હવે 2 મિનિટમાં ઘરે જ તૈયાર થઇ જશે ચિલ્ડ બીયર, આ દેશે કરી પાવડરની શોધ

PC: maharashtratimes.com

પીવા વાળા માટે દીલ ખુશ થઇ જાય તેવા એક સારા સમાચાર સામે આવ્યા છે. જર્મનીમાં બીયરના પાવડરની શોધ કરવામાં આવી છે. જેને લીધે માત્ર 2 જ મિનિટમાં ઘરે બેઠા બેઠા બિયર બનાવી શકશો અને ગરમીથી હાશકારો મેળવી શકશો. ભારતમાં લોકોને થોડી રાહ જોવી પડશે. ગુજરાતના લોકોએ ખુશ થવાની જરૂર નથી.

ઉનાળો શરૂ થતાં જ બજારમાં બીયરની માંગ વધી જાય છે. પરંતુ બીયરમાં આલ્કોહોલ હોય છે, તેથી તમે તેને દરેક જગ્યાએ લઈ શકતા નથી અને દરેક જગ્યાએ પી શકતા નથી. કેટલીકવાર બીયરને દુકાનમાંથી ઘરે લાવતી વખતે ગરમ થઈ જાય છે. પરંતુ હવે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે.

જર્મનીએ હવે બીયર પાવડર તૈયાર કર્યો છે. તમારે ફક્ત બે ચમચી પાવડરને ઠંડા પાણીમાં ભેળવવાનું છે અને ઠંડી બીયર તૈયાર થઇ જશે. આ સાથે, તે પર્યાવરણ માટે પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે પાઉડર બિયર બનાવવામાં વધુ કાર્બન ઉત્સર્જન થતું નથી.

જર્મનીની ન્યૂઝ વેબસાઇટ DWમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે,પૂર્વ જર્મનીમાં બનેલો આ બીયર પાવડર એ પહેલી શોધ છે. આજ સુધી કોઇએ બીયરને પાવડરના રૂપમાં તૈયાર કર્યો નથી. આ બીયર પાવડર બનાવનારા નોએત્સેલે બ્રુઅરીનું કહેવું છે કે આ બીયર પાવડર આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવી જશે. સાથે બ્રુઅરીએ કહ્યું કે, બીયરની બંધ બોટલને એક્સપોર્ટ કરવામાં જેટલું કાર્બનનું  ઉત્સર્જન થાય છે તેટલું પાવડરમાં થતું નથી.

નોએત્સેલે બ્રુઅરીએ કહ્યું કે આ પાવડરથી 2 મિનિટની અંદર બીયર તૈયાર થઇ જશે. આ પાવડરને ખરીદીને તમે રાખી શકો છો અને જ્યારે ઇચ્છા થાય ત્યારે માત્ર  ભેળવીને બીયર બનાવી શકો છો.

બ્રુઅરીએ કહ્યુ કે, બોટલ અથવા ગ્લાસમાં 2 ચમચી પાવડર નાંખજો અને પછી હલાવી લેજો એટલે બીયર તૈયાર થઇ જશે. જો કે આ પાવડર માત્ર જર્મનીમાં જ મળી રહ્યો છે, આખી દુનિયામાં આવતા હજુ વાર લાગશે. ભારતના લોકોએ થોડી વધારે રાહ જોવી પડશે, કારણકે ભારતના બજારમાં આવતા પહેલાં તેણે અનેક કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ગુજરાતના લોકો માટે આ ન્યૂઝ આમ તો ખુશ કરી દેવા તેવા છે, પરંતુ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવાને કારણે બીયરનો સત્તાવાર લાભ મેળવી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp