પાકિસ્તાની સેનાની બેશરમી! આતંકી સલાહુદ્દીનને આપી બુલેટ પ્રૂફ કાર

PC: thehindubusinessline.com

પાકિસ્તાની સેનાની વધુ એક કરતૂક સામે આવી છે, જેથી સ્પષ્ટ થઈ જાય છે કે પાકિસ્તાન ખુલ્લેઆમ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકીઓની હત્યાથી પરેશાન પાકિસ્તાની આર્મીએ હિજબૂલ મુજાહિદ્દીન ચીફ સૈયદ સલાહુદ્દીનને બુલેટ પ્રૂફ કાર આપી દીધી છે. આ અગાઉ પાકિસ્તાનમાં હિજબૂલ મુજાહિદ્દીનનો માસ્ટરમાઈન્ડ ખુલ્લેઆમ ફરતો નજરે પડ્યો હતો. તે પાકિસ્તાન સરકાર પાસેથી મળેલી સુરક્ષા વચ્ચે લાહોરમાં એક જનાજામાં સામેલ થયો હતો.

આ દરમિયાન પાકિસ્તાની પોલીસ અને રેન્જર્સની ઉપસ્થિતિ પણ હતી. સૈયદ સલાઉદ્દીને બશીરના જાનજામાં નમાજ પણ પડી હતી અને ભારત વિરુદ્ધ નિવેદન પણ આપ્યું હતું. અમેરિકાએ સૈયદ સલાઉદ્દીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. તેને હાલમાં જ પાકિસ્તાનમાં માર્યા ગયેલા ભારતના સૌથી વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક બશીર અહમદ પીરના જનાજામાં નમાજ પડતો નજરે પડ્યો હતો. બશીર અહમદ પીરના જનાજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

એ સમયે પણ પાકિસ્તાન સેનાની બેશરમી સ્પષ્ટ નજરે પડી હતી, જ્યારે સૈયદ પાકિસ્તાની સૈનિકોથી ઘેરેલો દેખાયો હતો. દુનિયાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી (સૈયદ સલાહુદ્દીન)ની પાકિસ્તાનમાં આ રીતે ખુલ્લેઆમ ઉપસ્થિતિ બતાવે છે કે પાકિસ્તાને આતંકવાદનો સામનો કરવાની પોતાની ક્ષમતાને મજબૂત કરવા માટે તેને આપવામાં આવેલી 34 કાર્ય યોજનાઓ બાબતે FATFને ખોટી જાણકારી આપી હતી.

કોણ છે સૈયદ સલાહુદ્દીન?

સૈયદ સલાહુદ્દીન આતંકવાદી સંગઠન હિજબૂલ મુજાહિદ્દીનનો પ્રમુખ છે. આ સંગઠને ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઘણી મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. તે ભારતની મોસ્ટ વોન્ટેડ ટેરેરીસ્ટની લિસ્ટમાં છે. સૈયદ સલાહઉદ્દીનને અમેરિકાએ ગ્લોબલ આતંકવાદીઓની લિસ્ટમાં નાખી રાખ્યો છે.  જો કે, તેના તુરંત બાદ PoKના મુજફ્ફરાબાદના સેન્ટર પ્રેસ ક્લબમાં પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતો નજરે પડ્યો હતો. તેનો જન્મ 18 ફેબ્રુઆરી 1946ના રો કાશ્મીર વેલીના બડગામમાં થયો હતો. તેનો પિતા ભારત સરકારમાં પોસ્ટ વિભાગમાં કામ કરતો હતો. શરૂઆતમાં તેનો રસ મેડિસિન ભણવા તરફ ગયો, પરંતુ ત્યારવબાદ તેણે સિવિલ સર્વિસ જોઇન્ટ કરવાનો નિર્ણય લીધો.

યુનિવર્સિટી ઓફ કાશ્મીરથી રાજનીતિ વિજ્ઞાનનો અભ્યાસ કરતી વખત તે જમાત-એ-ઇસ્લામીના સંપર્કમાં આવ્યો અને તેની જમ્મુ-કાશ્મીર શાખાનો સભ્ય બની ગયો. તે મહિલાઓને બુરખો પહેરવા અને તેમને પાકિસ્તાનના સમર્થનમાં જુલૂસ કાઢવા માટે મનાવવામાં સફળ રહ્યો. યુનિવર્સિટીનો અભ્યાસ સમાપ્ત થાય બાદ સિવિલ સેવાની પરીક્ષામાં હિસ્સો લેવાની જગ્યાએ મદ્રેસામાં ઇસ્લામી શિક્ષક બની ગયો. તેના લગ્ન નફિસા નામની મહિલા સાથે થયા. જેનથી તેના 5 દીકરા અને 2 દીકરીઓ છે.

સૈયદ સલાહુદ્દીને વર્ષ 1987માં જમ્મુ-કાશ્મીરથી મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટની ટિકિટ પર અમીરા કદલ સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તે ભારે મતોથી હારી ગયો અને આ સીટથી નેશનલ કોન્ફરન્સના ગુલામ મોહિઉદ્દીન શાહ જીતી ગયો. ત્યારબાદ મોહિઉદ્દીન વિરુદ્ધ  હિંદક પ્રદર્શન થયું, જેની આગેવાની સૈયદ સલાહુદ્દીને કરી હતી. આ મામલે તેની ધરપકડ કરીને જેલ મોકલી આપવામાં આવ્યો. વર્ષ 1989માં છૂટ્યા બાદ તેણે કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે હિજબૂલ મુજાહિદ્દીનની સ્થાપના કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp