26th January selfie contest

પાકિસ્તાનના હાજી જાનના ઘરમાં 60માં બાળકનો થયો જન્મ, હજુ વધુ બાળકો ઈચ્છે છે પત્ની

PC: bbc.co.uk

પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતની રાજધાની કેટાના સરદાર હાજી જાન મોહમ્મદે દાવો કર્યો છે કે, રવિવારે તેમના ઘરે 60માં બાળકે જન્મ લીધો છે. બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, તેમના પાંચ બાળકો અલ્લાહને પ્યારા થઈ ગયા છે, જ્યારે 55 બાળકો સ્વસ્થ અને જીવિત છે. તેમણે કહ્યું હતું કે, તે આટલા બાળકો પેદા કરીને નહીં રોકાશે. જો અલ્લાહ ઈચ્છશે તો તેમના બીજા પણ બાળકો થશે. આવું કરવા માટે તેઓ ચોથા લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા છે. 50 વર્ષના સરદાર જાન મોહમ્મદ ખાન ખિલજી ક્વેટા શહેરના ઈસ્ટર્ન બાઈપાસની પાસે રહે છે. તે ડૉક્ટર છે અને તે જ વિસ્તારમાં તેમનું ક્લિનિક છે. હાજી જાને કહ્યું કે, પુત્રના રૂપમાં તેમને ત્યાં જન્મ લીધો છે. પુત્રનું નામ તેમણે ખુશહાલ ખાન રાખ્યું છે. તેમના કહેવા પ્રમાણે, ખુશહાલ ખાનની માને હું તેના પેદા થતા પહેલા ઉમરા પર લઈ ગયો હતો, આથી હું તેને હાજી ખુશહાલ ખાન કહું છું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને તેમના બધા બાળકોનું નામ યાદ છે તો તેઓ જોરથી હંસતા કહે છે, કેમ નહીં. એ ધ્યાન આપવું જોઈએ કે પાકિસ્તાન દુનિયાના તે આઠ શહેરોમાં સામેલ છે, જે 2050 સુધી દુનિયાની કુલ જનસંખ્યામાં પચાસ ટકા યોગદાન આપશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાંઓ પ્રમાણે 1960ના દશકથી વિશ્વભરમાં વસ્તીનો દર ઘટી રહ્યો છે અને 2020માં આ આંકડો એક ટકાથી પણ ઓછો રહ્યો છે, જ્યારે પાકિસ્તાનમાં વસ્તી વધારાનો દર 1.9 ટકા નોંધવામાં આવ્યો છે.

સરદાર જાન મોહમ્મદે કહ્યું છે કે, તે ચોથી વખત લગ્ન કરવા ઈચ્છે છે અને તેના માટે તે ચોથી મહિલાની શોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, હું મારા બધા મિત્રોને મારા ચોથા લગ્ન કરવા માટે છોકરી શોધવામાં મદદ કરવા માટે કહી રહ્યો છું. જિંદગી હાથમાંથી નિકળી રહી છે તો મારી દુઆ છે કે ચોથા લગ્ન જલદીથી થઈ જાય. તેમણે કહ્યું છે કે ન માત્ર તેમની ઈચ્છા વધારે છોકરા પેદા કરવાની છે, પરંતુ તેની પત્નીઓ પણ ઈચ્છે છે કે તેમના ઘરમાં છોકરાઓના બદલે છોકરીઓની સંખ્યા વધારે હોય. જાન મોહમ્મદે કહ્યું છે કે, તેમના કેટલાંક છોકરા-છોકરીઓની ઉંમર 20 વર્ષથી વધારે છે, પરંતુ તેમાંથી કોઈના પણ હજુ લગ્ન નથી થયા કારણે તેઓ ભણી રહ્યા છે. હાજી જાન મહોમ્મદે કહ્યું કે, તેમનો મોટો કોઈ ધંધો નથી. પરંતુ તેમના ક્લિનીકથી જ તેમના ઘરનો બધો ખર્ચો નીકળી જાય છે. પહેલા તેમને બાળકોના ખર્ચાને લઈને કોઈ મુશ્કેલી પડતી ન હતી પરંતુ છેલ્લા 3 વર્ષથી મોંઘવારીમાં વધારો થવાના લીધે તેમણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તેઓ કહે છે કે, કારોબાર ઠપ્પ થઈ ગયો છે. લોટ, ઘી, ચોખા અને ખાંડ સહિતની વસ્તુઓના ભાવ 3 ગણા થઈ ગયા છે. છેલ્લા 3 વર્ષથી આખી દુનિયા સહિત તમામ પાકિસ્તાનીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની કોશિશ બાળકોને ખુશ રાખવાની છે અને તેના માટે તેમણે કોઈની પાસે મદદ માંગી નથી પરંતુ પોતાની મહેનતથી તમામ ખર્ચો પૂરો કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ દરેક બાળકને ભણાવવા ઈચ્છે છે અને તેના માટે જરૂરી ખર્ચો પણ કરી રહ્યા છે.

જાન મોહમ્મદને ફરવાનો ઘણો શોખ છે અને તેમની ઈચ્છા છે કે તેમના બાળકો આખું પાકિસ્તાન ફરે. તેમના બાળકો નાના હતા ત્યારે તેમને કારમાં લઈને ફરવા જતા હતા. પરંતુ હવે તમામને કારમાં લઈ જવા સંભવ નથી. તેઓ ઈચ્છે છે કે સરકાર બાળકોને યાત્રા કરાવવામાં મદદ કરે. જો સરકાર મને એક બસ આપે તો હું મારા તમામ બાળકોને પાકિસ્તાન સરળતાથી ફેરવી શકીશ. ઘણા બાળકોના પિતાના રૂપમાં ચર્ચામાં આવનારા સરદાર જાન મોહમ્મદ બલુચિસ્તાનના બીજા વ્યક્તિ છે. આ પહેલા અબ્દુલ મજીદ મેંગલ નામના એક વ્યક્તિએ બલુચિસ્તાનના નુશ્કી જિલ્લામાં છ લગ્ન કર્યા હતા અને તેમણે 54 બાળકો પેદા કર્યા હતા. અબ્દુલનું 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું, તેમની બે પત્નીઓ અને 12 બાળકો તેમના જીવનકાળમાં જ મરી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp