્ટ્સ એના વિશે છે કે ભારતમાં મુસ્લિમોનું જીવન મુશ્કેલ છે અથવા સરકારની મદદથી તેને મુશ્કેલ બનાવી દેવામાં આવ્યું છે. જો એવો કોઇ અભિપ્રાય છે અથવા જો તેમા વાસ્તવિકતા છે તો હું પૂછવા માંગુ છું કે જો એવુ ખરેખર થઈ રહ્યું હોત તો જેટલા મુસ્લિમ 1947માં હતા, ત્યારબાદ તેમની આબાદી આટલી વધતે?

તેમણે કહ્યું, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની હાલત સતત બદતર થઈ રહી છે. તેમની સંખ્યા દરરોજ ઘટી રહી છે. તેમના પર નાના-નાના આરોપ લગાવવામાં આવે છે અને તેમને મોતની સજા પણ આપી દેવામાં આવે છે. મોટાભાગના કેસોમાં ઈશનિંદા કાયદો અંગત દુશ્મની કાઢવાનું માધ્યમ બની ગયો છે. પીડિતોને તાત્કાલિક ધોરણે અપરાધી જાહેર કરી દેવામાં આવે છે. ના યોગ્યરીતે તપાસ કરવામાં આવે છે અને ના કોર્ટમાં કેસ ચલાવવામાં આવે છે.

તેમણે કહ્યું, જ્યારે ભારતમાં વિભાજન થયુ, ત્યારે પાકિસ્તાન પણ બન્યું. પાકિસ્તાને પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો પરંતુ, એવુ પણ કહ્યું કે અલ્પસંખ્યકોની રક્ષા કરવામાં આવશે. આજે ત્યાં દરેક અલ્પસંખ્યક સમુદાયની સંખ્યા ઘટતી જઈ રહી છે. તેમને પાકિસ્તાનમાં મારવામાં આવી રહ્યા છે. કેટલાક મુસ્લિમ વર્ગ પણ છે, જેમને ત્યાં મારવામાં આવી રહ્યા છે.

મુહાજિર, શિયા અને દરેક એ વર્ગ જેમણે મેઇનસ્ટ્રીમને ના અપનાવી, તેમની વિરુદ્ધ ત્યાં હિંસા થઈ રહી છે. તેમજ, તમે ભારતમાં જોશો કે મુસ્લિમ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, તેમના બાળકોને શિક્ષણ મળી રહ્યું છે. સરકાર તેમને ફેલોશિપ આપી રહી છે.

નાણા મંત્રી બોલ્યા, જો સમગ્ર ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા થઈ રહી હોત તો તેઓ પ્રભાવિત થતે. સ્પષ્ટ થઈ જાય છે કે આ એક ખોટું નિવેદન છે. એ વાત પર કે તે ભારત સરકારની ખામી છે તો હું કહીશ કે 2014થી આજની વચ્ચે શું આબાદી ઘટી છે? શું કોઈ એક સમુદાયમાં મોતના આંકડા અનેકગણા વધી ગયા છે? આવા રિપોર્ટ લખનારાઓને હું ભારત બોલાવવા માંગીશ કે આવો અને પોતાની વાતને સાબિત કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp