સ્વીડનમાં સંસદની બહાર સળગાવાઈ કુરાન, પોલીસે પરવાનગી આપી હતી, મુસ્લિમ દેશોએ...

PC: moroccoworldnews.com

ઈસ્લામિક દેશોમાં વારંવાર કડક વિરોધ કર્યો હોવા છતાં સ્વીડનમાં કુરાનને સળગાવવાની ઘટનાઓ પર રોક લાગી રહી નથી. પોલીસની પરવાનગી લીધા બાદ સોમવારે ફરી એકવાર સ્વીડનમાં કુરાનને સળગાવવામાં આવી. આ વખતે કુરાનને સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં સંસદની બહાર સળગાવાઈ. કુરાન સળગાવવાની ઘટનાઓના વિરોધમાં સોમવારે જ ઈસ્લામિક દેશોના સૌથી મોટા સંગઠન OICએ એક બેઠક બોલાવી. જેમાં સાઉદી આરાબના વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાને આ ઘટનાને લઇ સ્વીડન અને ડેનમાર્કની પ્રતિક્રિયાઓને લઇ નિરાશા વ્યક્ત કરી છે.

સ્વીડનમાં પવિત્ર કુરાનને આ રીતે સળગાવવાની ઘટના સંસદની બહાર કરવામાં આવી. કુરાનને સળગાવનાર પહેલા પણ આવું કરી ચૂક્યો છે. આ વ્યક્તિએ જૂન મહિનામાં પણ સ્ટોકહોમની મુખ્ય મસ્જિદની બહાર આ રીતે કુરાન સળગાવી હતી.

સોમવારે સ્ટોકહોમમાં સ્વીડનની સંસદની બહાર બે પ્રદર્શનકારીઓએ કુરાનના પાના ફાડ્યા અને તેને સળગાવી દીધી. હાલના દિવસોમાં આ ત્રીજુ પ્રદર્શન છે. સલવાન મોમિકા અને સલવાન નજેમ નામના વ્યક્તિઓએ સંસદની બહાર કુરાન સળગાવી તેનું અપમાન કર્યું હતું.

જણાવીએ કે, મોમિકા એક ઈસાઈ ઈરાકી શરણાર્થી છે. આ ઘટનાને લઇ દુનિયાભરના મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી. હેરાન કરનારી વાત તો એ છે કે, પોલીસે સોમવારે સંસદની બહાર કુરાનને આગમાં હોમી દેવાની પરવાનગી આપી. જેમાં ઉત્તેજિત પ્રદર્શનકારીઓએ કથિતપણે કુરાનને સળગાવી દેવાની યોજના બનાવી.

બીજી બાજુ સ્વીડનના પ્રધાનમંત્રીએ સોમવારે ચેતવણી આપતા કહ્યું હતું કે, ઈસ્લામના પવિત્ર પુસ્તકનું અપમાન કરનારા પ્રદર્શનકારી સ્વીડનને આતંકવાદનું મોટું ટાર્ગેટ બનાવી રહ્યા છે.

OICના મુખ્ય સચિવ હુસૈન ઈબ્રાહિમ તાહાએ એક વાતચીતમાં સ્વીડન અને ડેનમાર્કને ઈસ્લામી દુનિયા માટે મુદ્દાની ગંભીરતા અને સંગઠનના દેશોની સાથે સંબંધો પર પડનારી અસર પર વિચાર કરવા કહ્યું.

સંગઠને એક નિવેદનમાં કહ્યું છે કે, ગુરુવારે સ્વીડનના વિદેશ મંત્રી ટોબિયાસ બિલ્સટોમે OICના મહાસચિવને ફોન કરી કહ્યું કે સ્વીડન કુરાન સળગાવવાની ઘટનાઓને ફગાવે છે. સ્વીડન OIC દેશો સાથે સારા સંબંધ જાળવી રાખવા માગે છે. OICએ કહ્યું કે, રવિવારે ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેને પણ તાહાને ફોન કરી કુરાનના અપમાનની નિંદા કરી અને કહ્યું કે તેમની સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp