આ દેશમાં યુવાનોમાં વધી રહ્યો છે ચા અને સમોસાનો ક્રેઝ, UKTIA સરવેમાં થયો ખુલાસો

PC: facebook.com

સમોસાથી ભારતમાં ભાગ્યે જ કોઇ અજાણ હોય. એમ કહેવું ખોટું નથી કે તે ભારતની સૌથી લોકપ્રિય ફૂડ આઇટમ્સમાંથી એક છે, પરંતુ હવે તેનો ક્રેઝ દેશની સરહદ પાર કરી ગયો છે. હાલમાં જ થયેલી સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે, સમોસા ન માત્ર ભારત, પરંતુ બ્રિટનના લોકોમાં પણ લોકપ્રિય છે. ભારતીય નાસ્તો જે બધા ભારતીયોના દિલોમાં ખૂબ ખાસ જગ્યા રાખે છે, ધીરે ધીરે અને સતત બ્રિટિશ યુવાનોમાં પણ તેનો ક્રેઝ વધી રહ્યો છે.

બ્રિટનમાં ચા સાથે બિસ્કિટ ખાવાની પરંપરા ખૂબ જ જૂની છે, પરંતુ હાલના દિવસોમાં આ ટેસ્ટમાં બદલાવને લઇને નવા પ્રયોગ પણ જોવા મળી રહ્યા છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ મુજબ, બ્રિટનમાં હવે ઘણા યુવા ચા સાથે સમોસા અને ગ્રેનોલા પસંદ કરી રહ્યા છે. યુનાઇટેડ કિંગડમ ટી એન્ડ કન્ફ્યૂઝન એસોસિએશન (UKTIA)ના એક રિસર્ચ રિપોર્ટ મુજબ 18-29 વર્ષના લોકોમાં 10માંથી એક ચા સાથે સમોસા ખાવાનું પસંદ કરી રહ્યું છે.

1,000 લોકો પર કરવામાં આવેલા સરવેમાં સામે આવ્યું કે, લગભગ 8 ટકા લોકો ચા સાથે ગ્રેનોલા ખાવાનું પસંદ કરે છે. તો ચા સાથે બીજી પસંદ સમોસા છે. જો કે, રિસર્ચમાં સામેલ 65 વર્ષ કરતા વધુ ઉંમરના લોકો અત્યારે પણ બિસ્કિટ લેવાનું પસંદ કરી રહ્યા છો. એવામાં સ્પષ્ટ છે કે આ ચલણ યુવાઓમાં ઝડપથી ચલણ વધી રહ્યું છે. UKTIAના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. શેરોન હોલ આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મને લાગે છે કે ગ્રેનોલા બાર અને સમોસાથી લોકોનું પેટ ભરાઇ જાય છે.

એવામાં કદાચ તેમને ચા સાથે બિસ્કિટની જગ્યાએ સામેલ કરવાનું આ કારણ હોય શકે છે. શેરોને આગળ કહ્યું કે, કદાચ એવા લોકો કંઇક ચટપટું કે મસાલેદાર શોધી રહ્યા હોય, જેમાં તેમને બિસ્કિટની જગ્યાએ સમોસા એક વિકલ્પ તરીકે નજરે પડ્યા હોય. એક વસ્તુ જેની બાબતે આપણે વધુ જાણવામાં રુચિ રાખીએ છે, તે એ છે કે એવું ભોજન તેમને હાલની યાત્રાનું યાદ અપાવે છે અને સમોસા સાથે તેમને એ સ્મૃતિમાં પાછા લઇ જાય છે.

માર્કેટ રિસર્ચ કંપની મિન્ટેલેની વધુ એક સ્ટડીથી ખબર પડે છે કે 16-24 વર્ષના બાળકોમાં ચા સાથે મીઠી બિસ્કિટ લેવાની સંભાવના 55 વર્ષ કરતા વધુ ઉંમરવાળા લોકોની તુલનામાં અડધી હોય છે. માર્કેટ રિસર્ચ કંપની મિન્ટેલ દ્વારા કરવામાં આવેલી સ્ટડી ઑગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે 2,000 ચા પીનારાઓનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને તેમાં જાણવા મળ્યું કે, ‘જો યુવા પેઢી બિસ્કિટ સાથે હોટ ડ્રિંક લેવાની આદત નથી બનાવતી તો મીઠી બિસ્કિટનું વેચાણ ભવિષ્યમાં જોખમમાં પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp