બાઇડને PM મોદીને ભારતમાં મુસ્લિમોની હાલત પર ધ્યાન આપવા માટે કહેવુ જોઈએઃ ઓબામા

PC: hindustantimes.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની વચ્ચે ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મુસ્લિમોને લઇને એક નિવેદન આપ્યું છે અને આ નિવેદન મોદી સરકાર, BJP અને તેના સમર્થકો માટે નવી રાજકીય ચર્ચા ઊભી કરી શકે છે. અમેરિકી ન્યૂઝ ચેનલ CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બરાક ઓબામાએ કહ્યું છે કે, જો હાલ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો PM મોદીને ભારતીય મુસ્લિમોની સ્થિતિ પર ધ્યાન આપવા માટે કેહતે. તેમણે કહ્યું કે, હાલના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ PM મોદીને મળીને આ વાત કહેવી જોઈએ. ઓબામાના રાષ્ટ્રપતિ રહેતા જો બાઇડન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા.

CNNની સીનિયર એન્કર ક્રિશ્ચિયન અમનપૌરે ઓબામાનો ઇન્ટરવ્યૂ કર્યો. આ ઇન્ટરવ્યૂની એક ક્લિપ તેમણે ટ્વિટર પર શેર કરી છે. અમનપૌરે ઓબામાને પ્રજાતંત્ર પર સવાલ કર્યો. પૂછ્યું- રાષ્ટ્રપતિ જો બાઇડેને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને તાનાશાહ કહ્યા છે. તેઓ હાલ USમાં PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે, જેને પણ તાનાશાહ અથવા સંકુચિત પ્રજાતંત્રવાદી માનવામાં આવે છે. એવા લીડર્સ સાથે કેવી રીતે ડીલ કરવી જોઈએ?

બરાકે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું- આ કામ સરળ નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ જે સ્વીકારવી પડી છે. હું જ્યારે રાષ્ટ્રપતિ હતો, હું પણ લોકોને મળતો હતો. મારો સવાલ હતો કે શું આ લોકો પોતાની સરકાર, પોતાની રાજકીય પાર્ટીને પ્રજાતંત્રીય રીતે ચલાવે છે કે નહીં. અને ઘણીવાર તેનો જવાબ નથી હોતો. પરંતુ, શું તમારે આ લોકો સાથે વેપાર કરવાનો હોય છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે. તેમા ઘણા પ્રકારના નાણાકીય મુદ્દા પણ સામેલ છે. પેરિસ સમજૂતિ માટે મેં ચીન અને મોદી, બંને સાથે વાતચીત કરી. મને લાગે છે કે, ક્લાઇમેટ ચેન્જથી મોટો કોઈ મુદ્દો નથી અને આપણે બધાએ મળીને આવનારા ઘણા દાયકાઓ સુધી તેની સામે લડવાનું છે.

જોકે, મને લાગે છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ, જ્યાં સુધી શક્ય હોય, ભલે પ્રાઇવેટમાં અથવા પબ્લિકમાં, પ્રજાતંત્રના સિદ્ધાંતો પર ઊભા રહેવુ જોઈએ અને સવાલ પણ પૂછવા જોઈએ. મને એ વાતની ચિંતા ઓછી છે કે, કોને શું બોલાવવામા આવે છે. મને લોકો કેવા કામ કરે છે, જેની ચિંતા વધુ છે. ઓબામાએ ત્યારબાદ ચીન અને ભારતના અલ્પસંખ્યકોનું વલણ કર્યું. ઉઇગર મુસ્લિમોનો ઉલ્લેખ કરતા કહ્યું-

અમેરિકી રાષ્ટ્રપતિનું આ કહેવુ જરૂરી છે કે, ચીનમાં ઉઇગર મુસ્લિમોને કેમ્પમાં રાખવા અને તેમને ફરીથી ભણાવવા એક સમસ્યા છે. આપણે બધાએ. તેના પર ધ્યાન આપવુ જોઇએ. જો અમેરિકી રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીને મળે, તો તેમણે મોદીને ભારતના અલ્પસંખ્યક મુસ્લિમોની સુરક્ષા પર ધ્યાન આપવા માટે કહેવુ જોઈએ. હું અને મોદી એકબીજાને સારી રીતે જાણીએ છીએ. જો મારી તેમની સાથે વાત થતે તો હું તેમને કેહતે- જો તમે ભારતના અલ્પસંખ્યકોની રક્ષા નહીં કરશો, તો એક સમય એવો આવી શકે છે જ્યારે ભારત તૂટવા માંડશે. અમે જોયુ છે, જ્યારે આવા આંતરિક કલેશ થાય છે, ત્યારે શું થાય છે. આ માત્ર મુસ્લિમોના ભારત માટે જ ખરાબ નથી, હિંદુઓના ભારત માટે પણ ચિંતાનો વિષય હશે.

21 જૂન, બુધવારે વ્હાઇટ હાઉસમાં PM મોદીનું જોરદાર સ્વાગત થયુ. તે પહેલા અમેરિકાના 70 કરતા પણ વધુ સાંસદોએ રાષ્ટ્રપતિ બાઇડેનને એક ચિઠ્ઠી લખી. કહ્યું કે, PM નરેન્દ્ર મોદી સાથે ભારતમાં લોકતંત્રના માનકો અને માનવાધિકારોને લઇને પણ વાત કરવામાં આવે. ઘણી માનવાધિકાર સંસ્થાઓએ પણ ભારતમાં માનવાધિકારોને લઇને સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દા પર અમેરિકી સરકારની પ્રતિક્રિયા આપતા વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું છે કે જો બાઇડન, નરેન્દ્ર મોદીને માનવાધિકારના મુદ્દા પર લેક્ચર નહીં આપશે.

બુધવારે સુલિવને પત્રકારો સાથે વાત કરતા કહ્યું- જો બાઇડન PM મોદી સાથે વાતચીતમાં ભારતના નબળા પડતા લોકતાંત્રિક મૂલ્યોના મુદ્દા ઉઠાવી શકે છે પરંતુ, તેઓ આ મુદ્દા પર તેમને કોઈ પ્રકારનું લેક્ચર નથી આપવાના. તેમણે આગળ કહ્યું- જ્યારે અમેરિકા જુએ છે કે પ્રેસ, ધાર્મિક અથવા અન્ય પ્રકારની આઝાદી માટે પડકારો ઊભા થઈ રહ્યા છે, તો અમે તેના પર વિચાર રજૂ કરીએ છીએ. પરંતુ, માત્ર પોતાના વિચાર વ્યક્ત કરીએ છીએ, લેક્ચર નથી આપતા કે પછી એવુ બતાવવાનો પ્રયત્ન નથી કરતા કે અમારા દેશમાં તે પડકારો નથી. આખરે, ભારતમાં રાજકીય અને લોકતાંત્રિક સંસ્થાઓના સવાલને ભારતીય જ નિર્ધારિત કરશે. અમેરિકા તેના પર કંઈ નહીં કરી શકે.

ભારતના માનવાધિકાર રેકોર્ડને લઇને જો બાઇડેન પર પોતાના સાથી ડેમોક્રેટ્સનું પણ ખૂબ જ દબાણ છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, 70 સાંસદોના પત્ર ઉપરાંત કેટલાક હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટે પણ અમેરિકી સરકારને PM મોદીની સામે માનવાધિકારોનો મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે. આ લોકોએ આરોપ લગાવ્યો છે કે CAA કાયદો, ધર્માંતરણ વિરોધી કાયદો, મુસ્લિમ વસ્તી ધરાવતા કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવો, BJP સરકાર દરમિયાન કર્ણાટકની સ્કૂલોમાં મુસ્લિમ મહિલાઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધ અને ગેરકાયદેસર નિર્માણના નામ પર મુસ્લિમોના મકાન તોડી પાડવા જેવા કામો દ્વારા ભારતમાં માનવાધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp