પોતે ઉછરેલા સાંપોલિયા હવે ડંખે છે. એક પ્રદેશ પર આંતકીઓનો કબ્જો, પાક સેના લાચાર

PC: indiatvnews.com

અફઘાનિસ્તાનની સાથે લાગતી સરહદ પાસે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી રહી છે. આતંકી ગતિવિધિઓ એટલી હદે વધી ગઇ છે કે, ત્યાંના સુરક્ષાબળ પણ લાચાર નજરે પડી રહ્યા છે. પરિસ્થિતિ ખૈબર પખ્તુનખ્વામાં વધારે ખરાબ છે.

જ્યાં, થોડા દિવસોથી આતંકી ગતિવિધિઓમાં અત્યંત વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનના સરહદી પ્રાંતો પર આતંકવાદી હુમલાની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. તેનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે અને સતત સુરક્ષા મુદ્દાઓને અવગણી રહ્યું છે.

મધ્ય પૂર્વના એક સમાચાર સંગઠન અનુસાર, અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રવેશથી કેટલાક અન્ય આતંકવાદી સમૂહોને પણ એક મોકો નજરે પડી રહ્યો છે. તાલિબાને તેમને પાકિસ્તાનમાં પોતાના આતંકવાદી અભિયાનનો વિસ્તાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 28મી નવેમ્બરના રોજ તહરીક એ તાલિબાન પાકિસ્તાન ઇસ્લામાબાદની સાથે શાંતિ વાર્તાથી બહાર થઇ ગયું હતું. ત્યાર બાદથી પાકિસ્તાનના સુરક્ષા દળો ખૈબર પખ્તૂનખ્વામાં નિયમિત સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાને 1970ના દાયકાના ઉત્તરાર્ધથી ખુલ્લી રીતે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક જેહાદનું સમર્થન કર્યું હતું. આ પાકિસ્તાનની ભૂલ હતી. તેને અંદાજો નથી કે, એક ચરમપંથી ધાર્મિક વિચારધારાનું સમર્થન કરવું તેના પોતાના ક્ષેત્ર અને નાગરિકો પર શું પ્રભાવ પાડશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાને હવે પોતાના તાલિબાન સમર્થક વાળા નિવેદનને ઓછા કર્યા છે અને અફઘાનિસ્તાનમાં પોતાની વિફળતાઓ પરથી આંતરરાષ્ટ્રીય ધ્યાન હટાવવા માટે આતંકવાદથી પીડિતની જેમ વ્યવહાર કરવા લાગ્યું છે.

આ દરમિયાન, ચીન જે દરેક ચીજ માટે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે, તે હવે ફક્ત અફઘાનિસ્તાનના સંસાધનોનો ઉપયોગ કરવામાં રૂચિ બતાવી રહ્યું છે. તેના સિવાય ચીન માનવીય સંકટની સ્થિતિ પ્રતિ ચુપ અને અનભિજ્ઞ બનેલું છે. 

ગત વર્ષ દરમિયાન, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, ગુલ બહાદુર સમૂહ, ઇસ્લામિક સ્ટેટ ખુરાસન અને કેટલાક અન્યના આતંકવાદીઓએ કથિત રૂપે કેપી પ્રાંતમાં ઓછામાં ઓછા 165 આતંકી હુમલા કર્યા છે, જે 2020ની સરખામણીમાં 48 ટકા વધારે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરેક હુમલા તહરીક એ તાલિબાન પાકિસ્તાને કરાવ્યા હતા.

પાકિસ્તાનમાં સુરક્ષા પ્રતિષ્ઠાન પણ ગંભીર મુદ્દાનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની હાલની બેઠક દરમિયાન શેર કરવામાં આવેલા રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે કેપીના આંતકવાદ વિરોધી વિભાગમાં ક્ષમતા ઓછી છે. રિપોર્ટ દ્વારા ખબર પડે છે કે, ત્યાં ખર્ચ ઓછો થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ગયા વર્ષે પંજાબમાં ફક્ત પાંચ આતંકવાદી ઘટનાઓ થઇ, જ્યારે કેપીમાં 704 ઘટના બની.

ગયા સપ્તાહમાં 18મી ડિસેમ્બરના રોજ અશાંત ખૈબર પખ્તૂનખ્વાના બન્નૂ જિલ્લામાં એક સુરક્ષા પરિસર પર તહરીક એ તાલિબાન પાકિસ્તાનથી સંબંધિત આતંકવાદીઓએ કબજો કરી લીધો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાને તેને લઇને કહ્યું હતું કે, આ ગંભીર ઘટના હતી. તેમણે કહ્યું કે, કાયદા પ્રવર્તન એજન્સીઓએ એક સફળ અભિયાન ચલાવીને પરિસર પર કબજો કરવા વાળા દરેક આતંકીઓને માર્યા હતા. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત પાકિસ્તાની તાલિબાન આતંકવાદી સમૂહે લીધી છે.

તેના પરિણામ સ્વરૂપ બે દિવસીય સુરક્ષા સંકટ ઉત્પન્ન થઇ ગયું, જેના માટે પાકિસ્તાની સેનાએ બંધકોને મુક્ત કરવા માટે એક સૈન્ય અભિયાન કરવું પડ્યું. એ રીતે, 20મી ડિસેમ્બરના રોજ તહરીક એ તાલિબાન પાકિસ્તાન દક્ષિણ વઝીરિસ્તાનના વાનામાં એક પોલીસ સ્ટેશનમાં જબરજસ્તી ઘુસી ગયા અને હથિયાર લૂંટીને સફળતા પૂર્વક ફરાર થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp