જે હવેલીમાં રાજ કપૂરનો જન્મ થયો, તેને લઈને કેમ થઈ રહ્યો છે પાક.માં હોબાળો?

PC: koimoi.com

પાકિસ્તાનની એક કોર્ટે પેશાવરમાં બોલિવુડ એક્ટર રાજ કપૂરની ઐતિહાસિક ‘કપૂર હવેલી’ પર માલિકી હકને લઈને દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. રાજ કપૂરની આ હવેલીને વર્ષ 2016માં પાકિસ્તાનની પ્રાંતિય સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દીધી હતી. પેશાવર હાઇકોર્ટની 2 સભ્યોની પીઠે હવેલી પર માલિકી હકને લઈને અરજીકર્તાની અરજી ફગાવી દીધી છે. આ પીઠમાં જસ્ટિસ ઇશ્તિયાક ઇબ્રાહિમ અને અબ્દુલ શકૂર સામેલ હતા. કોર્ટે આ અરજીને પેશાવરના લોકપ્રિય કિસ્સા ખ્વાની બજારમાં દિગ્ગજ એક્ટર દીલિપ કુમારની હવેલીની અધિગ્રહણ પ્રક્રિયાથી જોડાયેલા એક આદેશને ધ્યાનમાં લઈને ફગાવી દીધી છે.

દીલિપ કુમારની હવેલીને પણ તાત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફની આગેવાનીવાળી સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દીધી હતી. ખૈબર પખ્તુનખ્વાના એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે, પ્રાંતિય આર્કિયોલોજી વિભાગે વર્ષ 2016માં એક અધિસૂચના જાહેર કરીને રાજ કપૂરની હવેલીને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દીધી હતી. તેના પર જસ્ટિસ શકૂરે આર્કિયોલોજી વિભાગને પૂછ્યું કે, શું તેમની પાસે કોઈ દસ્તાવેજ કે કોઈ પુરાવા છે જેથી ખબર પડે કે રાજ કપૂરનો પરિવાર ક્યારેય આ હવેલીમાં રહ્યો હતો?

અરજીકર્તા સઇદ મૂહમ્મદના વકીલ સબાહુદ્દીન ખત્તાકે કોર્ટને જણાવ્યું કે, અરજીકર્તાના પિતાએ વર્ષ 1969ના એક ઓક્શન દરમિયાન આ હવેલી ખરીદી લીધી હતી. તે ત્યારથી આ સંપત્તિના માલિક છે. તેમણે દાવો કર્યો કે, કોઈ પણ વિભાગ પાસે એવા કોઈ દસ્તાવેજ નથી, જેનાથી ખબર પડી શકે કે રાજ કપૂર અને તેનો પરિવાર ક્યારેય આ હવેલીમાં રહ્યો હતો કે નહીં. ઉલ્લેખનીય છે કે, હવે આ હવેલી ખૂબ જર્જરિત અવસ્થામાં છે અને તેના હાલના માલિક એ હવેલીને ધ્વસ્ત કરીને એક કોમર્શિયલ પ્લાઝા બનાવવા માગે છે, પરંતુ આર્કિયોલોજી વિભાગ તેની વિરુદ્ધ છે.

તે આ હવેલીના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખતા આ ધરોહરને સાચવીને રાખવા માગે છે. રાજ કપૂરના પૈતૃક આવાસને ‘કપૂર હવેલી’ના નામથી ઓળખાવામાં આવે છે. તે પેશાવરના લોકપ્રિય કિસ્સો ખ્વાની બજારમાં છે. તેનું નિર્માણ વર્ષ 1918 થી વર્ષ 1922 વચ્ચે રાજ કપૂરના દાદા દીવાન બશેશ્વરનાથ કપૂરે કરાવ્યું હતું. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોક કપૂરનો જન્મ આ જ હવેલીમાં થયો હતો. ઋષિ કપૂર અને તેમના ભાઈ રણધીર કપૂર વર્ષ 1990ના દશકમાં આ હવેલોની મુલાકાત લઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp