કંગાળ પાકિસ્તાનને ફરી મળી ભીખ, IMF બાદ સાઉદી અરબે આપ્યા આટલા ડૉલર

PC: tribune.com.pk

કંગાળ પાકિસ્તાનને આખરે દેવાની ભીખ મળી ગઈ છે. IMF બાદ ફ્રેન્ડ સાઉદી અરબે 2 અબજ ડૉલરનું દેવુ આપ્યું છે. પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દેશનો ખજાનો ખાલી થઈ ચુક્યો છે. મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. દેશની જનતા ભૂખમરામાં જીવવા મજબૂર છે. એવામાં પાકિસ્તાનના મુખ્યમંત્રી આખી દુનિયામાં દેવાની ભીખ માંગવા પર મજબૂર બની ગયા છે. પાકિસ્તાન ગળા સુધી દેવામાં ડૂબેલું છે. પરિસ્થિતિ એ છે કે, દેવુ ચુકવવા માટે પણ દેવાની જરૂર છે. એવામાં હવે ઘણા દેશ તેનાથી દૂર ભાગી રહ્યા છે. પરંતુ, પાકિસ્તાન ડિફોલ્ટર ના થઈ જાય, તેને માટે શહબાજ શરીફ પહેલા IMF સામે કરગર્યા, તો દેવુ આપવા માટે તેમણે હાં પાડી દીધી. હવે પાકિસ્તાનના મિત્ર સાઉદી અરબ જે પાકિસ્તાનને દેવુ આપવામાં આનાકાની કરી રહ્યું હતું, આખરે પાકિસ્તાનની કંગાળ પરિસ્થિતિ પર તરસ ખાઈ રહ્યું છે અને ફરી દેવુ આપ્યું છે.

પાકિસ્તાની અખબાર ડૉનના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના નાણા મંત્રી ઇશાક ડારે મંગળવારે કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનને સાઉદી અરબ તરફથી 2 અબજ ડૉલર મળ્યા છે, જે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ની સાથે 3 અબજ ડૉલરના સ્ટેન્ડ બાય સમજૂતિ બાદ ખરાબ અર્થવ્યવસ્થા માટે ટોનિક સમાન છે. ડારે કહ્યું, આ મદદથી વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થશે. તેની અસર 14 જુલાઈ, 2023ના પૂર્ણ થતા અઠવાડિયાના વિદેશી મુદ્રા ભંડારમાં દેખાશે.

નાણા મંત્રી ડારે એવુ પણ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના કાર્યકારી મંડળની 12 જુલાઈએ થનારી બેઠકમાં પાકિસ્તાનને ત્રણ અબજ ડૉલરનું દેવુ આપવાનો નિર્ણય લેવામાં આવવાનો છે. તેના પહેલા બંને પક્ષો વચ્ચે કર્મચારી સ્તર પર 29 જૂને આપાત દેવા સમજૂતિ થઈ હતી. ડારે ટ્વીટ સંદેશમાં કહ્યું કે, પાકિસ્તાની કેન્દ્રીય બેંક એસબીપીને સાઉદી અરબ તરફથી બે અબજ ડૉલરની જમા રાશિ મળી છે, જેનાથી વિદેશી મુદ્રા ભંડાર વધી ગયુ છે. હાલ પાકિસ્તાન પાસે માત્ર 4.4 અબજ ડૉલરની જ વિદેશી મુદ્રા છે.

તેના પર પાકિસ્તાની વડાપ્રધાન શહબાજ શરીફે પણ સાઉદી અરબના નેતૃત્વ તેમજ જનતાનો આભાર વ્યક્ત કરતા શહજાદા મોહમ્મદ બિન સલમાનનો આભાર વ્યક્ત કર્યો છે. સાઉદી અરબે પાકિસ્તાનને આ જમા રકમ આપવાનો વાયદો પહેલા જ કર્યો હતો પરંતુ, તે મુદ્રાકોષ સાથે સમજૂતિ થવાની રાહ જોઈ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp