26th January selfie contest

પાક. એક્સપર્ટે એમ શા માટે કહ્યું કે-મનમોહન સિંહ જ પાકિસ્તાનને ડૂબતા બચાવી શકે છે

PC: livemint.com

પાકિસ્તાન આર્થિક સંકટના એવા કીચડમાં ફસાઇ ચૂક્યું છે કે તેનાથી બહાર નીકળી શકતું નથી. શરીફ સરકારને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) પાસે ઘણી આશા હતી, પરંતુ અત્યાર સુધી કંઇ જ થયું નથી. ગરમી આવવા સાથે સાથે શાહબાજ શરીફના મગજનો પારો પણ ચડી રહ્યો છે. તેમણે એવા કોઇ વિકલ્પ છોડ્યા નથી, જેથી તેઓ પાકિસ્તાનને આ તંગીથી બહાર કાઢી શકે. એવામાં પાકિસ્તાનના જ એક્સપર્ટ હવે તેમના નિર્ણય પર કટાક્ષ કરવા લાગ્યા છે અને હવે તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ યાદ કરી રહ્યા છે.

પાકિસ્તાન ન જાણે કેટલા દેશો પાસેથી લોન માગી ચૂક્યું છે, પરંતુ પોતે એમ પણ માની રહ્યું છે કે, લોનનું આ સંકટ સમાપ્ત થવાનું નથી. આર્થિક વિશેષજ્ઞનું કહેવું છે કે, 1990માં દશકમાં ભારતમાં પણ આર્થિક સંકટ આવ્યું હતું. એ સમયે ભારતમાં મનમોહન સિંહની સરકાર એ સમજી ગઇ હતી કે જો દેશની કાયાપલટ કરવી હોય તો તેમને યોગ્ય લોકોની જરૂરિયાત છે. એ સમયે તેઓ કોને લઇને આવ્યા? તેમણે મનમોહન સિંહ જેવા લોકોને ચાંસ આપ્યો. તેઓ ખૂબ જ કુશળ અને સન્માનિત વ્યક્તિ હતા.

તેમણે મુખ્ય લોકોને ધર્મ બાબતે પણ ન બતાવ્યું અને બીજાઓની ચિંતા કર્યા વિના જ ભારતે તેમને અપોઇન્ટ કર્યા. પાકિસ્તાનન પૂર્વ નાણામંત્રી મિફ્તાહ ઇસ્માઇલ સાથે વાતચીત કરતા કહે છે કે જો નિર્ણય લેતી વખત તમે યોગ્યતાથી વધારે પરિવારજનોને વધુ મહત્ત્વ આપો છો અને જો તમે બધા મહત્ત્વપૂર્ણ પદ પોતાના ભાઇ, બનેવી, દીકરી અને ભત્રીજાઓને આપશો તો તમે લોકો 22 કરોડ લોકોના દેશને નહીં ચલાવી શકો. તેમણે આર્થિક સંકટ માટે ઇમરાન સરકાર પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેઓ ગત સરકાર પર પણ ખૂબ વરસ્યા અને તેમની નીતિઓની નિંદા કરી. તેમણે ભારતના ભરપેટ વખાણ પણ કર્યા.

પાકિસ્તાની મૂળના પ્રોફેસરે કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર તરીકે ભારતે રઘુરામ રાજનની યોગ્યતાને પસંદ કરી. તમે તેનાથી સારા નહીં હોય શકો. ભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, દેશની કાયાપલટ આ રીતે થાય છે. આ પ્રકારની પ્રથા બાંગ્લાદેશમાં પણ છે, જ્યાં શેખ હસીનાના પરિવારનો કોઇ સભ્ય સરકારમાં નથી. આ પ્રકારની અયોગ્યતાવાળો એકમાત્ર દેશ જે મને નજરે પડે છે તે શ્રીલંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp