
અમેરિકાના કોલોરાડોમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક 31 વર્ષીય મહિલાએ 13 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બનાવ્યા, ત્યારબાદ તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ. જોકે, યૌન શોષણ છતા પણ મહિલાએ જેલ જવુ નહીં પડશે. તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. જણાવી દઈએ કે, આ મામલો ગત વર્ષનો છે, જ્યારે મહિલાની યૌન સંબંધ બનાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને તેણે એક બાળકને જન્મ પણ આપ્યો હતો.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર, કોલોરાડોના ફાઉન્ટેનમાં રહેતી એન્ડ્રિયા સેરાનો નામની મહિલાએ 13 વર્ષના બાળક સાથે યૌન સંબંધ બનાવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હવે પીડિત પક્ષના વકીલ અને મહિલાના વકીલ વચ્ચે એક સમજૂતિ થઈ છે, જે અનુસાર એન્ડ્રિયાને યૌન અપરાધી માનવામાં તો આવી છે. જોકે, આ ડીલના કારણે હવે તેણે જેલમાં નહીં જવુ પડશે. એન્ડ્રિયાએ આ ડીલનો સ્વીકાર કરી લીધો છે પરંતુ, બાળકની માતા આ સમજૂતિથી ખુશ નથી.
એન્ડ્રિયા સેરાનો પર પીડિત બાળકના પેરેન્ટ્સનો વિશ્વાસ તોડવા, યૌન શોષણ અને હુમલો કરવાનો આરોપ છે અને ફાઉન્ટેન પોલીસે આ જ મામલામાં કેસ દાખલ કર્યો છે. જે અંતર્ગત, એન્ડ્રિયાની ગત વર્ષે ધરપકડ કરી હતી, તે સમયે તે પ્રેગ્નેન્ટ હતી અને બાદમાં એક બાળકને જન્મ આપ્યો હતો. બાળક હવે મહિલાની દેખરેખમાં છે.
પીડિત બાળકની મમ્મી આ ડીલથી સંતુષ્ટ નથી અને તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે. બાળકની મમ્મીએ કહ્યું છે કે, મને એવુ લાગી રહ્યું છે કે, કોઈકે મારા દીકરાનું બાળપણ છીનવી લીધુ છે. તે હાલ માત્ર 14 વર્ષનો છે અને એક બાળકનો પિતા છે. તેની સાથે ખોટું થયુ છે અને તેણે હવે આખી જીંદગી આ સાથે જ જીવવુ પડશે. છોકરાની મમ્મીએ આગળ કહ્યું કે, જો પીડિત કોઈ છોકરી હોત અને કોઈ પુરુષે આવુ કર્યું હોત તો તેને સજા જરૂર મળતે. પરંતુ, આ મામલામાં આરોપી એક મહિલા છે આથી, તેની સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp