26th January selfie contest

પાક. એક્ટ્રેસે PM મોદી સામે ફરિયાદ દાખલ કરવા કરી માગ, પોલીસે આપ્યો મજેદાર જવાબ

PC: livemint.com

પાકિસ્તાની એક્ટ્રેસ સહર શિનવારી અવારનાવર ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓ વિરુદ્ધ ટ્વીટ કરતી રહે છે. હંમેશાંથી જ તે પોતાના ટ્વીટ દ્વારા ટ્રોલ પણ થાય છે. ક્યારેક તે ભારતને T20 વર્લ્ડ કપમાં હરાવવાના વાયદાની સાથે ઝિમ્બાબ્વેના ખેલાડી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે, તો ક્યારેક ભારતના જીતવા પર પોતાના ટ્વિટ ડિલીટ કરવાની ધમકી આપી દે છે. તેમજ આ વખતે તો સહરે બધી જ હદો પાર કરી દીધી. સહરે આ વખતે કોઈ ભારતીય ખેલાડી પર નહીં પરંતુ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટ્વિટ કર્યું છે.

પાકિસ્તાની એક્ટ્રેસ સહર શિનવારી PM મોદી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવા માંગે છે. તેણે એક ટ્વિટમાં કહ્યું- કોઈને દિલ્હી પોલીસની ઓનલાઇન લિંક ખબર છે? મારે ભારતીય PM અને ભારતીય ગુપ્તચર એજન્સી રૉ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવી છે. તેઓ મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવી રહ્યા છે. ભારતીય કોર્ટ સ્વતંત્ર હોવાનો દાવો કરે છે, એવામાં મને વિશ્વાસ છે કે, ભારતીય હાઈ કોર્ટ મને ન્યાય અપાવશે.

પોતાના આ ટ્વિટના એક કલાક પહેલા પણ સહરે PM મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા પર એક ટ્વિટ કર્યું હતું. તેણે કહ્યું- હું PM મોદી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવા જઈ રહી છું કારણ કે, તેઓ જ પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો મુખ્ય સ્ત્રોત છે.

સહર શિનવારીના આ ટ્વિટ પર દિલ્હી પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સહરની ટ્વિટ પર જવાબ આપતા કહ્યું- અમને ડર છે કે પાકિસ્તાનમાં હજુ પણ અમારો અધિકાર ક્ષેત્ર નથી. પરંતુ, અમે એ જાણવા માંગીશું કે પાકિસ્તાનમાં જ્યારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે તો તમે ટ્વિટ કઈ રીતે કરી રહ્યા છો?

સહર શિનવારીનું આ ટ્વિટ જોત જોતામાં વાયરલ થઈ ગયુ. યુઝર્સ તેના આ ટ્વિટ પર તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે તેના આ ટ્વિટ પર લખ્યું, પાકિસ્તાનને ભારતમાં ભેળવી દઇશું અને તને ચીન મોકલી આપીશું. તેમજ અન્ય એક યુઝરે કહ્યું- તું ઓનલાઇન ટ્વિટ કરી રહી છે અને ઓનલાઇન લિંક નથી શોધી શકતી. ગૂગલ કરી લે. તેમજ અન્ય એક યુઝરે લખ્યું- તું યુપી પોલીસને ફોન કેમ નથી કરતી. તેઓ કંટાળી ગયા છે અને કંઇક નવુ શોધી રહ્યા છે. એકવાર ઉત્તર પ્રદેશ પોલીસને પણ સેવાની તક આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp