ઇમરાન ખાનનું ભાષણ પ્રસારિત કરનારી પાકિસ્તાની ટી.વી. ચેનલ પર થઇ આ કાર્યવાહી

PC: indiatvnews.com

પાકિસ્તાનન મીડિયા નિયામક દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના ભાષાણના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાના થોડા કલાક બાદ ARY ટી.વી.નું પ્રસારણ એક દિવસ અગાઉ તેમનું ભાષણ પ્રસારિત કરવાને લઇને સોમવારે બંધ કરી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા નિયામકીય ઓથોરિટી (PEMRA)એ રવિવારે રાત્રે અલગ અલગ સેટેલાઇટ ટેલિવિઝન ચેનલ પર 70 વર્ષીય પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું સીધુ કે રેકોર્ડેડ ભાષણના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ અગાઉ ઇસ્લામાબાદ પોલીસ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરી શકી નહોતી. ARYનું પ્રસારણ હાલમાં થઇ રહ્યું નથી. હાલમાં નિયામક દ્વારા પ્રતિબંધનો સંદેશ જ દેખાડે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, ARY ઇમરાન ખાન પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. આ ચેનલ વિરુદ્ધ પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી છે. PEMRAના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એ જોવામાં આવ્યું છે કે તહરિક-એ-ઇન્સાફના અધ્યક્ષ પોતાના ભાષાણો/નિવેદનોથી સતત પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે તથા સરકારી સંગઠનો અને અધિકારીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપીને નફરતી ભાષણ આપી રહ્યા છે.

જેથી કાયદા વ્યવસ્થાને લઇને સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે અને શાંતિમાં ખલેલ પડી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એટલે સક્ષમ ઓથોરિટી એટલે કે PEMRAના અધ્યાક્ષ બધી સેટેલાઇટ ચેનલ પર તાત્કાલિક પ્રભાવથી શ્રી ઇમરાન ખાનના ભાષણ/પ્રેસ કોન્ફરન્સ (રેકોર્ડેડ કે સીધુ)ના  પ્રસારણ/પુનઃ પ્રસારણ પર રોક લગાવે છે. PEMRAએ ટી.વી ચેનલોને ચેતવણી આપી છે કે આ આદેશનું પાલન ન કરવા પર લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવશે.

રવિવારે ઇસ્લામાબાદ પોલીસ એ શંકાના આધાર પર ધરપકડ વોરન્ટ લઇને ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે લાહોર ગઇ હતી કે તેઓ કોર્ટમાં ઉપસ્થિત થતા બચી રહ્યા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે ઇમરાન ખાન પોતાના ઘર પર નથી. જો કે, થોડા સમય બાદ તેઓ ઘરની બહાર આવ્યા અને તીખું ભાષણ આપ્યું, જેને ARY ન્યૂઝે પ્રસારિત કરી દીધું હતું, ફળસ્વરુપ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઇમરાન ખાન પોતાની ધરપકડ પર રોક લગાવવા માટે સોમવારે કોર્ટ ગયા હતા. આ પહેલી વખત નથી જ્યારે PEMRAએ ઇમરાન ખાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં પણ PTIના અધ્યક્ષના ભાષાનો અને કોન્ફરન્સના પ્રસરણ અને પુનઃ પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, સરકારે એ જ દિવસે નિર્ણયને રદ્દ પણ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp