મહિલાએ શરીર પર બનાવ્યા એટલા ટેટૂ કે હવે તેને કોઈ જોબ નથી મળતી

PC: aajtak.in

ટેટૂ લોકોનું ધ્યાન ખૂબ આકર્ષિત કરે છે. એવામાં લોકો ટેટૂને કોઈ ફેશન સ્ટેટમેન્ટની જેમ લે છે. એવામાં લોકો પોતાના શરીર પર ખૂબ ટેટૂ બનાવે છે. બ્રિટનની રહેવાસી એક મહિલાએ પોતાના શરીરમાં એક-બે નહીં, પરંતુ એટલા બધા ટેટૂ બનાવડાવી લીધા કે હવે તેને ક્યાંય નોકરી પણ મળી રહી નથી. મહિલાએ પોતે જણાવ્યું કે ટેટૂના કારણે તેને હવે ટોયલેટ સાફ કરવાની પણ નોકરી મળી રહી નથી. ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, યુનાઈટેડ કિંગડમના વેલ્સની રહેવાસી 46 વર્ષીય મેલીસા સ્લોઅને પોતાના શરીર પર લગભગ 800 કરતા વધુ ટેટૂ બનાવડાવ્યા છે.

તેણે પોતાના ચહેરા પર પણ ટેટૂ બનાવી દીધા છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ, મેલીસા સ્લોએને જણાવ્યું કે, પહેલા તે શૌચાલયોની સફાઇ કરવાનું કામ કરતી હતી, પરંતુ તેણે ટેટૂ બનાવડાવ્યા બાદ તે નોકરી પણ મળી રહી નથી. મેલીસા સ્લોઅને જણાવ્યું કે, તેણે પહેલી વખત 20 વર્ષની ઉંમરમાં ટેટૂ બનવડાવ્યું હતું અને ત્યારબાદ સતત શરીર પર ટેટૂ બનાવડાવતી રહી. બે બાળકોની માતા મેલીસા સ્લોઅને કહ્યું કે, ઘણી કંપનીઓ દ્વારા તેને કહેવામાં આવ્યું કે, હવે તેને આખી જિંદગી નોકરી નહીં મળે.

બે બાળકોની માતા મેલીસાએ જણાવ્યું કે, એટલા ટેટૂ બન્યા બાદ એક જગ્યાએ નોકરી મળી પણ હતી, પરંતુ ત્યાં લાંબા સમય સુધી તેને રાખવામાં ન આવી. જો મને કોઈ પણ પ્રકારની નોકરીની ઓફર મળે છે તો હું કરવા જઈશ. મહિલાએ જણાવ્યું કે, કામ ન મળ્યા બાદ પણ દર અઠવાડિયે પોતાના શરીર પર 3 નવા ટેટૂ બનાવડાવી રહી છે. તેને ખાસ કરીને ચહેરા પર ટેટૂ બનાવવાનો ખૂબ શોખ છે અને તેના ચહેરા પર કોઈ પણ ખાલી જગ્યા બચી નથી. તેણે 3 વખત જૂના ટેટૂ કોતરાવ્યા છે, જેખી તેના ચહેરા પર એક બહુસ્તરીય કોલેજ બની ગયું છે.

મેલીસા સ્લોઅને કહ્યું કે, ચહેરા પર 3 પરત છે. કદાચ મારી પાસે દુનિયામાં સૌથી વધુ ટેટૂ છે અને જો નહીં તો જે ગતિથી હું જઈ રહી છું. કદાચ અંતમાં મારી પાસે દુનિયામાં સૌથી વધુ ટેટૂ હશે. સોશિયલ મીડિયા પર મેલીસા સ્લોઅન પોતાની તસવીર શેર કરતી રહે છે. ઘણી વખત લોકો તેને ટ્રોલ પણ કરે છે, પરંતુ ટ્રોલથી બેદરકાર મેલીસાએ ટેટૂ બનાવવાનું બંધ કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp