એક સમયે હોટલમાં ભોજન પીરસતી હતી, આજે તે USમાં 2 લાખ કરોડની કંપની ચલાવી રહી છે

PC: moneyinc.com

ભારતથી અમેરિકા જઈને ટેક સેક્ટરમાં સુંદર પિચાઈ, સત્ય નડેલા, પરાગ અગ્રવાલ, થોમસ કુરિયન સહિત ઘણા ટોચના CEOએ સમગ્ર વિશ્વમાં તેમની પ્રતિભા સાબિત કરી છે. જો કે, આ નામો ખૂબ ફેમસ છે અને સમાચારોમાં રહ્યા છે, પરંતુ કેટલાક નામ એવા છે જે વધારે હેડલાઈન્સ તો નથી બનાવી શક્યા પરંતુ ટેલેન્ટના મામલે પણ આગળ રહ્યા છે. યામિની રંગન આ યાદીમાં સામેલ છે, ભારતના નાના શહેરમાંથી અમેરિકા પહોંચીને દેશની આ દીકરીએ મોટું નામ કમાવ્યું છે.

યામિની રંગનનું નામ ટેક્નોલોજી સેક્ટરમાં આદરણીય CEO તરીકે લેવામાં આવે છે. યામિની USમાં 25.66 બિલિયન ડોલર એટલે કે 2 લાખ કરોડથી વધુની નેટવર્થ સાથે કંપનીનું નેતૃત્વ કરી રહી છે. તે ભારતમાં સ્થિત ડેવલપર અને સોફ્ટવેર ફર્મ HubSpotની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે. આવો જાણીએ માત્ર 21 વર્ષની ઉંમરમાં અમેરિકા પહોંચેલી યામિનીએ સફળતાની આ સફર કેવી રીતે નક્કી કરી.

21 વર્ષની ઉંમરે યામિની મોટા સપના સાકાર કરવા માટે ભારતના એક નાના શહેરમાંથી અમેરિકા આવી હતી. જોકે, સફળતાની આ સફર એટલી સરળ નહોતી. યામિની રંગને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. એક મહિના માટે અમેરિકામાં રહેવાનો પ્રયાસ કરતી, યામિનીનું ભાડું ચૂકવ્યા પછી તેના ખિસ્સામાં માત્ર 150 ડૉલર બચ્યા હતા. આવી સ્થિતિમાં તેને કોઈપણ સંજોગોમાં કામની જરૂર હતી.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, યામિનીએ તેની પ્રથમ નોકરી એટલાન્ટાના ફૂટબોલ સ્ટેડિયમમાં કરી હતી, જ્યાં તેણે રેસ્ટોરન્ટમાં ભોજન પીરસ્યું. યામિનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે હંમેશા સ્વતંત્ર રહેવા માંગતી હતી અને ઘરે પરત જવા માંગતી ન હતી અને તેના માતા-પિતા પાસેથી પૈસા માંગતી નહોતી.

યામિની રંગને ભરથિયાર યુનિવર્સિટી, કોઈમ્બતુરમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા પહેલા બર્કલેથી MBA કર્યું. તેમની લાંબી અને સફળ કારકિર્દીમાં, તેમણે SAP, Lucent, Workday અને Dropbox જેવા IT જાયન્ટ્સ માટે કામ કર્યું. 2020માં, તેઓ HubSpotમાં ચીફ કસ્ટમર એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા.

એક વર્ષની અંદર, તેણીને 2021માં CEO પદ પર બઢતી આપવામાં આવી અને યામિની રંગન ઓરાવલેની સફ્રા કેટ્ઝ, અરિસ્તાની જયશ્રી ઉલ્લાલ અને HCLની રોશની નાદર જેવી ટોચની મહિલા CEOની યાદીમાં જોડાઈ. તેણીએ 2019માં સાન ફ્રાન્સિસ્કોમાં વ્યવસાયમાં સૌથી પ્રભાવશાળી મહિલા સહિત ઘણા પુરસ્કારો જીત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp