26th January selfie contest

ચીન સાથે નજીકતા વધારી રહ્યો છે નિત્યાનંદનો દેશ કૈલાસા! કરી આ ટ્વીટ

PC: timesofindia.indiatimes.com

વિવાદાસ્પદ ભાગેડુ ધર્મગુરુ નિત્યાનંદ ભારત વિરુદ્ધ વધુ એક નવું ષડયંત્ર રચી રહ્યો છે. તે પોતાનો તથાકથિત દેશ 'યુનાઈટેડ સ્ટેટ ઓફ કૈલાસા' સ્થાપિત કર્યા બાદ ભારતના દુશ્મન દેશો સાથે પોતાની નજીકતા વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેણે તેની શરૂઆત ચીનથી કરી છે. શી જિનપિંગને ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તો ભાગેડુ નિત્યાનંદ દ્વારા પોતાના તથાકથિત દેશ તરફથી શી જિનપિંગને રાષ્ટ્રપતિ બનવા પર શુભેચ્છા આપવામાં આવી છે.

નિત્યાનંદે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી કે, અમે તમને રાષ્ટ્રપતિના રૂપમાં એક સફળ કાર્યકાળ પૂરો કરવા માટે હાર્દિક શભેચ્છાઓ પાઠવીએ છીએ. તમારા મહાન દેશ, અહીંના લોકો અને કૈલાસા વચ્ચે લાંબા સમય સુધી ચાલનારા મૈત્રીપૂર્ણ સંબંધોની આશા રાખું છું. પરમશિવનો આશીર્વાદ ચીનના લોકો પર બન્યો રહે. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ અપહરણ અને બળાત્કારનો આરોપી છે. તે વર્ષ 2019માં દેશ છોડીને ભાગી ગયો હતો. થોડા વર્ષ બાદ ખબર પડી કે, તેણે પોતાનો અલગ દેશ ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ બનાવી લીધો છે.

ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, ભારતથી ભાગ્યા બાદ નિત્યાનંદે દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં જમીન ખરીદી અને તેને અલગ દેશ ‘કૈલાસા’ જાહેર કરી દીધો. જો કે, અત્યાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. ગયા મહિને આ તથાકઠિત દેશના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની બેઠકમાં પણ હિસ્સો લીધો હતો, ત્યારબાદ નિત્યાનંદ ફરીથી ચર્ચામાં આવી ગયો છે. કૈલાસાની પ્રતિનિધિ વિજયપ્રિયા નિત્યાનંદે દાવો કર્યો હતો કે નિત્યાનંદના દેશની વસ્તી 20 લાખ છે અને દુનિયાના 150 દેશોમાં કૈલાસાની એમ્બેસી કે NGO છે. તો વસ્તીને લઈને કૈલાસની વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે હિન્દુ ધર્મને માનનારા 200 કરોડ લોકો તેમના દેશના નાગરિક છે.

1 જાન્યુઆરી 1978ના રોજ નિત્યાનંદનો જન્મ તામિલનાડુમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં તેણે રામકૃષ્ણ મઠમાં શિક્ષણ લેવાનું શરૂ કર્યું. 1 જાન્યુઆરી 2003ના રોજ નિત્યાનંદે બેંગ્લોર પાસે બિદાદીમાં પોતાનો પહેલો આશ્રમ ખોલ્યો. ત્યારબાદ નિત્યાનંદ વર્ષ 2010માં એ સમયે સૌથી વધુ ચર્ચામાં આવ્યો, જ્યારે તેની એક અશ્લીલ CD સામે આવી હતી. આ કેસમાં તેના પર અશ્લીલતા અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો. ધરપકડ કર્યા બાદ તે જામીન પર બહાર આવી ગયો.

એ જ વર્ષે એક અમેરિકન મહિલાએ નિત્યાનંદ પર આરોપ લગાવ્યો કે, ધર્મના નામ પર તેણે 5 વર્ષ સુધી તેનો રેપ કર્યો. બિદાદી પોલીસ સ્ટેશનમાં કેસ થયો. વર્ષ 2018માં એ કેસની સુનાવણી શરૂ થઈ, પરંતુ નિત્યનાંદ કોર્ટમાં હાજર ન થયો. 2012માં નિત્યાનંદ પર ફરીથી રેપના આરોપ લાગ્યા. તેને સજા સંભળાવવામાં આવી, પરંતુ તે ફરાર થઈ ગયો. પછી થોડા દિવસ બાદ સરેન્ડર કરી દીધું. ત્યારબાદ વર્ષ 2019માં ગુજરાતના જનાર્દન શર્મા અને તેની પત્નીએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરીને તેના પર પોતાની બે છોકરીઓનું અપહરન અને તેમણે બંદી બનાવી રાખવાનો કેસ દાખલ કરાવ્યો, ત્યારબાદ તે દેશ છોડીને ભાગી નીકળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp