આ દેશે અપીલ કરવી પડી 'મહેરબાની કરી બીચ પર સેક્સ ના કરો'

વિદેશના એક શહેરે પર્યટકોને ન્યૂડિસ્ટ સમુદ્ર તટો અને ટેકરીઓ પર સેક્સ કરવાથી અટકાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ શહેરનું નામ વીરે છે. દક્ષિણી નેધરલેન્ડની વીરે નગર પાલિકાએ પર્યટકો માટે ચેતવણીવાળા પોસ્ટર લગાવ્યા છે. તેમા જણાવવામાં આવ્યું છે કે, સમુદ્ર તટ પર સાર્વજનિક સેક્સ બેન છે. બાલૂની ટેકરીઓ પર સંબંધ બનાવવા પર પ્રતિબંધ છે. આ પ્રકારની ઘટના રોકવા માટે દેખરેખ વધારવામાં આવી છે. આ પ્રકારે પ્રાકૃતિક રિઝર્વ અને તટો પર સેક્સ સંબંધ બનાવવા પર પ્રતિબંધ છે.
સ્થાનિક સરકાર, જળ બોર્ડ અને પ્રકૃતિ સંગઠનને આવા લોકો વિશે ફરિયાદો મળી છે જે બીજાઓનું મનોરંજન કરવા માટે નગ્ન થઈને સેક્સ એક્ટ પરફોર્મ કરે છે. શહેરના મેયર ફ્રેડરિક શૉવેનરે કહ્યું છે કે, બાલૂની ટેકરીઓ સ્થાનિક સમુદાય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેના પર ખોટું કામ ના થવુ જોઈએ. તેનાથી આ ટેકરીઓના પ્રાકૃતિક વાતાવરણને નુકસાન પહોંચે છે. આ સાથે જ રજાઓનો આનંદ માણવા આવેલા અન્ય પર્યટક પણ હેરાન થાય છે.
ફ્રેડરિક શૉવેનરે કહ્યું કે, સાર્વજનિક વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર કામ કરી રહી છે. પર્યટકોને મૌખિકરીતે જાણકારી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ આઠ નવા સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બીજી તરફષ નગ્નવાદી સંઘોનું માનવુ છે કે યૌન વ્યવહારને નગ્ન થઈને તડકા લેવાથી અલગ કરવું મહત્ત્વપૂર્ણ છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, નગ્ન મનોરંજન સંઘના એક પ્રવક્તાએ કહ્યું કે આઉટડોર સેક્સ નગ્ન મનોરંજન નથી. જે લોકો તડકો લેવા આવે છે તેમને એ એટલું જ ઉપદ્રવ લાગે છે જેટલું કે અન્ય લોકો કરે છે.
સરકાર દ્વારા પર્યટકોને રોકવા-ટોકવાથી સમુદ્ર તટની પાસેની રેસ્ટોરાંના માલિક ચિંતિત છે. એક રેસ્ટોરાંના માલિક માર્કો વિચર્ટે કહ્યું કે, સમુદ્ર તટ કોકટેલ ઓન સેક્સનો ઓર્ડર આપનારા મહેમાનોના આઈડીની તપાસ કરવા અંગે અમે ચિંતિત છીએ. હું અહીં 14 વર્ષથી સમુદ્ર તટ પર છું. મને તેનાથી કોઈ સમસ્યા નથી.
જાણો અન્ય દેશમાં જાહેરમાં સેક્સ અંગેના નિયમો અંગે-
જર્મની
જર્મનીના કાયદા અનુસાર, કેટલીક ખાસ જગ્યાઓ પર નગ્નતા અને પબ્લિક સેક્સ પર કોઈ બેન નથી. પરંતુ, કેટલીક વાતોનું ધ્યાન રાખવુ પડશે, નહીં તો સમસ્યા થઈ જશે. પહેલું એ કે, પબ્લિક પ્લેસ પર સેક્સ કરતી વખતે સંપૂર્ણરીતે કવર હોવુ જોઈએ. આવુ નહીં હશે તો દંડ લાગી શકે છે.
મેક્સિકો
મેક્સિકોના ગુદલાજારા શહેરમાં 2018માં પબ્લિક સેક્સને લીગલ બનાવી દેવામાં આવ્યું. અહીં એ કાયદાકીયરીતે માન્ય છે, એવુ કરતી વખતે કોઈ ત્રીજી વ્યક્તિ ફરિયાદ કરે તો પોલીસ કંમ્પેલન દાખલ નહીં કરશે. અહીંની સરકારનું કહેવુ છે કે, પોલીસને આવા કામોથી દૂર રાખવામાં આવે જેથી તેઓ બીજા ક્રાઇમને રોકવા પર ધ્યાન આપી શકે.
નેધરલેન્ડ
નેધરલેન્ડના વોંદેલપાર્કમાં 2008થી જ ઓપન સેક્સને કાયદાકીય માન્યતા છે. જોકે, કેટલાક નિયમો છે જેનું પાલન કરવુ જરૂરી છે. આ પાર્કમાં રાતના સમયે સેક્સ પર પાબંધી છે અને કોઈ પાર્કમાં રોકાઈ પણ નહીં શકે. અહીંથી જતા પહેલા પોતાની ગંદકી પોતે સાફ કરવી પડશે.
ડેનમાર્ક
નેધરલેન્ડની જેમ જ ડેનમાર્કમાં પણ કોપનહેગનના ઓસ્ટ્રેડેનપાર્કેમાં ઓપન સેક્સને કાયદાકીય માન્યતા છે. ખાસ સ્થળો પર સવારે 9થી સાંજે 4 સુધી સેક્સ ના કરી શકાય. સાથે જ આ પીરિયડમાં લાઉડ સેક્સ પણ માન્ય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp