શાળાના છેલ્લા દિવસે શિક્ષકે આપ્યું ગજબનું સરપ્રાઇઝ! વિદ્યાર્થીઓ ભાવુક બની ગયા

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેઓ શીખવે છે, પ્રેરણા આપે છે, પોષણ આપે છે અને પોતાના એક શ્રેષ્ઠ સંસ્કરણ તરીકે તેમને મોટા કરે છે. કેટલાક શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને મૂલ્યવાન અને પ્રેમની અનુભૂતિ કરાવવા માટે વધારાના પ્રયાસો કરતા હોય છે. એક શિક્ષકની આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અન્ય તમામ સંબંધોની જેમ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે એક વિશેષ સંબંધ હોય છે. જ્યારે, ઘણી વખત એવું પણ જોવા મળે છે કે, જ્યારે કોઈ શિક્ષક શાળા છોડીને જતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ રડવા લાગે છે. સાથે જ શિક્ષકો પણ તેમનો પ્રેમ જોઈને ભાવુક થઈ જાય છે. ઘણી વખત બાળકો શિક્ષક માટે વિદાય પાર્ટી અથવા સરપ્રાઈઝનું આયોજન કરે છે.
પરંતુ તાજેતરમાં એક મહિલા શિક્ષકે તેના વિદ્યાર્થીઓને તેમના શાળાના છેલ્લા દિવસે સરપ્રાઈઝ આપી હતી. જ્યારે તેણે હિથર સ્ટેન્સબેરી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે શેર કર્યું, ત્યારે લોકોએ તેના વખાણ કરવાનું શરૂ કર્યું. હીથર શાળામાં તેના છેલ્લા દિવસે ઓવરકોટ પહેરીને ક્લાસમાં જાય છે. પરંતુ તેણે જેવો પોતાનો ઓવરકોટ હટાવ્યો કે તરત જ તેના વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું. આનું કારણ હિથરનો સફેદ ડ્રેસ હતો, જેમાં તેના તમામ વિદ્યાર્થીઓની એક ખાસ નિશાની હતી.
વાસ્તવમાં, થોડા સમય પહેલા તેમણે તેમના વિદ્યાર્થીઓને તેમનો સફેદ ડ્રેસ આપ્યો હતો અને તેમને તેના પર ચિત્રકામ અને કંઈક કારીગીરી બતાવવા માટે કશુંક કરવાનું કહ્યું હતું. બાળકોએ હિથરના ડ્રેસ પર પણ ઘણાં ચિત્રો બનાવ્યા હતા. હવે જ્યારે હિથર આ ડ્રેસ પહેરીને આવી તો તેના સ્ટુડન્ટ્સ જેટલા ખુશ થઈ ગયા હતા, તેટલા જ ભાવુક પણ થઈ ગયા હતા.
ક્યાંક હીથરના ડ્રેસ પર ક્યાંક મેઘધનુષ્ય બનેલું છે તો ક્યાંક પક્ષી અને ક્યાંક સુંદર ફૂલો અને પતંગિયા. ડ્રેસ પર બનાવેલ ડ્રોઇંગ જોઈને ખબર પડે છે કે, હિથર ખૂબ જ નાના બાળકોને ભણાવે છે. પરંતુ તેનો ડ્રેસ બાળકો દ્વારા ચિત્ર દોરેલો નહીં પણ પ્રિન્ટેડ હોય તેવું લાગે છે. ડ્રેસ ખરેખર સુંદર લાગી રહ્યો છે.
હીથરે આ પોસ્ટ 25 મેના રોજ કરી હતી અને તેને અત્યાર સુધી લાખો વખત જોવામાં આવી છે. જ્યારે, લોકોએ તેના પર ટિપ્પણીઓનો વરસાદ પણ કર્યો છે. એક યુઝરે કમેન્ટ કરી, મારા સમગ્ર શાળા સમય દરમિયાન મને એવા થોડા જ શિક્ષકો મળ્યા જેમણે મારા મન પર છાપ છોડી હોય. મને ખાતરી છે કે હીથરના વિદ્યાર્થીઓ તેને અને તેના છેલ્લા દિવસને જીવનભર યાદ રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp