નર્સનું દર્દી સાથે હતું અફેર, કારમાં સેક્સ દરમિયાન પેશન્ટનું મોત, હૉસ્પિટલે...

PC: news.yahoo.com

યુનાઈટેડ કિંગ્ડમના વેલ્સમાં એક નર્સને ત્યારે પોતાની નોકરીથી હાથ ધોવું પડ્યું, જ્યારે હૉસ્પિટલના અધિકારીઓને તેના એક દર્દી સાથે સંબંધ બાબતે ખબર પડી જે હૉસ્પિટલના પાર્કિંગમાં તેની સાથે સંભોગ દરમિયાન માર્યો ગયો હતો. નર્સે મૃતક સાથે એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા સંબંધનો સ્વીકાર કર્યો. નર્સ પર આરોપ લગાવવામાં આવ્યો કે, દર્દીના સંભોગ દરમિયાન અને તેના મોત બાદ પણ તેણે એમ્બ્યુલન્સ બોલાવી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચિકિત્સા ઇમરજન્સી કર્મચારી પાર્કિંગ સ્થળ પર પહોંચ્યા, તો તેમણે દર્દીને આંશિક રૂપે નગ્ન અને નિષ્ક્રિય હતો.

દર્દી વેલ્સની હૉસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર કરાવી રહ્યો હતો અને કાર્ડિયાક અરેસ્ટના કારણે તેનું મોત થઈ ગયું. ‘ધ ટાઇમ્સ યુકે’ના રિપોર્ટ અનુસાર, દર્દીનું મોત ચિકિત્સા પ્રકરણના કારણે હૃદય ગતિ રોકાવા અને ક્રોનિક કિડની રોગથી થયું. આ પ્રકરણમાં એક વિસ્તૃત તપાસ અને નર્સિંગ એન્ડ મિડવાઈફરી કાઉન્સિલ (NMF) પેનલ સમક્ષ ટ્રાયલની માગ પણ ઉઠી હતી. રિપોર્ટ્સથી ખબર પડી કે આરોપી નર્સના સહકર્મીઓને મૃત દર્દી સાથે સંબંધ બાબતે ખબર હતી અને તેમાંથી કેટલાકે તેને ગંભીર પરિણામ બાબતે ચેતવણી પણ આપી હતી, પરંતુ તેણે સ્પષ્ટ રૂપે આ સલાહોને નજરઅંદાજ કરી દીધી.

નર્સે ન માત્ર પોતાના વ્યવસાયની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, પરંતુ એમ્બ્યુલન્સ ન બોલાવવાના કારણે એક ડૉક્ટરના રૂપમાં પણ નિષ્ફળ રહી. તેની જગ્યાએ તેણે પોતાના સાથી કારમાં પડ્યા બાદ એક સહકર્મીને બોલાવ્યો. એમ પણ કહેવામાં આવે છે કે, તેના સહકર્મીઓએ તેને એમ્બ્યુલન્સ બોલાવવા કહ્યું, પરંતુ તેણે નજરઅંદાજ કરી દીધું. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, નર્સે શરૂઆતમાં પોલીસને જણાવ્યું કે, તે દર્દીને મળવા ત્યારે ગઈ જ્યારે તેણે ફેસબુક પર પોતાની મેડિકલ સ્થિતિ બાબતે તેને મેસેજ મોકલ્યો હતો. તેણે કહ્યું કે, તે દર્દીને મળવા ગઈ કેમ કે તેણે કહ્યું હતું કે તે અસ્વસ્થ અનુભવી રહ્યો છે.

‘ધ ટેલિગ્રાફ’ના રિપોર્ટ મુજબ નર્સે કહ્યું કે, તેણે કાર પાછળ માત્ર 30-45 મિનિટ વિતાવ્યા હતા અને તેઓ બસ વાત કરી રહ્યા હતા. ફેબ્રુઆરીમાં પેનલ સામે ટ્રાયલ દરમિયાન નર્સે કહ્યું કે, દર્દી અચાનક પીડાવા લાગ્યો અને તેનું મોત થઈ ગયું. ત્યારબાદ તેણે એ વ્યક્તિ સાથે સંબંધની વાત સ્વીકારી અને કહ્યું કે, તે એ રાત્રે યૌન સંબંધ માટે તેને મળી હતી. મેમાં એક સુનાવણી દરમિયાન તેણે મૃતક સાથે પોતાના સંબંધોને સ્વીકર્યાં જેના પરિણામ સ્વરૂપ તેને કર્તવ્યોથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. રિપોર્ટ્સ મુજબ, હૉસ્પિટલે માન્યું કે, નર્સે નર્સિંગ વ્યવસાયને બદનામ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp