26th January selfie contest

પાકિસ્તાનમાં અનાજનું સંકટ, ગેસ સિલિન્ડરની પણ જમાખોરી,શું શ્રીલંકા જેવી હાલત થશે?

PC: prokerala.com

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જોવા મળી રહી છે કારણ કે આ દેશ વિદેશી મુદ્રા ભંડારનો ભારે કમી ઝેલી રહ્યો છે. પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં 6.7 બિલિયન અમેરિકન ડોલરનો ઘટાડો આવ્યો છે. આ વચ્ચે ચીને પણ અહીં રોકાણ ઓછું કરી દીધું છે. રાજનીતિય ઉથલપાથલે પણ અર્થ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલત એવા છે કે ભારે મોંઘવારી વચ્ચે દેશમાં રોકડના સંકટની સાથે સાથે ઉર્જાનું સંકટ પણ વધી ગયું છે.

શહબાઝ શરીફ સરકારે તેને જોતા ઉર્જાની ખપતમાં કટૌતી કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના નાગરિકોને વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. અલ અરબિયા પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનમાં આ સમયે વીજળીની આપૂર્તિ માંગથી આશરે 7000 મેગાવોટ ઓછી છે. ઉર્જા સંકટની વચ્ચે દેશના ઉત્તરી પશ્ચિમ વિસ્તાર એટલે કે ખૈબર પખ્તુખ્વા પ્રાંતમાં લોકો સિલિન્ડર માટે તરસી રહ્યા છે. ત્યાં લોકોને એક સિલિન્ડર માટે 10,000 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ઘણા લોકો પ્લાસ્ટીકની થેલીમાં ગેસ ભરવા માટે મજબૂર બની રહ્યા છે. આ વચ્ચે ખબર આવી રહી છે કે લોકોએ ઉર્જા સંકટને જોતા ગેસ સિલિન્ડરોને જમા કરવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનમાં ઉર્જા સંકટની સાથે અનાજ સંકટ પણ વધવા લાગ્યું છે. ડોન સમાચારના જણાવ્યા પ્રમાણે, દેશના ઘણા વિસ્તારોમાં ઘઉંનું સંકટ ઊભુ થયું છે. મતલબ પાકિસ્તાનમાં આવનારા દિવસોમાં રોટલી ખાવાના પણ લોકોને લાલા પડી શકે છે. જોકે કેન્દ્ર સરકારે ભરોસો અપાવ્યો છે કે ઘઉંની આયાત કરવામાં આવી રહી છે. સમાચાર પ્રમાણે, ઈસ્લામાબાદમાં 40 લોટની મિલોનું દૈનિક ઉત્પાદન 20 કિલો ઘઉંની 38000 બેગનું છે, પરંતુ મિલનો ઘઉં પર્યાપ્ત ન મળી રહ્યા હોવાના લીધે રોજની 17,000 ઘઉંની બેગમાં કમી જોવા મળી રહી છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રી તારિક બશીર ચીમાએ ઘઉંના સંકટ માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું છે કે તેમની સરકાર રાજ્યોની માંગ પ્રમાણે ઘઉં સપ્લાઈ કરશે. તેમણે ઘઉંની કાળાબજારી કરનારાઓને પણ આડે હાથ લીધા છે. તેમણે આ સંકટ માટે પંજાબ સરકારને દોષી ઠેરવી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે પડોશી દેશ શ્રીલંકામાં પણ ભારે મોંઘવારી અને ખરાબ અર્થ વ્યવસ્થાની વચ્ચે ભારે ઉર્જાનું પણ સંકટ જોવા મળ્યું હતું. પાવર કટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાવા-પીવાનો, રોજનો સામાન અને દવાની કમીના લીધે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી ભવનને કબ્જામાં કરી લીધું હતું. શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તે સૈન્ય જેટથી દેશ છોડી માલદીવ ભાગી જવું પડ્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp